Bollywood News : શું બોલિવૂડના મ્યુઝિક માસ્ટર પ્રીતમ સંગીતથી લેશે બ્રેક? જન્મદિવસ પરની પોસ્ટથી ચાહકોમાં ચિંતા
Bollywood News : બોલિવૂડના જાણીતા સંગીતકાર પ્રીતમ ચક્રવર્તીએ પોતાના 55મા જન્મદિવસે શેર કરેલી એક ખાસ સોશિયલ મીડિયા પોસ્ટથી ચાહકોમાં ચર્ચા જગાવી છે. જીવનમાં નવી સફર શરૂ કરવાની અને લાંબા સમયથી બાકી રહેલા સપનાઓ પૂરા કરવાની વાત કરતા તેમણે વિરામ લેવાના સંકેત આપ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, સંગીતમાંથી નિવૃત્તિ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
Advertisement
Bollywood News : બોલિવૂડના દિગ્ગજ અને લોકપ્રિય સંગીતકાર (Music Composer) પ્રીતમ ચક્રવર્તી (Pritam Chakraborty) હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. 14 જૂનના રોજ પ્રીતમ પોતાનો 55મો જન્મદિવસ (Birthday) મનાવી રહ્યા હતા ત્યારે તેમને ચોતરફથી શુભેચ્છાઓનો વરસાદ મળ્યો હતો. ચાહકો અને ઇન્ડસ્ટ્રીના મિત્રોએ તેમના સંગીત પ્રત્યેના યોગદાનને બિરદાવતા સંદેશા પાઠવ્યા હતા. જોકે, પ્રીતમે આ તમામ પ્રેમ અને શુભેચ્છાઓનો આભાર માનવા માટે જે સોશિયલ મીડિયા પોસ્ટ (Social Media Post) શેર કરી, તેણે ચાહકોના દિલમાં એક મોટી ચિંતા પેદા કરી દીધી છે, અને તેમના સંગીતમાંથી નિવૃત્તિ (Retirement) કે લાંબા વિરામ (Break) અંગે અટકળો શરૂ થઈ ગઈ છે.

