Bollywood : 'પ્રેગનેટ નહોતી થતી તેથી...', ફેમસ અભિનેત્રી સાથે પરિવારે કર્યું ખરાબ વર્તન
- ટીવી અભિનેત્રી માહી વિજે ચોંકાવનારા ખુલાસા કર્યા
- લોકો તેના છૂટાછેડાની અફવાઓ કેવી રીતે ફેલાવી રહ્યા છે
- પરિવાર અને મિત્રો તરફથી ખરાબ વર્તનનો કર્યો
Bollywood: ટીવી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી માહી વિજે (Mahhi Vij)હાલમાં એક ઇન્ટરવ્યુમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અભિનેત્રીએ કહ્યું, લોકો તેના છૂટાછેડાની અફવાઓ કેવી રીતે ફેલાવી રહ્યા છે અને તે બધી વાતો નકામી છે. જય અને માહી વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવ છે અને તેઓ છૂટાછેડા ( Divorce )લઈ શકે છે તેવી ચર્ચાઓ પર અભિનેત્રી ભડકી હતી.
માહી સાથે ગર્ભાવસ્થામાં થયું ખરાબ વર્તન
માહી વિજ અને તેના પતિ જય ભાનુશાળી (Jay Bhanushali)વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હોવાના અહેવાલો છે. બંનેના લગ્ન 2010માં થયા હતા અને 9 વર્ષ બાદ 2019માં તેમની પુત્રી તારાનો જન્મ થયો હતો. માહી વિજને ગર્ભાવસ્થા દરમિયાન પરિવાર અને મિત્રો તરફથી ખરાબ વર્તનનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો -KBC : 'કોન બનેગા કરોડપતિ ?' એ 25 વર્ષ પૂર્ણ કર્યા, અમિતાભ બચ્ચને લખી ભાવૂક પોસ્ટ
પ્રેગનેટ નહોતી થતી ત્યારે પરિવાર અને મિત્રએ....
માહી વિજે માતા બનવાની પોતાની મુશ્કેલ સફર વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તેણે 2019માં IVF દ્વારા તેની પુત્રી તારાને જન્મ આપ્યો હતો પરંતુ આ પ્રક્રિયામાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. માહીએ જણાવ્યું કે જ્યારે તેને પ્રેગનેટ નહોતી થતી ત્યારે પરિવાર કે મિત્રએ ટેકો નહોતો આપ્યો અને ખરાબ વર્તન કર્યું હતું. માહીએ જણાવ્યું કે તેના મિત્રોએ અભિનેત્રીને બેબી શાવરમાં આમંત્રણ આપ્યું ન હતું જેથી તેની પર ખરાબ નજર ન પડે.
આ પણ વાંચો -હર્ષ ઉપાધ્યાયે તૈયાર કરેલી 'મા' ફિલ્મનું ટાઇટલ ટ્રેક “કાલી શક્તિ” લોકોને ખૂબ ગમ્યું
માહી IVF દ્વારા માતા બની
માહીએ 32 વર્ષની ઉંમરે (2014) IVF શરૂ કર્યું કારણ કે તે માતા બનવા માંગતી હતી. પરંતુ IVF પહેલી બે વાર નિષ્ફળ ગયો જેનાથી તેણી ખૂબ દુઃખી થઈ. માહીએ જણાવ્યું કે તેના પતિ જય ભાનુશાળી શરૂઆતમાં બાળક માટે તૈયાર નહોતા. તે ઇચ્છતા હતા કે માહી 9 મહિનાની ગર્ભાવસ્થાનો અનુભવ કરે તેથી તેણે સરોગસીનો માર્ગ પસંદ ન કર્યો.