Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Border 2 Movie News: 'સંદેશે આતે હૈ' ગીતના રીમેક પર અનુ મલિક કેમ ભડક્યા? જાણો પૂરો વિવાદ

જાન્યુઆરીમાં 'બોર્ડર-2'ની ગર્જના સંભળાય તે પહેલાં જ પડદા પાછળ એક મોટો વિવાદ છેડાઈ ગયો છે. 'સંદેશા આતે હૈ' ગીતના નવા સૂર રેલાતાની સાથે જ એક દિગ્ગજ કલાકારની નારાજગી સામે આવી છે. શું મેકર્સ ઓરિજિનલ ક્રિએટર્સના યોગદાનને ભૂલી રહ્યા છે? સન્માન અને ક્રેડિટની આ લડાઈ વચ્ચે નવા સિંગર્સની એન્ટ્રીએ ઉત્તેજના વધારી દીધી છે.
border 2 movie news   સંદેશે આતે હૈ  ગીતના રીમેક પર અનુ મલિક કેમ ભડક્યા  જાણો પૂરો વિવાદ
Advertisement
  • બોર્ડર-2 ના ગીત પર ક્રેડિટ વૉર: અનુ મલિક આક્રમક
  • ફિલ્મ રીલીઝ પહેલા જ 'સંદેશે આતે હૈ' પર વિવાદ
  • જૂના અને નવા કલાકારો વચ્ચે ક્રેડિટ ખેંચતાણ
  • અનુ મલિકે નિર્માતાઓ સામે નોંધાવી મોટી માંગ
  • નવા વર્ઝનમાં જાવેદ અખ્તરના નામ પર સવાલ

Border 2 Movie News : ભારતીય સિનેમાની સૌથી પ્રતિષ્ઠિત વોર ફિલ્મ 'બોર્ડર'ની સિક્વલ 'બોર્ડર-2' આગામી 23 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહી છે. ફિલ્મની જાહેરાત સાથે જ ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે, પરંતુ તેની સાથે જ એક નવો વિવાદ પણ વકર્યો છે. આ વિવાદનું મુખ્ય કેન્દ્ર છે ફિલ્મનું સુપરહિટ દેશભક્તિ ગીત 'સંદેશે આતે હૈ'.

તાજેતરમાં જ મેકર્સે આ ગીતના રીક્રિએટેડ વર્ઝનનું ટીઝર રિલીઝ કર્યું છે. આ નવા વર્ઝનને સંગીતકાર મિથુને અવાજ આપ્યો છે અને તેના શબ્દો મનોજ મુન્તશીરે લખ્યા છે. ઉલ્લેખનીય છે કે, 1997ની ઓરિજિનલ ફિલ્મમાં આ ગીત જાવેદ અખ્તર દ્વારા લખવામાં આવ્યું હતું અને તેનું યાદગાર સંગીત અનુ મલિકે તૈયાર કર્યું હતું. હવે નવા વર્ઝનમાં પોતાનું નામ ન જોઈને અનુ મલિકે નારાજગી વ્યક્ત કરી છે.

Advertisement

Advertisement

Border 2 Movie News : અનુ મલિકની ન્યાયની માંગ

એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં અનુ મલિકે સ્પષ્ટપણે જણાવ્યું કે, "આ ગીત મારી મહેનતનું ફળ છે. ભલે હું આ નવા વર્ઝનનો હિસ્સો નથી, પણ મેકર્સ મારું નામ ક્રેડિટમાં આપશે તેવી મને પૂરી શ્રદ્ધા છે. 'બોર્ડર' ફિલ્મની કલ્પના જાવેદ અખ્તરના શબ્દો અને મારા સંગીત વગર અધૂરી છે."

Border 2 Movie News : સોનુ નિગમ અને અરિજીત સિંહ પાસેથી અપેક્ષા

જોકે, અનુ મલિકે આ રીમેક પ્રત્યે હકારાત્મક અભિગમ પણ દાખવ્યો છે. તેમણે ઉમેર્યું કે જો આ ગીતમાં સોનુ નિગમ અને અરિજીત સિંહ જેવા દિગ્ગજ ગાયકોના અવાજ હશે, તો પરિણામ ચોક્કસપણે શાનદાર આવશે. અરિજીતનો જાદુઈ અવાજ અને સોનુ નિગમની ગાયકી ગીતને નવી ઊંચાઈ પર લઈ જશે.

નિર્માતાઓ સામે ક્રેડિટનો પડકાર

હવે જોવાનું એ રહેશે કે ફિલ્મ 'બોર્ડર-2'ના નિર્માતાઓ ભૂતકાળના આ મહાન રચનાકારોને કેવી રીતે સન્માન આપે છે. દેશભક્તિ સાથે જોડાયેલી લોકોની લાગણીઓને જોતા, ચાહકો પણ ઈચ્છી રહ્યા છે કે જૂના કલાકારોનું સન્માન જળવાઈ રહે.

આ પણ વાંચો : સાઉથ સુપરસ્ટાર મોહનલાલના માતા અને પીઢ અભિનેત્રી સંથાકુમારીનું નિધન

Tags :
Advertisement

.

×