સ્ટાર કિડ્સની ફિલ્મ પર સિંગરની એક્ટીંગ ભારી, આપી જોરદાર ટક્કર
BOLLYWOOD NEWS : તાજેતરમાં આમીર ખાનના પુત્ર જુનૈદ ખાન (AAMIR KHAN SON JUNAID KHAN) અને શ્રીદેવી અને બોની કપુરની પુત્રી ખુશી કપુરની (SRIDEVI DAUGHTER KHUSHI KAPOOR) રોમેન્ટીક કોમેડી ફિલ્મ લવયાપા (STAR KIDS STARRER LOVEYAPA FILM) રીલીઝ થઇ છે. તેની સાથે જ સિંગર અને કમ્પોઝર હિમેશ રેશમિયાની બેડ એસ રવિ કુમાર (HIMESH RESHAMMIYA MOVIE BADASS RAVI KUMAR) પણ રીલીઝ થઇ છે. અત્યાર સુધીમાં દર્શકોની ચાહના અને ફિલ્મ કલેક્શનમાં બેડએસ રવિકુમાર ભારે ટક્કર આપી રહી હોય તેમ લાગી રહ્યું છે. રજામાં આ કલેક્શન તગડું થાય તેવી મેકર્સની આશા છે. આમ સ્ટાર કિડ્સની ફિલ્મ પર સિંગરની એક્ટીંગ હાલ પુરતી ભારે પડી રહી હોય તેમ લાગી રહ્યું છે.
હિમેશ રેશમિયા તરફની લોકચાહના વધુ
લવયાપા ફિલ્મ રોમેન્ટીક કોમેડી છે. જ્યારે હિમેશ રેશમિયાની ફિલ્મ મ્યુઝિકલ, એક્શન - કોમેડી ફિલ્મ છે. સોશિયલ મીડિયા પર તો બંને ફિલ્મોનો સારા રીવ્યુ મળી રહ્યા છે. પરંતુ ફિલ્મનું કલેક્શન હિમેશ રેશમિયા તરફની લોકચાહના વધુ હોવાના સંકેતો આપી રહ્યું છે. પ્રાપ્ત આંકડા અનુસાર, હિમેશ રેશમિયાની ફિલ્મે અત્યાર સુધીમાં રૂ. 2.75 કરોડની કમાણી કરી છે. જ્યારે લવયાપા માત્ર રૂ. 1.25 કરોડ સુધી જ પહોંચી શક્યું છે.
અગાઉની ફિલ્મો દર્શકોના દિલમાં જોઇએ તેવી જગ્યા બનાવી શકી ન્હતી
હિમેશ રેશમિયા એક સફળ સિંગર અને કમ્પોઝર છે. અગાઉ પણ તેઓની અનેક ફિલ્મ આવી ચુકી છે. જે દર્શકોના દિલમાં જોઇએ તેવી જગ્યા બનાવી શકી ન્હતી. પરંતુ બેડએસ રવિ કુમાર ફિલ્મનું સારૂ શરૂઆતી પ્રદર્શન જોતા હિમેશ રેશમિયાની વધુ ફિલ્મો આવનાર સમયમાં આવી શકે છે.
આ પણ વાંચો --- Big B : અમિતાભ બચ્ચને કેમ કહ્યું કે I am feeling helpless ?