Kriti Sanon ની ફિલ્મના સોંગ 'Raanjhan' માં મ્યુઝિકની ચોરી, KMKZનો આરોપ
- ભારતીય કલાકારો પર વધુ એક વખત સંગીત ચોરીનો આરોપ લાગ્યો
- રાંઝણ સોંગનું બીટ મ્યુઝિક વિદેશી કલાકારના સોંગમાંથી ઉઠાવ્યું
- આર્ટિસ્ટે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો
Music Theft : કૃતિ સેનન (Kriti Sanon) અને કાજોલ (Kajol Devghan) ની ફિલ્મ 'દો પટ્ટી' (Do Patti - Bollywood Film) ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગઈ છે. આ વખતે ફિલ્મના ગીત 'રાંઝણ' (Raanjhan Song - Music Theft) પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સંગીત નિર્માતા સચેત અને પરંપરા (Sachet - Parampara) પર ગીતના બીટ્સ ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જાણો કયા સંગીતકારે આ આરોપ લગાવ્યો હતો અને કયા ગીતની નકલ કરવામાં આવી હતી?
KMKZનો આરોપ - ચોરીના સૂર કે સર્જકની ભૂલ ?
વિદેશી સંગીતકાર KMKZ એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, અને દાવો કર્યો છે કે, 'રાંઝણ' ગીતના બેઝ 'બીટ્સ' બે વર્ષ પહેલાં રિલીઝ થયેલા તેમના પોતાના ટ્રેક 'ગુડબાય' માંથી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, સંગીતકાર સચેત અને પરંપરાએ તેમના ગીતમાં ક્રેડિટ આપ્યા વિના સમાન સૂરનો ઉપયોગ કર્યો છે. જો કે, દો પટ્ટી અથવા ટી-સિરીઝના નિર્માતાઓએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
જવાબ આપવાના પ્રયાસો નિષ્ફળ ગયા
KMKZ એ આ સાબિત કરવા માટે Spotify પર 'રાંઝણ' ના 29 કરોડથી વધુ સ્ટ્રીમ્સનો પણ ઉલ્લેખ કર્યો છે. આ આધારે, તેમણે ટી-સીરીઝ અને સચેત-પરંપરાને કાનૂની ક્રેડિટ અને યોગ્ય આદર માટે વિનંતી કરતા ઇમેઇલ્સ મોકલ્યા, પરંતુ તેમના ઇમેઇલ્સનો જવાબ આપવામાં આવ્યો ન્હતો. આ અંગે, તેમણે એક વિડિઓ દ્વારા પોતાની માંગણીઓ ફરી દોહરાવી છે.
સ્પષ્ટ નિવેદનની રાહ
આ વિવાદે ફિલ્મના સંગીતકારો અને નિર્માતાઓ પર પ્રશ્નો ઉભા કર્યા છે, અને હવે ટી-સીરીઝ તરફથી કોઈ પ્રતિભાવ અથવા સ્પષ્ટ નિવેદનની રાહ જોવાઈ રહી છે. તે જ સમયે, આ મુદ્દો ફરી એકવાર ચાહકો અને સંગીત પ્રેમીઓમાં કૉપિરાઇટ અને સર્જનાત્મક અધિકારો પર ચર્ચાને ગરમ કરી રહ્યો છે.
આ પણ વાંચો ----- Bollywood માં દબદબો ધરાવતા ખાન, કપુર અને બચ્ચન પરિવારમાં વધુ એક નામ જોડાયું