Bollywood New Year: નવા વર્ષની શરૂઆત સાથે સિનેમામાં દેશભક્તિની ગુંજ, અગસ્ત્ય નંદાની ડેબ્યૂ ફિલ્મ ‘ઈક્કીસ’ને શાનદાર પ્રતિસાદ
- Bollywood New Year: ‘ઈક્કીસ’ને મળ્યો દર્શકોનો પ્રતિસાદ
- નવા વર્ષે ફિલ્મને દમદાર ઓપનિંગ મળ્યું
- ધુરંધર પછી દર્શકોને પસંદ પડી ફિલ્મ ઈક્કીસ
Bollywood New Year: અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ના દોહિત્ર અગસ્ત્ય નંદા (Agastya Nanda) ની પ્રથમ ફિલ્મ દર્શકોને ઝકડી રાખવામાં સફળ રહી છે. નવા વર્ષના પ્રથમ દિવસે રિલિઝ થયેલી ફિલ્મ ઈક્કીસ દર્શકોને ખૂબ પસંદ પડી રહી છે. ‘ઈક્કીસ’(‘Twenty-one’) ને રિલીઝના પહેલા જ દિવસે અપેક્ષા કરતાં વધારે મજબૂત ઓપનિંગ કલેક્શન મળ્યું છે. ખાસ વાત એ છે કે ‘ધુરંધર’ જેવી મોટી અને બ્લોકબસ્ટર ફિલ્મ સાથે સીધી ટક્કર હોવા છતાં આ ફિલ્મ પોતાનો દમ બતાવવામાં સફળ રહી છે.
‘ઈક્કીસ’ની કહાની 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલા માત્ર 21 વર્ષીય અરુણ ખેત્રપાલના શૌર્ય અને બલિદાન પર આધારિત છે. દેશભક્તિ, સાહસ અને ભાવનાઓથી ભરપૂર આ બાયોપિકે દર્શકોના દિલને સ્પર્શ્યું છે. સવારના શોમાં જ ફિલ્મને પ્રશંસા મળતા સોશિયલ મીડિયા પર પણ તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
Bollywood New Year: અગસ્ત્ય નંદાનો દમદાર અભિનય
ફિલ્મમાં અગસ્ત્ય નંદાના અભિનયની પણ ખાસ પ્રશંસા થઈ રહી છે. આ ધર્મેન્દ્રની અંતિમ ફિલ્મ હોવાના કારણે ભાવનાત્મક રીતે વધુ અસરકારક બની છે. કુલ મળીને વર્ષ 2026ની શરૂઆત ‘ઈક્કીસ’ જેવી દેશભક્તિથી ભરેલી ફિલ્મ સાથે થવી તે સિનેમાપ્રેમીઓ માટે યાદગાર બની રહી છે. અગસ્ત્ય નંદાની પહેલી ફિલ્મ અને બોલિવૂડના દિગ્ગજ ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઈક્કીસ’ 1 જાન્યુઆરીએ નવા વર્ષની શુભેચ્છા તરીકે સિનેમાઘરો (Cinemas) માં રિલિઝ થઈ હતી. "ધુરંધર" જેવી બ્લોકબસ્ટર (Blockbuster) ફિલ્મ વચ્ચે પણ મજબૂત ઓપનિંગ કલેક્શન મળ્યું છે.
ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રિલીઝ થયેલી ‘ઈક્કીસ’ને સારી સંખ્યામાં એડવાન્સ બુકિંગ (Advance booking) મળ્યા. રાષ્ટ્રીય સિનેમા ચેઇન્સમાં લગભગ 35 હજાર ટિકિટો અગાઉથી બુક કરવામાં આવી હતી. એવો અંદાજ હતો કે, આ બુકિંગ સાથે ફિલ્મ આશરે 5 કરોડનું કલેક્શન કરી શકે છે. પરંતુ આ ફિલ્મે અપેક્ષા કરતાં ઘણી સારી શરૂઆત કરી છે. ફિલ્મ ઈક્કીસે પ્રથમ દિવસે 7 કરોડથી વધુના ચોખ્ખા કલેક્શન સાથે ઓપનિંગ કર્યું હતું. રણવીર સિંહની "ધુરંધર" ફિલ્મની બોક્સ ઓફિસ સફળતાને ધ્યાનમાં રાખીને આ શાનદાર ઓપનિંગ કલેક્શન ખાસ કરીને નોંધપાત્ર છે. પાંચમા અઠવાડિયામાં, "ધુરંધર" હજુ પણ નવી રિલીઝ થયેલી "21" કરતા લગભગ 40% વધુ શો ધરાવે છે. આમ છતાં, ‘ઈક્કીસ’ નું ઓપનિંગ કલેક્શન (Opening Collection) ચોક્કસપણે ફિલ્મની મજબૂતાઈ દર્શાવે છે. તે એ પણ દર્શાવે છે કે લોકોએ ‘ઈક્કીસ’ ને સ્વીકારી લીધું છે.
અક્ષય-કાર્તિકની ફિલ્મો કરતાં વધુ સારી શરૂઆત કરી
2025 ની લોકપ્રિય બોલીવુડ ફિલ્મો પર નજર કરીએ તો, કાર્તિક આર્યન (Kartik Aaryan) ની 'તુ મેરી મેં તેરા', અજય દેવગણ (Ajay Devgan) ની 'સન ઓફ સરદાર 2', અને અક્ષય કુમાર (Akshay Kumar) ની 'કેસરી ચેપ્ટર 2' એ 70 મિલિયનથી 80 મિલિયન રૂપિયાની વચ્ચે ઓપનિંગ કરી હતી. સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) ની 'પરમ સુંદરી' અને રાજકુમાર રાવ (Rajkumar Rao) ની 'ભૂલ ચૂક માફ' પણ આ જ સ્તરની આસપાસ ઓપનિંગ કરી હતી. પરંતુ આ બધી ફિલ્મોમાં એવા સ્ટાર્સ હતા જેઓ ‘ઇક્કીસ’ ના મુખ્ય અભિનેતા અગસ્ત્ય કરતા ઘણા વધુ લોકપ્રિય હતા. તેમની પાસે વધુ ઓપનિંગની ક્ષમતા હતી. અને તેમની ફિલ્મોને ‘ઈક્કીસ’ કરતા વધુ સારી રિલીઝ મળી હતી.
‘ઈક્કીસ’ફિલ્મને શા માટે જોરદાર શરૂઆત મળી?
અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાએ ‘ઈક્કીસ’ ફિલ્મથી બોલીવૂડ (Bollywood) માં ફિલ્મી કરિયરની શરૂઆત કરી છે. તેણે અરુણ ખેત્રપાલની મુખ્ય ભૂમિકા ભજવી છે. બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર, જેમનું તાજેતરમાં અવસાન થયું છે, તેમણે અરુણના પિતાની ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો-----IPL 2026 પહેલા શાહરુખ ખાન મુશ્કેલીમાં! બાંગ્લાદેશી ખેલાડીની ખરીદી પર સંતો અને નેતાઓ લાલઘૂમ, બહિષ્કારની ચીમકી
આ પણ વાંચો----- ભાજપના આ ફાયરબ્રાન્ડ નેતાએ શાહરૂખ ખાન પર આપ્યું મોટું નિવેદન,રાજકારણ ગરમાયું


