ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bollywood controversy : મૃણાલ ઠાકુરે વધુ એક્ટ્રેસ પર આપ્યુ વિવાદસ્પદ નિવેદન, જાણો અનુષ્કા શર્મા અંગે શું કહ્યું?

મૃણાલ ઠાકુરનો વાયરલ વીડિયો, જેમાં તેમણે 'સુલતાન' ફિલ્મ અને તેની ફીમેલ એક્ટ્રેસ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી.
10:34 AM Sep 02, 2025 IST | Mihir Solanki
મૃણાલ ઠાકુરનો વાયરલ વીડિયો, જેમાં તેમણે 'સુલતાન' ફિલ્મ અને તેની ફીમેલ એક્ટ્રેસ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી.
Bollywood controversy

Bollywood controversy  : અભિનેત્રી મૃણાલ ઠાકુર તાજેતરમાં પોતાના અભિનય કરતાં વધુ વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહી છે. હાલમાં જ તેમનો એક જૂનો પોડકાસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે અભિનેત્રી અનુષ્કા શર્માનું નામ લીધા વિના જ તેના પર કટાક્ષ કર્યો છે.

શું કહ્યું મૃણાલ ઠાકુરે? (Bollywood controversy )

આ વાયરલ વીડિયોમાં મૃણાલ કહે છે, "મેં એક ફિલ્મ ઠુકરાવી દીધી હતી જે પછીથી સુપરહિટ થઈ. મેં એટલા માટે ના પાડી હતી કારણ કે તે સમયે હું તૈયાર નહોતી. જોકે, તે ફિલ્મ સુપરહિટ રહી, પરંતુ તેનાથી ફીમેલ એક્ટ્રેસને કોઈ ખાસ મદદ ન મળી. ત્યારે મને સમજાયું કે જો મેં તે સમયે તે ફિલ્મ કરી હોત, તો હું કદાચ મારી ઓળખ ગુમાવી બેસત. તે અભિનેત્રી હવે કામ નથી કરી રહી, પણ હું હજી પણ કામ કરી રહી છું, અને મારા માટે આ જ સૌથી મોટી જીત છે."

સુલતાન ફિલ્મ વિશે વાત કરી રહી છે મૃણાલ

મૃણાલ અહીં સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ 'સુલતાન' વિશે વાત કરી રહી છે, જે તેમને ઓફર થઈ હતી, પરંતુ પાછળથી તે ફિલ્મ અનુષ્કા શર્માએ કરી હતી. અનુષ્કાએ આ ફિલ્મમાં સલમાનની પત્નીનો રોલ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયા

મૃણાલના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકો તેની ટીકા કરી રહ્યા છે. આ પહેલીવાર નથી કે મૃણાલ પોતાના નિવેદનોને કારણે વિવાદમાં આવી હોય. આ પહેલા પણ, બિપાશા બાસુના શારીરિક દેખાવ પર ટિપ્પણી કરતો તેમનો એક જૂનો ઇન્ટરવ્યુ વાયરલ થયો હતો, જેના માટે પણ તેમને ઘણી નિંદાનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે, મૃણાલે સ્પષ્ટતા કરી હતી કે તે તેના પ્રારંભિક કારકિર્દીનો સમય હતો અને તેમણે અજાણતામાં ભૂલ કરી હતી.

આ પણ વાંચો : Dhanashree Verma : ધનશ્રીએ છૂટાછેડાના 5 મહિના બાદ ચહલને લઈ કર્યો મોટો ખુલાસો

Next Article