બોલિવૂડના દિગ્ગજ અભિનેતાને આવ્યો Heart Attack! હોસ્પિટલમાં કરાયા દાખલ
- એક્ટર ટીકુ તલસાણિયાને આવ્યો હાર્ટ એટેક
- ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ
- મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા
- ગુજરાતી ફિલ્મના પ્રીમિયર સમયે તબિયત લથડી
- હાલ ડૉક્ટર્સની સતત દેખરેખમાં સારવાર ચાલુ
- અનેક ગુજરાતી ફિલ્મો, નાટકોમાં કર્યુ છે કામ
Tiku Talsania Health Update : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ટીકુ તલસાનીયાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, તેમની તહિયત અચાનક બગડી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની તબિયત સારી ન હતી જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના હોસ્પિટલમાં દાખલ થવાનું મુખ્ય કારણ હૃદયરોગનો હુમલો હોવાનું કહેવાય છે, પરંતુ ડોકટરો હજુ પણ તેમની તબિયત બગડવાનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
અભિનેતા ટીકુ તલસાનિયા, જે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં તેમના કોમિક ટાઇમિંગ માટે પ્રખ્યાત છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, તેમને હાર્ટ એટેક આવ્યો છે. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ, ટીકુ તલસાનિયાની તબિયત સારી ન હતી, ત્યારબાદ તેમને મુંબઈની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. ફક્ત એટલું જ જાણવા મળ્યું છે કે તેમની હાલત હજુ પણ ગંભીર છે. જણાવી દઈએ કે ટીકુ તલસાનિયા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના અનુભવી કલાકારોમાંના એક છે. તેમના સ્વાસ્થ્ય સંબંધિત આઘાતજનક સમાચાર આવતા જ અભિનેતાના ચાહકો પણ ચિંતિત થઈ ગયા. હાલમાં અભિનેતા હોસ્પિટલમાં દાખલ છે. ચાહકો તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.
કારકિર્દીની શરૂઆત ટીવી શો 'યે જો હૈ જિંદગી' થી કરી
ટીકુ તલસાનિયાએ બોલિવૂડમાં ઘણી ફિલ્મો કરી છે. જોકે, તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ટીવી શો 'યે જો હૈ જિંદગી' થી કરી હતી. તેમની યાદગાર ફિલ્મોમાંની એક 'ઇશ્ક' છે, જેમાં તેઓ સુપરસ્ટાર આમિર ખાન સાથે જોવા મળ્યા હતા. 1997માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં આમિર ખાન, અજય દેવગન, જુહી ચાવલા અને કાજોલ મુખ્ય ભૂમિકામાં હતા. 'ઇશ્ક' ઉપરાંત, ટીકુ તલસાનિયાએ 'કુલી નંબર 1', 'બડે મિયાં છોટે મિયાં', 'હંગામા', 'ધમાલ' અને 'અંદાઝ અપના અપના' જેવી ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે.
આ પણ વાંચો : સલમાન ખાને 7 વર્ષથી એક પણ સુપરહિટ ફિલ્મ નથી આપી, શું 'સિકંદર' 'ભાઈજાન'નું ભાગ્ય બદલશે?