Gulf Countries માં Dhurandhar ફિલ્મ પરનો પ્રતિબંધ દૂર કરવા માંગ, IMPPA નો PM મોદીને પત્ર
- ધૂરંધર ફિલ્મને અપાર સફળતા મળી રહી છે
- ખાડી દેશોમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો
- ફિલ્મ એસો. દ્વારા વડાપ્રધાનની મદદ મંગાઇ
- અભિવ્યક્તિની આઝાદી સામે સવાલ ઉઠાવ્યા
Dhurandhar Film Ban Gulf Countries, IMPPA Ask For PM Modi Help : ભારતીય ફિલ્મ ઉદ્યોગે યુએઈ, બહેરીન, કુવૈત, કતાર, ઓમાન અને સાઉદી અરેબિયા જેવા ખાડી દેશોમાં અભિનેતા રણવીર સિંહ અભિનીત બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર' પર લાદવામાં આવેલા પ્રતિબંધ સામે અવાજ ઉઠાવ્યો છે. ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (Indian Motion Picture Producers’ Association (IMPPA) એ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર લખીને ગલ્ફ દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને હટાવવા વિનંતી કરી છે.
અશોક પંડિતે પીએમ મોદીને પત્ર લખ્યો
ફિલ્મ નિર્માતા અને ભારતીય ફિલ્મ અને ટીવી ડિરેક્ટર્સ એસોસિએશનના પ્રમુખ, અશોક પંડિતે, ઇન્સ્ટાગ્રામ પર વડા પ્રધાન મોદીને પત્ર પોસ્ટ કરીને આ દેશોમાં ફિલ્મ પર લાદવામાં આવેલા એકપક્ષીય પ્રતિબંધને હટાવવા માટે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. પ્રોડ્યુસર્સ એસોસિએશનના પત્રમાં જણાવાયું છે કે, ફિલ્મ "ધુરંધર" સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી પ્રમાણપત્ર મળ્યા પછી રિલીઝ કરવામાં આવી હતી, અને ભારતીય બોક્સ ઓફિસ પર મોટી હિટ સાબિત થઈ છે. ફિલ્મ પર ગલ્ફ દેશો દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.
સ્વતંત્રતાને સમર્થનની અપીલ
પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "આ દેશો ભારતના મિત્ર રાષ્ટ્રો છે, અને અમે નિયમિતપણે તેમની સાથે ઘણા ક્ષેત્રોમાં વેપાર કરીએ છીએ. તેથી, વિનંતી છે કે, ભારત સરકાર આ મુદ્દાને આ દેશોના સંબંધિત અધિકારીઓ સાથે ઉઠાવે, અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન સુનિશ્ચિત કરતા પ્રતિબંધ હટાવવાનો પ્રયાસ કરે." " વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ભારતીય સિનેમાની સ્વતંત્રતાને ટેકો આપવાની અપીલ કરાઇ છે."
મહત્વનો રાષ્ટ્રીય મુદ્દો ગણાવ્યો
આ પત્ર પર IMPPA પ્રમુખ અભય સિંહાએ હસ્તાક્ષર કર્યા છે. એસોસિએશને તેને મહત્વનો રાષ્ટ્રીય મુદ્દો ગણાવ્યો છે, અને તાત્કાલિક કાર્યવાહીની આશા વ્યક્ત કરી છે.
"ધુરંધર," એક જાસૂસી થ્રિલર ફિલ્મ
"ધુરંધર," 5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી, આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત એક જાસૂસી થ્રિલર ફિલ્મ છે. તેમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન, રાકેશ બેદી અને સારા અર્જુન સાથે છે. આ ફિલ્મ ભારતમાં જબરદસ્ત સફળતા મેળવી રહી છે. "ધુરંધર" ને લદ્દાખમાં કરમુક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો -------- Toxic Teaser: અઢી મિનિટના ટીઝરમાં ગેંગસ્ટર, ગન અને ગુનાહોનો બાદશાહ બન્યો યશ


