ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amitabh Bachchan Health : બોલિવુડ શહેનશાહની તબિયત લથડતાં કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ! વાંચો વિગત

બોલિવૂડના (Bollywood) શહેનશાહ અને વરિષ્ઠ અભિનેતા અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) લઈ એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત (Amitabh Bachchan Health) અચાનક લથડતાં તેમને આજે સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં (Kokilaben Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી...
02:35 PM Mar 15, 2024 IST | Vipul Sen
બોલિવૂડના (Bollywood) શહેનશાહ અને વરિષ્ઠ અભિનેતા અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) લઈ એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત (Amitabh Bachchan Health) અચાનક લથડતાં તેમને આજે સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં (Kokilaben Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી...
સૌજન્ય : Google

બોલિવૂડના (Bollywood) શહેનશાહ અને વરિષ્ઠ અભિનેતા અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) લઈ એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત (Amitabh Bachchan Health) અચાનક લથડતાં તેમને આજે સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં (Kokilaben Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ પછી તેમની એન્જિયોપ્લાસ્ટી (Angioplasty) કરવામાં આવી છે. આ સમાચાર સામે આવ્યા બાદ અમિતાભ બચ્ચનના ચાહકો ચિંતિત થયા છે. ઘણા ચાહકો અભિનેતાની ઝડપી રિકવરી માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે.

અમિતાભ હોસ્પિટલમાં ભરતી

હોસ્પિટલને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, બિગ બીને (Big B) આજે સવારે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેમની એન્જિયોપ્લાસ્ટી (Angioplasty) હૃદયની કોઈ સમસ્યાને કારણે નહીં પરંતુ પગમાં ગંઠાઈ જવાને કારણે થઈ હતી. ગઈકાલે સાંજે, એક કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી તેમને થોડી અગવડતા થઈ હતી, ત્યારબાદ શુક્રવારે સવારે તેમને હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં પહોંચ્યા પછી જ તેમને દાખલ કરવાની ફરજ પડી હતી અને એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી.

ડોક્ટરની દેખરેખ હેઠળ અમિતાભ

હાલમાં અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. તેમને હજુ સુધી રજા આપવામાં આવી નથી. આ મામલે પરિવાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. હાલમાં અમિતાભ બચ્ચનની (Amitabh Bachchan Health) સારવાર ડોક્ટરની ટીમની દેખરેખમાં ચાલી રહી છે. તેમણે આજે બપોરે X પર એક પોસ્ટ પોસ્ટ કરી, જેમાં લખ્યું હતું, 'હંમેશા કૃતજ્ઞતા'. માનવામાં આવે છે કે સર્જરી બાદ અમિતાભ બચ્ચને પોતાના શુભેચ્છકોનો આભાર માન્યો છે. અગાઉ, પણ તે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના ચાહકોનો આભાર વ્યક્ત કરી ચૂક્યા છે.

 

આ પણ વાંચો - FILM REVIEWS ને લઈને કેરળ હાઈકોર્ટે લીધો આ મોટો નિર્ણય, વાંચો અહેવાલ

આ પણ વાંચો - BIG BOSS થી સલમાન ખાન બન્યા માલામાલ, અત્યાર સુધી ફી માં થયો છે 185 ટકાનો ધરખમ વધારો

આ પણ વાંચો - TMKOC ફેમ મુનમુન દત્તા ‘બબીતાજી’ અને રાજ અનડકટ ‘ટપ્પુ’ ની વડોદરામાં થઈ ગુપચુપ સગાઈ!

Tags :
Amitabh BachchanAmitabh Bachchan HEALTH UPDATEAmitabh Bachchan MOVIESAngioplastyBig B MOVIESBollywoodbollywood-newsGujarat FirstGujarati NewsKokilaben HospitalMUMBAI
Next Article