Situationship અંગે પતિએ લવારી કરતા Rakaul Preet Singh એ ક્લાસ લીધો !
- Situationship ને લઇને જેકી ભગનાની વિવાદમાં સપડાયા
- એક ઇન્યરવ્યુ દરમિયાન જેકીએ સિચ્યુએશનશીપ અંગે વાત કહી
- પરિણીત હોવા છતાં આ શબ્દનો ઉપયોગ કરતા મધપૂડો છંછેડાયો
Situationship : બોલીવુડના સૌથી ક્યૂટ કપલ્સમાંના (Cute Bollywood Couple) એક રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) અને જેકી ભગનાની (Jackky Bhagnani) હાલમાં સોશિયલ મીડિયા પર સમાચારમાં છે. આનું કારણ જેકીનું નિવેદન છે, જેમાં તેણે પોતાના લગ્નને "સિચ્યુએશનશીપ" ગણાવ્યું હતું. આનાથી ઇન્ટરનેટ પર ખૂબ જ હંગામો મચી ગયો હતો. હવે, રકુલે આ સમગ્ર મામલા પર ખૂબ જ રમુજી પ્રતિક્રિયા આપી છે, જેના ચાહકોમાં બે ફાડા થઈ ગયા છે.
Situationship, માફ કરશો
રકુલે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, તે તેના પતિ જેકીને રમતિયાળ રીતે ઠપકો આપતી જોવા મળે છે. નજીકમાં ઉભેલો જેકી પોતાની ભૂલ સ્વીકારે છે, તેના કાન પકડીને નિર્દોષતાથી કહે છે, "માફ કરશો ! પણ મેં એવું કહ્યું નહોતું, મારો મતલબ એવો નહોતો."
#RakulPreet & #JackkyBhagnani addressing the “situationship” controversy in a fun way 😂🤣
Jackky should say "Sorry" for the recent movies he produced before that situationship comment 😅😭 pic.twitter.com/ooOGMnDgvo
— Random Cine Mood (@RandomCineMood) April 26, 2026
આ પણ વાંચો - Khalnayak Returns : 33 વર્ષ બાદ સંજય દત્તની 'ખલનાયક'ના પાત્ર સાથે પડદે વાપસી
Situationship, હસો અને આગળ વધો
રકુલ જવાબ આપે છે, "મને ખબર છે, પણ દુનિયાને ખબર હોવી જોઈએ ! સારું, કારણ કે, લોકો તેને ઉછાળવાનું બંધ કરી રહ્યા નથી, તેથી અમે વિચાર્યું કે આપણે પોતે તેના પર સારી રીતે હસશું !" વીડિયોના કેપ્શનમાં, રકુલે લખ્યું, "તમારૂ થઇ ગયું... તેના પર હસો અને આગળ વધો."
ઇન્ટરવ્યુ બાદથી વિવાદ થયો
અગાઉ, રકુલે સોશિયલ મીડિયા પર આ મુદ્દાને ખોટી રીતે રજૂ કરનારાઓને પણ ઠપકો આપ્યો હતો. તેણીએ લખ્યું હતું કે, કેવી રીતે એક કલાક લાંબી વાતચીતમાંથી એક જ વાક્યને લઈને હેડલાઇન બનાવવામાં આવે છે. આ સમગ્ર નાટક એક યુટ્યુબ ચેનલ પરના ઇન્ટરવ્યુથી શરૂ થયું હતું. જ્યારે જેકીને તેમના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, "રકુલ અને હું પરિણીત છીએ, પરંતુ અમે એક "સિચ્યુએશનશીપ"માં પણ છીએ."
ડેસ્ટિનેશન વેડિંગ સાથે લગ્ન કર્યા હતા
જેકીએ કહ્યું કે, પતિ-પત્ની હોવા ઉપરાંત, તેઓ ખૂબ જ નજીકના મિત્રો પણ છે, તેમની વચ્ચે કોઈ પડદો નથી. પરંતુ આધુનિક ભાષાનો દુરુપયોગ તેમના માટે મોંઘો સાબિત થયો. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ ફેબ્રુઆરી 2024 માં ગોવામાં એક ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. હવે, તેમના લગ્નના થોડા મહિના પછી, તેમની મીઠી મજાક ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - Playback Singer એ ત્રણ મહિનામાં ત્રીજી વખત કરોડોની મિલકત વસાવી !


