Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bollywood : છાવાના ડાયરેક્ટરે બોલીવૂડ છોડવાના નિવેદન પર Anurag Kashyap ને ઝાટક્યો

અનુરાગ કશ્યપ (Anurag Kashyap) એ બોલીવૂડ છોડવાનું નિવેદન કર્યુ હતું. તેના પર છાવાના ડાયરેકટર લક્ષ્મણ ઉતેકર (Laxman Utekar) એ તીખી પ્રતિક્રિયા આપી છે. વાંચો વિગતવાર.
bollywood    છાવાના ડાયરેક્ટરે બોલીવૂડ છોડવાના નિવેદન પર anurag kashyap ને ઝાટક્યો
Advertisement
  • Anurag Kashyap ને બોલિવૂડ છોડવું હોય તો છોડી દે - લક્ષ્મણ ઉતેકર
  • દર્શકો સંવેદનશીલ નથી, Anurag Kashyap નું આ નિવેદન અયોગ્ય - લક્ષ્મણ ઉતેકર
  • Anurag Kashyap ભૂતકાળમાં અટવાઈ ગયા છે - લક્ષ્મણ ઉતેકર

Bollywood : ફૂલે, ધી ગેન્ગ ઓફ વાસેપુર, ગુલાલ, રામન રાઘવન 2.0, બ્લેક ફ્રાયડે વગેરે જેવી વિખ્યાત ફિલ્મો બનાવનાર ડાયરેક્ટર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) એ થોડા સમય પહેલા મુંબઈ અને બોલીવૂડ છોડવાની જાહેરાત કરી હતી. અનુરાગે બોલીવૂડની વર્તમાન કાર્યશૈલીને અયોગ્ય કહીને સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઝેરી ગણાવી દીધી હતી. તેમણે મુંબઈ છોડવાની વાત પણ કહી હતી.

લક્ષ્મણ ઉતેકરની તીખી પ્રતિક્રિયા

Anurag Kashyap ના મુંબઈ અને બોલીવૂડ છોડવાના આ નિવેદન પર છાવાના ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકર (Laxman Utekar) એ તીખી પ્રતિક્રિયા આપી છે. લક્ષ્મણે Anurag Kashyap ને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તમે અહીંથી ચોક્કસ જતા રહો, કોઈ તમને દબાણ કરી રહ્યું નથી. લક્ષ્મણે કહ્યું કે, આ ઉદ્યોગ એવો છે કે તમારે માનસિક અને સર્જનાત્મક રીતે ખુશ રહેવું પડશે, તો જ એક શાનદાર ફિલ્મ બનાવી શકીએ છીએ. જો તમને અહીં રહેવાનું મન ન થાય, તો તમે શાનદાર ફિલ્મ કેવી રીતે બનાવશો? તમે ચાલ્યા જાઓ તે જ સારું છે.

Advertisement

લક્ષ્મણ ઉતેકરે વળતા સવાલ કર્યા

છાવાના પ્રતિભાશાળી ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકરે Anurag Kashyap ના નિવેદન પર વળતા સવાલ પણ કર્યા છે. તેમણે કહ્યું કે, દર્શકોમાં કોઈ સંવેદનશીલતા નથી...અનુરાગ કશ્યપનું આ નિવેદન અયોગ્ય છે. આ બાબતે અનુરાગ ખોટા છે. દર્શકોમાં તેમની ફિલ્મ સ્વીકારવાની ક્ષમતા નથી તેવું કહેવાને બદલે તેમણે સ્વીકારવું જોઈએ કે તેમની પાસે દર્શકોના સ્વાદને સ્વીકારવાની ક્ષમતા નથી. આજે, ફિલ્મો 700-800 કરોડનો વ્યવસાય કરી રહી છે. તમે કેવી રીતે કહી શકો કે સિનેમા મરી રહ્યું છે?

Advertisement

આ પણ વાંચોઃ   Javed Akhtar : હું ભારતીય છું, હું ચૂપ રહીશ નહીં...બુશરા અંસારીને આપ્યો જડબાતોડ જવાબ

અનુરાગ ભૂતકાળમાં અટવાઈ ગયા છે - લક્ષ્મણ ઉતેકર

Laxman Utekar એ આગળ કહ્યું, 'બાહુબલી', 'આરઆરઆર', 'પુષ્પા' ના કલેક્શનને જુઓ... કલેક્શન 1200 કરોડ સુધી હતું. 'છાવા' ને પણ જુઓ. તમારી સંવેદનશીલતા બદલવી જોઈએ કારણ કે તમે એક જ જગ્યાએ અટવાઈ ગયા છો. આજે, દર્શકોના ફોન પર વિશ્વભરના સિનેમા છે. તેઓ તમારા કરતા વધુ અપડેટ છે. તેઓ જાણે છે કે શું જોવું અને શું ન જોવું. અને દર 3 વર્ષે સિનેમા બદલાઈ રહ્યું છે. સિનેમેટોગ્રાફી બદલાઈ રહી છે, એડિટિંગ બદલાઈ રહ્યું છે, વાર્તા કહેવાની પદ્ધતિ, કોસ્ચ્યુમ... બધું બદલાઈ રહ્યું છે. એક ફિલ્મ નિર્માતા તરીકે તમારે બદલવું પડશે. તમે ભૂતકાળમાં અટવાઈ ન શકો અને કહી ન શકો કે દર્શકોમાં સંવેદનશીલતા નથી. તમારે બદલવું પડશે.

આ પણ વાંચોઃ Drishyam-3 : ઓરિજિનલ ફિલ્મ હિન્દીમાં રિલીઝ થશે તો રીમેક કોણ જોશે ? અજયને સતાવતો સવાલ

Tags :
Advertisement

.

×