Pati Patni Aur Woh Do : 100 કરોડ ક્લબનો કિંગ Ayushmann Khurrana જાદુ વિખેરવા તૈયાર
- Pati Patni Aur Woh Do ટૂંક સમયમાં થિએયરમાં જોવા મળશે
- અયુષ્યમાન ખુરાના પારિવારિક મનોરંજન સાથે ફરી પડદે દેખાશે
- અભિનેતાની અનેક ફિલ્મો 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ચૂકી છે
Pati Patni Aur Woh Do : આયુષ્માન ખુરાનાની (Bollywood Star - Ayushmann Khurrana) 'ડ્રીમ ગર્લ 2' (Dream Girl 2) અને 'થમ્મા' (Thamma) જેવી એક પછી એક સફળ કોમેડી ફિલ્મોએ કમાણીમાં રૂ. 100 કરોડ આંકડો પાર કર્યો છે, આ બાદ આયુષ્માન ખુરાનાએ હવે આગામી ફિલ્મ 'પતિ પત્ની ઔર વો દો' ની રિલીઝની તૈયારી શરૂ કરી દીધી છે. આ એક શાનદાર કોમેડી ફિલ્મ છે, જે દર્શકોને હાસ્ય, અરાજકતા અને સંપૂર્ણ મનોરંજનનો ડોઝ આપશે, તેવું નિર્માતાનું માનવું છે. આ ફિલ્મમાં, આયુષ્માન પોતાના ખાસ અંદાજમાં પારિવારિક મનોરંજન ફિલ્મનો ભાગ બનશે.
Pati Patni Aur Woh Do, દર્શકો જોડે ઊંડું જોડાણ
વર્ષોથી, આયુષ્માન ખુરાનાએ વ્યાપારી સફળતા અને દર્શકોને સ્પર્શતી કહાનીઓ વચ્ચે સંતુલન જાળવીને ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. મધ્યમ વર્ગના હીરોને આઇકોનિક બનાવવાથી લઈને અગ્રણી ઓફબીટ મનોરંજનકારો સુધી, આયુષ્માન ખુરાના સતત એવી ફિલ્મો આપી રહ્યા છે, જે મેટ્રો શહેરો, નાના શહેરો અને કૌટુંબિક દર્શકો સાથે ઊંડું જોડાણ ધરાવે છે.
View this post on Instagram
આ પણ વાંચો - અક્ષય કુમાર ફરી પોતાના આઇકોનિક અંદાજમાં, ‘Welcome to the Jungle’નો નવો લુક રિલીઝ
Pati Patni Aur Woh Do, ચાહકો અને ફિલ્મ જગતને ઘણી અપેક્ષાઓ
'ડ્રીમ ગર્લ 2' વર્ષના સૌથી મોટા થિયેટર મનોરંજનકારોમાંના એક તરીકે ઉભરી આવી હતી, તો 'થામા' એ બોક્સ ઓફિસ પર આયુષ્માનની મજબૂત પકડને વધુ સાબિત કરી હતી. આવી પરિસ્થિતિમાં ચાહકો અને ફિલ્મ જગતને 'પતિ પત્ની ઔર વો દો' પાસેથી પણ ઘણી અપેક્ષાઓ છે.
આખો પરિવાર થિયેટરમાં આવી શકે છે
આ તકે આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે, "હું હંમેશા માનતો આવ્યો છું કે, દર્શકો માટે કન્ટેન્ટ જ રાજા છે. મારો હંમેશા પ્રયાસ રહ્યો છે કે, એવી કહાની કહીએ જે મનોરંજન કરે, લોકોને મોટેથી હસાવે અને એક થિયેટરનો યાદગાર અનુભવ આપે. 'પતિ પત્ની ઔર વો દો' સાથે, અમે એક મોટા પડદા પરની મનોરંજક ફિલ્મ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ, જેનો આખો પરિવાર સાથે મળીને આનંદ માણી શકે. આ ફિલ્મની સ્ક્રિપ્ટે મને તરત જ આકર્ષિત કરી દીધો હતો, કારણ કે, તેને જોવા આખો પરિવાર થિયેટરમાં આવી શકે છે."
બધાની નજર આયુષ્માન ખુરાના પર
'પતિ પત્ની ઔર વો દો' 15 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે, ત્યારે હવે બધાની નજર આયુષ્માન ખુરાના પર છે, જે કોમેડી અને પારિવારિક મનોરંજન સાથે બોક્સ ઓફિસ પર પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખવા માટે તૈયાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો - Cannes 2026: Aishwarya Rai કેમ ગાયબ? લોરિયલની જાહેરાતમાં માત્ર આલિયા ભટ્ટના પોસ્ટર જોઈ ફેન્સ નારાજ!


