'ચુનરી ચુનરી' ગીતના કોપીરાઈટ વિવાદમાં બોલિવૂડમાં ખળભળાટ, વાશુ ભગનાનીએ ઠોક્યો 400 કરોડનો દાવો
Bollywood News: બોલિવૂડ (Bollywood) ના ગલીયારામાં હાલ એક મોટો કાયદાકીય વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. નિર્માતા વાશુ ભગનાની (Vashu Bhagnani) ની કંપની પૂજા એન્ટરટેઈનમેન્ટ (Pooja Entertainment) એ દિગ્ગજ દિગ્દર્શક ડેવિડ ધવન (David Dhawan) અને ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ (Tips Industries) સામે 400 કરોડ રૂપિયાનો માનહાનિ અને કોપીરાઈટ ભંગનો દાવો માંડ્યો છે. આ વિવાદની પૃષ્ઠભૂમિમાં વર્ષ 1999ની હિટ ફિલ્મ 'બીવી નંબર 1' (Biwi No. 1) ના બે સુપરહિટ ગીતો 'ચુનરી ચુનરી' (Chunari Chunari) અને 'ઇશ્ક સોના હૈ' (Ishq Sona Hai) છે.
Bollywood: ગીતના કોપી રાઈટનો કરાયો દાવો
આ સમગ્ર મામલો વરુણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર સ્ટાર આગામી ફિલ્મ 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' (Hai Jawani Toh Ishq Hona Hai) સાથે જોડાયેલો છે. નિર્માતા વાશુ ભગનાનીનો આરોપ છે કે આ ફિલ્મમાં તેમના બેનરની ફિલ્મ 'બીવી નંબર 1' ના ગીતોના અધિકારો વગર ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે માત્ર ગીતો જ નહીં, પરંતુ ફિલ્મના શીર્ષક (Film Title) સામે પણ વાંધો ઉઠાવ્યો છે, કારણ કે આ નામ પણ તે જ ગીતના શબ્દો પરથી લેવામાં આવ્યું છે.
ફિલ્મમાંથી આ ગીતો દૂર કરવાની માંગ
પૂજા એન્ટરટેઈનમેન્ટની માંગ છે કે ફિલ્મમાંથી આ ગીતો દૂર કરવામાં આવે અને જ્યાં સુધી વિવાદનું સમાધાન ન આવે ત્યાં સુધી ફિલ્મના પ્રમોશનલ કન્ટેન્ટ પર રોક લગાવવામાં આવે. બીજી તરફ, ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝના રમેશ તોરાની (Ramesh Taurani) એ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ટિપ્સનો દાવો છે કે તેમની પાસે આ ગીતોના મ્યુઝિક અને ઓડિયો રાઈટ્સ (Music Rights) કાયદેસર રીતે મોજૂદ છે. આગામી 5 જૂને (June 5 Release) રિલીઝ થનારી આ ફિલ્મ માટે હવે આ કાયદાકીય વિવાદ એક મોટું સંકટ બનીને ઊભો રહ્યો છે. હવે સૌની નજર બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) ના ચુકાદા પર છે કે શું ફિલ્મ નિર્ધારિત તારીખે રિલીઝ થઈ શકશે કે કેમ.
આ પણ વાંચો: IPL 2026 Final : RCB ટીમની ફાઇનલમાં એન્ટ્રીથી ફ્લાઇટ-હોટલના ભાવમાં ઉછાળો


