Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Cannes 2026 : તુલસી માળા અને ગીતા સાથે ગાયિકા 'સંસ્કારી' બની પહોંચી

Cannes 2026 માં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો છવાયા છે, આરતી ખેતરપાલ મૂળભૂત રીતે ભજન ગાયિકા છે. 2018 માં, તેણીને મીકા સિંહના ગીત 'સામા' થી ઓળખ મળી હતી, પરંતુ પછીથી તેણીએ ગ્લેમરની દુનિયા છોડી દીધી હતી, અને ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો. અત્યાર સુધીમાં તેણીએ 3000 થી વધુ ભજન કાર્યક્રમો કર્યા છે. વૃંદાવનમાં રહેતી ગાયિકા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે.
cannes 2026   તુલસી માળા અને ગીતા સાથે ગાયિકા  સંસ્કારી  બની પહોંચી
Advertisement
  • Cannes 2026 માં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો છવાયા
  • ભક્તિગીત ગાયિકા આરતી ખેતરપાલે અનોખા વસ્ત્રોમાં એન્ટ્રી લીધી
  • તેણીએ ગ્લેમરની દુનિયા છોડીને ભક્તિનો માર્ગ પસંદ કર્યો

Cannes 2026 : કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026 ના (Cannes International Film Festival) રેડ કાર્પેટ પર ગ્લેમર વચ્ચે, ભારતીય સંસ્કૃતિ અને શ્રદ્ધાનું (Indian Culture) એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. ગ્રેમી નામાંકિત ગાયિકા આરતી ખેતરપાલે (Devotional Singer - Aarti Khetarpal) માત્ર ફેશનનું પ્રદર્શન કરવાની સાથે પોતાના મૂળ અને સનાતન ધર્મને પણ ગર્વથી રજૂ કર્યા હતો. તેનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અને લોકો તેને 'ફેશન અને ભક્તિનું સુંદર મિશ્રણ' કહી રહ્યા છે. ગાયિકના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, અને ચાહકો તેમના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Cannes 2026, મંત્રોના જાપ સાથે રેડ કાર્પેટ પર ચાલી

આરતી સુંદર સોનેરી રંગના લહેંગામાં જોવા મળી હતી. આ લહેંગા પર વૃંદાવન, મંદિર અને કૃષ્ણ ભક્તિની ઝલકની આધ્યાત્મિક છબીઓ સ્પષ્ટપણે દેખાતી હતી. આ લહેંગા ખાસ કરીને ભારતીય ધાર્મિક કલાને પ્રતિબિંબિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. તેણી ગળામાં તુલસીની માળા (Tulsi Mala), હાથમાં નાની ભગવદ ગીતા (Bhagwat Geeta) અને મંત્રોના જાપ સાથે રેડ કાર્પેટ પર ચાલી હતી. પોલ્કી ઘરેણાં, લાલ લિપસ્ટિક અને ખુલ્લા વાળ સાથે, તેનો આખો લુક શાહી લાગતો હતો.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Amavasya 2026 : આ વાતોનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો ભારે પડશે !

Cannes 2026, 3000 થી વધુ ભજન કાર્યક્રમો કર્યા

આરતી ખેતરપાલ મૂળભૂત રીતે ભજન ગાયિકા છે. 2018 માં, તેણીને મીકા સિંહના ગીત 'સામા' થી ઓળખ મળી હતી, પરંતુ પછીથી તેણીએ ગ્લેમરની દુનિયા છોડી દીધી હતી, અને ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો. અત્યાર સુધીમાં તેણીએ 3000 થી વધુ ભજન કાર્યક્રમો કર્યા છે. વૃંદાવનમાં રહેતી ગાયિકા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા સાથે સંબંધિત બાબતો શેર કરતી રહે છે.

વેદ વ્યાસજીનો આભાર માન્યો

પોતાની પોસ્ટમાં આરતીએ લખ્યું કે, કાન્સના ઇતિહાસમાં પહેલીવાર તેણે રેડ કાર્પેટ પર આ શૈલીમાં સનાતન ધર્મનું પ્રદર્શન કર્યું છે. તેમણે આ પ્રસંગ ભગવાન કૃષ્ણ, વૈષ્ણવ પરંપરા, ગુરુઓ અને સંતોને સમર્પિત કર્યો છે. વેદ વ્યાસજીનો આભાર માનતા તેમણે ભગવદ ગીતાનો પણ ઉલ્લેખ કર્યો છે. પરિવારનો આભાર માનતા આરતીએ કહ્યું કે, તેની માતાએ તેને કૃષ્ણ ભક્તિ શીખવી. આ વર્ષે તેમના પિતાની ફિલ્મ પણ કાન્સમાં બતાવવામાં આવી રહી છે, જે સમગ્ર પરિવાર માટે ગર્વની વાત છે.

આ પણ વાંચો - Bachchans And Cannes : અમિતાભ બચ્ચને ભારત અને ભાષા બંનેને શોભાવ્યા

Tags :
Advertisement

.

×