Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

અક્ષય-પ્રિયદર્શનની જોડીનો 'Bhoot Bangla' માં ધમાકો, હોરર-કોમેડી બની હિટ ફોર્મ્યુલા

હિન્દી સિનેમામાં અત્યારે હોરર અને કોમેડીના મિશ્રણનો અનોખો જાદુ ચાલી રહ્યો છે. અક્ષય કુમારની 'ભૂત બંગલા' જેવી ફિલ્મોએ સાબિત કર્યું છે કે દર્શકો હવે અંધવિશ્વાસથી ડરવાને બદલે તેની મજાક ઉડાવવાનું વધુ પસંદ કરે છે. માત્ર મનોરંજન જ નહીં, પણ સામાજિક સંદેશાને હળવી શૈલીમાં રજૂ કરવાની આ નવી ફોર્મ્યુલા બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ રહી છે.
અક્ષય પ્રિયદર્શનની જોડીનો  bhoot bangla  માં ધમાકો  હોરર કોમેડી બની હિટ ફોર્મ્યુલા
Advertisement
  • બોલિવૂડમાં હોરર-કોમેડી યુગની શરૂઆત, ' Bhoot Bangla' હિટ!
  • અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીએ 15 વર્ષ બાદ કર્યો મોટો ધમાકો
  • ડરામણા ભૂત હવે પડદા પર દર્શકોને હસાવીને લોટપોટ કરી રહ્યા છે
  • 'સ્ત્રી 2' અને 'મુંજ્યા' ની સફળતા બાદ હોરર-કોમેડી બની બ્લોકબસ્ટર ફોર્મ્યુલા
  • અંધવિશ્વાસ અને સામાજિક કુરિવાજો પર હાસ્ય દ્વારા કરાઈ રહ્યો છે આકરો પ્રહાર
  • ભય મુક્ત મનોરંજન: મનમાં બેઠેલા ડરનો માખૌલ ઉડાવતો નવો ફિલ્મી ટ્રેન્ડ શરુ

Bhoot Bangla: એક સમય હતો જ્યારે રૂપેરી પડદે ભૂત-પ્રેતનો પડછાયો, ચૂડેલની ચાલ કે કાળો જાદુ દર્શકોના રુંવાડા ઉભા કરી દેતા હતા. પરંતુ હવે સમય બદલાયો છે. આજે પડદા પર આ માયાવી શક્તિઓ દર્શકોને ડરાવવાને બદલે પેટ પકડીને હસાવે છે. તાજેતરમાં રિલીઝ થયેલી અક્ષય કુમાર (Akshay Kumar) અને દિગ્દર્શક પ્રિયદર્શન (Priyadarshan) ની ફિલ્મ 'ભૂત બંગલા' (Bhoot Bungla) આ ટ્રેન્ડનું ઉત્તમ ઉદાહરણ છે. આ જોડી 15 વર્ષ બાદ ફરી સાથે આવી છે અને બોક્સ ઓફિસ પર સફળતાના નવા શિખરો સર કરી રહી છે.

Bhoot Bangla: અક્ષય-પ્રિયદર્શનની જોડી અને હોરર-કોમેડીનો ઇતિહાસ

અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીએ વર્ષ 2000માં 'હેરા ફેરી' થી ધૂમ મચાવી હતી, પરંતુ હોરર-કોમેડીમાં તેમનો પ્રથમ સફળ પ્રયોગ વર્ષ 2007માં 'ભૂલ ભુલૈયા' (Bhool Bhulaiyaa) સાથે થયો હતો. આ ફિલ્મ બાદ આ શૈલીમાં એક નવો આયામ જોડાયો. જોકે, ત્યારબાદ 'ભૂલ ભુલૈયા 2' અને 3માં કાર્તિક આર્યન અને અનીસ બઝ્મીની જોડીએ આ વિરાસતને આગળ વધારી, જેમાં વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત જેવા કલાકારોએ હોરર અને હાસ્યનું અદભૂત મિશ્રણ પીરસ્યું.

Advertisement

Advertisement

મેડોક હોરર-કોમેડી યુનિવર્સ

વર્ષ 2018માં આવેલી ફિલ્મ 'સ્ત્રી' (Stree) થી હિન્દી સિનેમામાં એક નવો યુનિવર્સ સર્જાયો. અમર કૌશિકના નિર્દેશનમાં બનેલી 'સ્ત્રી' અને ત્યારબાદ 'સ્ત્રી 2' (Stree 2) એ અંધવિશ્વાસ પર આકરા પ્રહાર કર્યા છે. આ ફિલ્મોમાં 'સરકટા' જેવા પાત્રો દ્વારા સ્ત્રી વિરોધી જૂની માનસિકતા પર કટાક્ષ કરવામાં આવ્યો છે. મેડોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત 'ભેડિયા' (Bhediya), 'મુંજ્યા' (Munjya) અને 'થામા' (Thama) જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈને સાબિત કર્યું છે કે હવે દર્શકોને માત્ર ડરવું નથી, પણ ડરની સાથે મનોરંજન પણ જોઈએ છે.

Bhoot Bangla_gujarat_firt

શા માટે વધી રહ્યો છે હોરર-કોમેડીનો ક્રેઝ?

આ ફેરફાર પાછળ એક મનોવૈજ્ઞાનિક પાસું છે. ફિલ્મમેકર્સ હવે ભૂત-પ્રેતને ડરનું પ્રતીક બનાવવાને બદલે અંધવિશ્વાસ પર કટાક્ષ કરવાનું સાધન બનાવી રહ્યા છે. અગાઉ હોરર ફિલ્મોમાં તંત્ર-મંત્ર અને તાંત્રિકો દેખાડાતા, પરંતુ હવે હોરર ફિલ્મોમાં હાસ્યનો તડકો ઉમેરીને મનમાં બેઠેલા ડરની મજાક ઉડાવવામાં આવે છે. વળી, શુદ્ધ કોમેડી ફિલ્મો જેવી કે 'હાઉસફુલ 5' ના નબળા દેખાવ સામે હોરર-કોમેડી ફિલ્મોનો સક્સેસ રેશિયો ઘણો ઊંચો છે. હવે દર્શકો જાણી ગયા છે કે હવે ડરવાની નહીં, પણ ડર પર હસવાની જરૂર છે.

આ પણ વાંચો: Vadodara: શિનોર ભાજપમાં ભડકો, "ભાજપ જ ભાજપને હરાવી રહ્યું છે", સંગઠન પ્રમુખના નિવેદનથી ખળભળાટ

Tags :
Advertisement

.

×