Ekta Kapoor એ એક્શન સ્ટારની દરિયાદિલીનો કિસ્સો કહીને ચોંકાવ્યા !
Ekta Kapoor, અને પ્રિયદર્શનની ફિલ્મ ભૂત બંગ્લાનું ટ્રેલર આજે લોન્ચ કરવામાં આવ્યું છે, આ તકે એકતાએ કહ્યું કે, "તેના (અક્ષય) વિશે કોઈને ખબર નથી. તે ચેક લઈને આવ્યો, અને કહ્યું, 'આ તમારા પૈસા પાછા છે. તમને નુકસાન થયું છે. તમારા પૈસા લો.' હું સ્તબ્ધ થઈ ગઈ, મારા 31 વર્ષમાં કોઈએ આવું કર્યું નથી. ત્યાર બાદ તેણીએ ફિલ્મ માંગી લીધી હતી.
Advertisement
- Ekta Kapoor, અને પ્રિયદર્શનની ફિલ્મ ભૂત બંગ્લાનું ટ્રેલર લોન્ચ
- એકતા કપૂરે અક્ષય કુમારની દરિયાદિલીનો કિસ્સો સૌને જણાવ્યો
- ફિલ્મ ફ્લોપ જતા અક્ષય કુમાર ચેક લઇને એકતા કપૂર પાસે પહોંચ્યો હતો
Ekta Kapoor : અક્ષય કુમાર (Akshay Kumar) અને દિગ્દર્શક પ્રિયદર્શન (Film Director - Priyadarshan) તેમની હોરર-કોમેડી ફિલ્મ "ભૂત બાંગ્લા" (Hooror Comedy Film - Bhoot Bangla) સાથે પાછા ફરી રહ્યા છે. નિર્માતાઓએ 6 એપ્રિલે મુંબઈમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ (Bhoot Bangla Trailer Launch) કરવામાં આવ્યું હતું. "ભૂત બાંગ્લા" ના નિર્માતા એકતા કપૂરે સમગ્ર કલાકારો સાથે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેણીએ અક્ષય સાથેના તેના અગાઉના સહયોગ અને ફિલ્મ ફ્લોપ થયા પછી અભિનેતાએ તેની ફી કેવી રીતે પરત કરી તે યાદ કર્યું હતું.

