Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Urvashi Rautela લાલઘૂમ, AI થી નીચું દેખાડતા સાતમા આસમાને ગુસ્સો !

Urvashi Rautela આજકાલ ભારે ગુસ્સામાં છે. વાયરલ ઇમેજમાં AI ઇમેજમાં પ્રિયંકા ચોપરા સિંહાસન પર બેઠેલી દેખાઈ રહી છે, જ્યારે માધુરી દીક્ષિત, ઐશ્વર્યા રાય બચ્ચન અને દીપિકા પાદુકોણ તેની બાજુમાં ઉભા છે. પોસ્ટમાં લખ્યું હતું, 'જ્યારે વૈશ્વિક લોકપ્રિયતાની વાત આવે છે.' જો કે, આ તસ્વીરમાં સૌથી વધુ ધ્યાન ઉર્વશીને ઘૂંટણિયે દેખાડવામાં આવી હતી. આ જ વાત ઉર્વશી ભારે રોષે ભરાયેલી છે.
urvashi rautela લાલઘૂમ  ai થી નીચું દેખાડતા સાતમા આસમાને ગુસ્સો
Advertisement

Urvashi Rautela : ઐશ્વર્યા રાય (Aishwarya Rai) અને પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) સામે ઘૂંટણિયે પડવાનો નકલી ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા (AI Image Viral Social Media) બાદ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ફોટો જોયા પછી ઉર્વશીનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો હતો. તેણે આ વાતનો સખત વાંધો વ્યક્ત કર્યો છે, અને તેને બનાવનારા અને શેર કરનારાઓને સખત ઠપકો આપ્યો છે.

Urvashi Rautela, ઘૂંટણિયે દેખાડવામાં આવી

AI ઇમેજમાં પ્રિયંકા ચોપરા સિંહાસન પર બેઠેલી દેખાઈ રહી છે, જ્યારે માધુરી દીક્ષિત, ઐશ્વર્યા રાય બચ્ચન અને દીપિકા પાદુકોણ તેની બાજુમાં ઉભા છે. પોસ્ટમાં લખ્યું હતું, 'જ્યારે વૈશ્વિક લોકપ્રિયતાની વાત આવે છે.' જો કે, આ તસવીરમાં સૌથી વધુ ધ્યાન ઉર્વશીને આ બધી અભિનેત્રીઓની સામે ઘૂંટણિયે દેખાડવામાં આવી હતી. આ જ વાત ઉર્વશી ભારે રોષે ભરાયેલી છે.

Advertisement

Urvashi Rautela, સરખામણીથી નકારાત્મકતા ફેલાય

ઉર્વશી રૌતેલાએ આ પોસ્ટ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફરીથી શેર કરી, અને લોકોને ફિલ્મ ઉદ્યોગમાં મહિલાઓની તુલના કરવાનું બંધ કરવા અને દરેકની વ્યક્તિગત યાત્રા અને મહેનતની પ્રશંસા કરવા વિનંતી કરી છે. તેણીએ લખ્યું, "હું ખરેખર માનું છું કે, દરેક અભિનેત્રીની પોતાની સફર, મહેનત અને ભાગ્ય હોય છે. સ્ત્રીઓની એકબીજા સાથે સરખામણી કરવાથી અથવા તેમના ચાહકોમાં વિવાદ ઉભો કરવાથી ફક્ત નકારાત્મકતા ફેલાય છે."

Advertisement

કાન્સમાં નકલ કરવા બદલ ટ્રોલિંગ

ઉર્વશીએ ચાહકોને કડવાશ અને નકારાત્મકતા બંધ કરવાની અપીલ કરી અને કહ્યું કે કલાકારોની તુલના કરવાને બદલે, આપણે તેમની પ્રતિભા, પ્રગતિ અને દયાની ઉજવણી કરવી જોઈએ. ઉર્વશી, જે ઘણીવાર સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે, તેણે તાજેતરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી, પરંતુ ત્યાં પણ તેની શૈલીની તુલના સુપરમોડેલ ગીગી હદીદ સાથે કરવામાં આવી હતી, જેના કારણે તેને નકલ કરવા બદલ ભારે ટ્રોલ કરવામાં આવી હતી.

આ ફિલ્મોમાં જોવા મળશે અભિનેત્રી

કામના મોરચે, ઉર્વશી છેલ્લે રણદીપ હુડા સાથે વેબ સિરીઝ 'ઇન્સ્પેક્ટર અવિનાશ 2' માં જોવા મળી હતી. આ પ્રોજેક્ટ માટે, તેણીએ નો-મેકઅપ લુક પસંદ કર્યો, જે લોકોમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો. આ અભિનેત્રી ટૂંક સમયમાં અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'માં જોવા મળશે. આ ઉપરાંત તેમની આગામી ફિલ્મોમાં 'બ્લેક રોઝ' અને 'કસૂર 2'નો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો - Mouni Roy ની સોશિયલ મીડિયા પોસ્ટ તુરંત ડિલિટ, જાણો એવું તો શું બન્યું !

Tags :
Advertisement

.

×