Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bollywood ની બોલ્ડ અભિનેત્રીના પતિ સામે FIR, મુંબઇ પોલીસે ગાળિયો કસ્યો

Bollywood ની અભિનેત્રીના પતિ સામે ફરિયાદ નોંધાઇ છે, સેલિનાએ નોંધાવેલી ફરિયાદના આધારે પીટર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી ઘરેલુ હિંસાથી મહિલાઓના રક્ષણ અધિનિયમ, 2005 હેઠળ ચાલી રહેલા કેસ ઉપરાંત લેવામાં આવી છે. મુંબઈ પોલીસે (Mumbai Police) પીટર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (BNS), 2023 ની કલમ 85, 115(2), 351(2) અને 352 હેઠળ કેસ નોંધ્યો છે.
bollywood ની બોલ્ડ અભિનેત્રીના પતિ સામે fir  મુંબઇ પોલીસે ગાળિયો કસ્યો
Advertisement
  • Bollywood ની અભિનેત્રીના પતિ સામે ફરિયાદ નોંધાઇ
  • ઉત્પીડન મામલે પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીની મુશ્કેલી વધી
  • લાંબા સમયથી દંપતી વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હોવાનું સામે આવે છે

Bollywood : અભિનેત્રી સેલિના જેટલીએ (Bollywood Actress - Celina Jaitley) તેના પતિ પીટર હાગ (Husband Peter Haag) વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે. સેલેનાના આરોપો બાદ, મુંબઈ પોલીસે પીટર વિરુદ્ધ FIR નોંધી છે અને તપાસ શરૂ કરી છે. અભિનેત્રીએ તેના પતિ પર હુમલો અને માનસિક ત્રાસ જેવા ગંભીર આરોપો લગાવ્યા છે (Domestic Violance Case), જેના કારણે તેમના લગ્ન જીવનમાં વિવાદ હવે પોલીસના દરવાજે પહોંચી ગયો છે. તેણીએ દાવો કર્યો હતો કે, તેમને તેમના પોતાના બાળકોને મળવાની મંજૂરી નથી.

Bollywood, આ આરોપો લગાવ્યા

સેલિનાએ તેના પતિ, ઓસ્ટ્રિયન નાગરિક પીટર હાગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે મુંબઈ પોલીસે ભારતીય દંડ સંહિતા, 2023 ની વિવિધ કલમો હેઠળ FIR નોંધી છે. આ કેસ ક્રૂરતા, શારીરિક નુકસાન પહોંચાડવા, ગુનાહિત ધાકધમકી અને સતત ઉત્પીડનના આરોપોનો છે. અહેવાલો અનુસાર, અધિકારીઓએ તપાસમાં સહકાર ન આપવા બદલ હાગ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) પણ જારી કર્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - ફિલ્મી પડદાના Crime Master Go Go એ જાતે ખુલાસો કર્યો, કહ્યું - 'હું જીવું છું'

Bollywood, મુંબઇ પોલીસની કાર્યવાહી

સેલિનાએ નોંધાવેલી ફરિયાદના આધારે પીટર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી ઘરેલુ હિંસાથી મહિલાઓના રક્ષણ અધિનિયમ, 2005 હેઠળ ચાલી રહેલા કેસ ઉપરાંત લેવામાં આવી છે. મુંબઈ પોલીસે (Mumbai Police) પીટર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (BNS), 2023 ની કલમ 85, 115(2), 351(2) અને 352 હેઠળ કેસ નોંધ્યો છે. આ કલમો મુખ્યત્વે ક્રૂરતા, સ્વેચ્છાએ ઇજા પહોંચાડવા અને ગુનાહિત ધાકધમકી સાથે સંબંધિત છે.

નવેમ્બર 25 માં પહેલો કેસ નોંધાયો

અહેવાલો અનુસાર, તપાસ પ્રક્રિયામાં પીટરના અસહકારને કારણે, અધિકારીઓએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે, અને કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. એવું નોંધાયું હતું કે, આ વર્તનને કારણે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. આ પહેલા નવેમ્બર 2025 માં, સેલિનાએ તેના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસા કાયદા હેઠળ કેસ દાખલ કર્યો હતો. અભિનેત્રીએ આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ તેને સતત ઘરેલુ હિંસાનો ભોગ બનાવી રહ્યો છે.

આ માંગણીઓ કરાઇ છે

અહેવાલ અનુસાર, સેલિનાએ પીટર પાસેથી દર મહિને 10 લાખ રૂપિયાનું ભરણપોષણ અને 50 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે. તેણીએ આરોપ લગાવ્યો છે કે, પીટરે તેણીને તેમના બાળકોને મળવા કે, વાત કરવાથી સંપૂર્ણપણે રોકી દીધી છે, જે હાલમાં ઑસ્ટ્રિયામાં તેની કસ્ટડીમાં છે. સેલિનાએ કોર્ટને અપીલ કરી છે કે તે બાળકો સાથે અવિરત વિડીયો કોલ અને ફોન એક્સેસની મંજૂરી આપતો આદેશ જારી કરે.

દાંપત્ય જીવનની ટૂંક વિગત

સેલેના અને પીટરના લગ્ન 2010 માં થયા હતા. લગ્ન પછી, સેલેનાએ ગ્લેમરની દુનિયાથી દૂરી બનાવી અને વિદેશમાં સ્થાયી થઈ ગઈ. માર્ચ 2012 માં, તેઓ જોડિયા પુત્રો (વિન્સ્ટન અને વિરાજ) ના માતાપિતા બન્યા. આ પછી, 2017 માં, સેલિનાએ ફરીથી જોડિયા પુત્રો (આર્થર અને શમશેર) ને જન્મ આપ્યો. જોકે, આ ખુશી અધૂરી રહી ગઈ, કારણ કે શમશેરનું જન્મ પછી તરત જ હૃદય રોગના ગંભીર રોગને કારણે અવસાન થયું હતું.

આ પણ વાંચો - ‘Dhurandhar 2’ ફિલ્મ બોક્સ ઓફિસ બાદ હવે OTT પર રાજ કરશે

Tags :
Advertisement

.

×