ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kamini Kaushal: દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલે લીધા અંતિમ શ્વાસ, બોલિવૂડ ફિલ્મ જગતમાં શોક

Kamini Kaushal: બોલીવૂડની પ્રખ્યાત અભિનેત્રી કામિની કૌશલ હવે આપણી વચ્ચે નથી. તેમણે આજે 14 નવેમ્બરના રોજ 98 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કામિની કૌશલ છેલ્લે ફિલ્મ "કબીર સિંહ" માં જોવા મળ્યા હતા
04:43 PM Nov 14, 2025 IST | Hardik Shah
Kamini Kaushal: બોલીવૂડની પ્રખ્યાત અભિનેત્રી કામિની કૌશલ હવે આપણી વચ્ચે નથી. તેમણે આજે 14 નવેમ્બરના રોજ 98 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કામિની કૌશલ છેલ્લે ફિલ્મ "કબીર સિંહ" માં જોવા મળ્યા હતા
kamini kaushal death

Kamini Kaushal Death: બોલિવૂડફિલ્મોની સૌથી લોકપ્રિય અભિનેત્રી કામિની કૌશલ (Kamini Kaushal) નું આજે 14 નવેમ્બરે અવસાન થઈ ગયું છે. તેમને 98 વર્ષની વયે અંતિમ શ્વાલ લીધા છે. જેથી બોલિવૂડ( Bollywood) ફિલ્મ જગતમાં શોકનો માહોલ છે. કામિની કૌશલની કારકિર્દી 7 દાયકાથી વધુ લાંબી રહી છે. જેની શરૂઆત તેમની પ્રથમ ફિલ્મ "નીચા નગર" (1946)થી થઈ હતી, જેણે પ્રથમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો.

અનેક ફિલ્મમાં કર્યો અભિનય

કામિની કૌશલે અનેક ફિલ્મમાં શ્રેષ્ઠ કામ કર્યું હતુ. 1946 થી 1963 સુધી તેમણે નીચા નગર (1947), દો ભાઈ (1947), શહીદ (1948), નદિયા કે પાર (1948), ઝિદ્દી (1948), શબનમ (1949), પારસ (1949), નમુના (1949), આરઝૂ (1950), હરબ્રોહં (1950), જેવો (1950), જિદ્દી (1948), જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. સાથે જ બડે સરકાર (1957), જેલર (1958), નાઇટ ક્લબ (1958), અને ગોદાન (1963). 1963થી પણ ભૂમિકાઓ ભજવી છે. તેમની 'શહીદ' (1965), 'દો રાસ્તે' (1969), 'પ્રેમ નગર' (1974), 'મહા ચોર' (1976), અને 'અંહોની' (1973) જેવી ફિલ્મો હિટ રહી છે.

કામિની કૌશલનો જન્મ લાહોરમાં થયો હતો

કામિની કૌશલનો જન્મ 24 ફેબ્રુઆરી, 1927 ના રોજ બ્રિટિશ ભારતના લાહોરમાં થયો હતો. તે બે ભાઈઓ અને ત્રણ બહેનોમાં સૌથી નાની હતી. તેના પિતા લાહોરમાં પંજાબ યુનિવર્સિટીમાં વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસર હતા. તે ભારતીય વનસ્પતિશાસ્ત્રના પિતા ગણાતા પ્રોફેસર શિવરામ કશ્યપની પુત્રી હતી. કામિની કૌશલે 1946માં ફિલ્મ "નીચા નગર" થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ચિત્રનો પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની હતી અને પામ ડી'ઓર જીતનાર એકમાત્ર ભારતીય ફિલ્મ રહી છે.

કામિની કૌશલ 3 દાયકા સુધી સૌથી મોંઘી અભિનેત્રી રહી હતી

કામિની કૌશલ 1940 થી 1960ના દાયકા સુધી બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક હતી. 1956માં તેને "બિરાજ બહુ" માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. 2015માં ફિલ્મફેરે તેમને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાઈ હતી. 2020માં કામિની કૌશલને શાહિદ કપૂરની "કબીર સિંહ" માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે ફિલ્મફેર નોમિનેશન પણ મળ્યું.

 

આ પણ વાંચોઃ Cricket: પાકિસ્તાનનો બાંગ્લાદેશમાં મેચ રમવાનો ઇનકાર, જાણો શું છે કારણ!

Tags :
actressBollywoodFilmGujaratFirstGujarati NewsKamini KaushalVeteran
Next Article