Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Ikkis-The Final Trailer : યુદ્ધ પર આધારિત ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રૂંવાડા ઊભા કરી દેશે!

તાજેતરમાં બોલીવૂડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે. ધર્મેન્દ્રની આખરી ફિલ્મ એક્કિસનું ફાઇનલ ટ્રેલર આજે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ માત્ર 21 વર્ષની ઉંમરે વિરતાનું પ્રદર્શ કરીને પરમ વીર ચક્ર મેળવનાર સેકન્ટ લેફ્ટન્ટ અરૂણ ખેતરપાલના જીવન પર આધારિત છે. આ ફિલ્મને 25, ડિસે.ના રોજ લોન્ચ કરવાની હતી. પરંતું હવે તેની રિલીઝને આવતા વર્ષ પર ઠેલવવામાં આવી છે.
ikkis the final trailer   યુદ્ધ પર આધારિત ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રૂંવાડા ઊભા કરી દેશે
Advertisement
  • ફિલ્મ સૌથી નાની ઉંમરે પરમ વીર ચક્ર મેળવાર સૈનિક પર આધારિત
  • ફિલ્મમાં પીઢ અભિનેતા ધર્મેન્દ્ર આખરી વખત જોવા મળશે
  • અગાઉ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થવાની હતી, જો કે હવે તારીખ બદલાઇ છે

Ikkis-The Final Trailer : યુદ્ધ પર આધારિત "એક્કિસ" ના નિર્માતાઓએ શુક્રવારે તેનું દમદાર અંતિમ ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલર 21 વર્ષના સૈનિકના પોતાના દેશ પ્રત્યેના જુસ્સા અને ઉત્સાહને દર્શાવે છે. અમિતાભ બચ્ચનના પૌત્ર, અગસ્ત્ય નંદા, ફિલ્મમાં આ સૈનિકની ભૂમિકામાં છે. આ સ્વર્ગીય પીઢ અભિનેતા ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ છે. મેડોક ફિલ્મ્સે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટ્રેલર શેર કર્યું છે. ટ્રેલર વિડિઓ શેર કરતા તેઓએ લખ્યું, "છેલ્લું ટ્રેલર આ રહ્યું. નવા વર્ષે, તમારી જાતને સાહસની ભેટ આપો. પરમ વીર ચક્ર મેળવનારા સૌથી નાના સિપાહી, સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલની સાચી કહાવી જુઓ, તેઓ ફક્ત 21 વર્ષની ઉંમરે અમર બની ગયા."

 

View this post on Instagram

 

A post shared by Maddock Films (@maddockfilms)

2 મિનિટ 11 સેકન્ડનું ટ્રેલર કેવું છે ?

દિગ્દર્શક શ્રીરામ રાઘવનની ફિલ્મ "એક્કિસ" નું અંતિમ ટ્રેલર રિલીઝ થયું છે ,અને સોશિયલ મીડિયા પર તેને ઘણો પ્રેમ મળી રહ્યો છે. 2 મિનિટ 11 સેકન્ડનું ટ્રેલર જયદીપ અહલાવતના અવાજથી શરૂ થાય છે. તે કહે છે, "મને હજુ પણ તે ધુમાડા અને ગનપાઉડરની ગંધ યાદ છે. અમે તારીખ બદલવાના હતા, પરંતુ તે એક છોકરાએ આપણું ભાગ્ય બદલી નાખ્યું." ત્યારબાદ ટ્રેલરમાં ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટના અવાજો સહિત શક્તિશાળી યુદ્ધ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલની ભૂમિકા ભજવતા, અગસ્ત્ય નંદા તેમના સૈન્ય ગણવેશમાં અદભુત દેખાય છે. યુદ્ધના મેદાનમાં તેમનો જુસ્સો અને ઉત્સાહ અલગ તરી આવે છે.

Advertisement

ઝિંદગી એક સફર હૈ સુનાના

વધુમાં ફિલ્મમાં 24 નવેમ્બરના રોજ અવસાન પામેલા ધર્મેન્દ્ર પણ ટ્રેલરમાં જોવા મળે છે. તેમને જોઈને ઘણા ચાહકો ભાવુક થયા છે. તેઓ ફિલ્મમાં અગસ્ત્ય નંદાના પિતાની ભૂમિકા ભજવે છે. તે ટ્રેલરમાં બે કે ત્રણ જગ્યાએ જોવા મળે છે. એક સમયે, તે ઉદાસ દેખાય છે, જ્યારે બીજી જગ્યાએ, તે ડાન્સ પણ કરે છે. ફિલ્મના બાકીના કલાકારોમાં જયદીપ અહલાવત, સિમર ભાટિયા, વિવાન શાહ અને સિકંદર ખેરનો સમાવેશ થાય છે, તે પણ ટ્રેલરમાં જોવા મળે છે. ટ્રેલર રાજેશ ખન્નાની ફિલ્મ અંદાજના "ઝિંદગી એક સફર હૈ સુનાના" ગીત સાથે સમાપ્ત થાય છે.

Advertisement

"એક્કિસ" ક્યારે રિલીઝ થશે ?

દિનેશ વિજનના પ્રોડક્શન હાઉસ, મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી "એક્કિસ" હવે 1 જાન્યુઆરી, 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. પહેલા ફિલ્મ આ મહિનાની 25મી તારીખે રિલીઝ થવાની હતી, આ ફિલ્મ ભારતના સેકન્ડ લેફ્ટનન્ટ, અરુણ ખેતરપાલના જીવન પર આધારિત છે. ચાહકો આ ફિલ્મ જોવા માટે આતુર બની રહ્યા છે.

આ પણ વાંચો -------  Tu Meri Main Tera Main Tera Tu Meri ફિલ્મનું ટ્રેલર રિલીઝ, કાર્તિક-અનન્યાની જોડી કમાલ કરવા તૈયાર

Tags :
Advertisement

.

×