Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Urvashi Rautela: Cannes 2026 માં 1300 કરોડના લુકમાં છવાઈ બોલિવૂડ અભિનેત્રી, હોલીવૂડ પણ ચોંક્યું

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ચમકતા રેડ કાર્પેટ પર દર વર્ષે ગ્લેમરનો મેળો જામતો હોય છે, પરંતુ આ વખતે એક એવી ઘટના બની છે જેણે વૈશ્વિક ફેશન જગતમાં ભૂકંપ લાવી દીધો છે. એક જાણીતી ભારતીય સુંદરીએ એવો પોશાક અને કિંમતી ઘરેણાં ધારણ કર્યા છે, જેની કિંમત મોટા દેશોના બજેટ બરાબર છે. આ અકલ્પનીય લુક પાછળનું રહસ્ય શું છે? જાણો આ ખાસ અહેવાલમાં.
urvashi rautela  cannes 2026 માં 1300 કરોડના લુકમાં છવાઈ બોલિવૂડ અભિનેત્રી  હોલીવૂડ પણ ચોંક્યું
Advertisement
  • Cannes 2026 Urvashi Rautela: આ અભિનેત્રીનું 1300 કરોડનું ગ્લેમર
  • રેડ કાર્પેટ પર ઉર્વશીનો કરોડો રૂપિયાનો અવતાર
  • બોલિવૂડ સ્ટારનો અત્યાર સુધીનો સૌથી મોંઘો લુક
  • ઉર્વશીએ હોલીવૂડને પણ પાછળ છોડ્યું!

Cannes 2026 Urvashi Rautela: ફ્રાન્સમાં આયોજીત કાન્સ (Cannes) ફિલ્મ મહોત્સવમાં દરરોજ નવો ઇતિહાસ રચાય છે. આંતરરાષ્ટ્રીય મીડિયા (International Media) અત્યારે માત્ર એક જ વ્યક્તિના લુક વિશે ચર્ચા કરી રહ્યું છે. આ આકર્ષક દેખાવ પાછળ એટલી મોટી રકમ ખર્ચવામાં આવી છે કે જેની કલ્પના કરવી પણ સામાન્ય માણસ માટે મુશ્કેલ છે. આ મંચ પર ગ્લેમરસ ગર્લ્સ (Glamorous Girls) વચ્ચે હંમેશા હરીફાઈ રહેતી હોય છે, પરંતુ આ વખતે બધી મર્યાદાઓ ઓળંગાઈ ગઈ છે. ત્યારે આવા અધધ ખર્ચા કરવામાં બોલિવૂડ પણ પાછળ નથી. બોલિવૂડની એક અભિનેત્રીએ પોતાના સૌથી મોંઘા લુકથી સૌ કોઈને ચોંકાવી દીધી હતા.

Cannes 2026 Urvashi Rautela_GUJARAT 0

Advertisement

Cannes 2026 Urvashi Rautela: આંતરરાષ્ટ્રીય મંચ પર ગ્લેમરસ અંદાજની ભારે ચર્ચા

વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ મહોત્સવમાં દર વર્ષે અવનવી ફેશન જોવા મળે છે. ફ્રાન્સના કાન્સ શહેરમાં આયોજિત આ વૈશ્વિક સમારોહમાં આ વખતે પણ હસીનાઓ પોતાના બોલ્ડ અને યુનિક આઉટફિટ (Outfit) થી ધમાકો કરી રહી છે. આ વૈશ્વિક મંચ પર હંમેશા ફેશન આઇકોન (Fashion Icon) ગણાતી ગ્લેમર ગર્લ્સ વચ્ચે ભારે સ્પર્ધા જોવા મળતી હોય છે. આ વર્ષે પણ લાઈમલાઈટ મેળવવા માટે સુંદરીઓએ ખાસ તૈયારીઓ કરી રાખેલી હતી. ઇન્ટરનેશનલ મીડિયામાં અત્યારે એક એવા અદભુત દેખાવની ચર્ચા ચાલી રહી છે જેની કિંમત સાંભળીને સારા સારા લોકોના હોશ ઉડી ગયા છે.

Advertisement

આ પણ વાંચો---- Cannes Film Festival: કાન્સમાં ગુંજ્યો ગુજરાતનો અવાજ, 'લાલો' ફિલ્મે વૈશ્વિક મંચ પર રચ્યો ઇતિહાસ

Cannes 2026 Urvashi Rautela: ઐશ્વર્યા અને આલિયા ભટ્ટ પણ રેસમાં પાછળ

સામાન્ય રીતે જ્યારે પણ આ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય સુંદરીઓની વાત આવે ત્યારે લોકોના મગજમાં ઐશ્વર્યા રાય (Aishwarya Rai) અથવા આલિયા ભટ્ટ (Alia Bhatt) નું નામ જ પ્રથમ આવે છે. આ બંને ગ્લેમરસ સ્ટાર્સે ભૂતકાળમાં પણ ઘણા શાનદાર પ્રદર્શન કર્યા છે. આ વખતે આ બંને લોકપ્રિય કલાકારોની હાજરી વચ્ચે ઉર્વશી રૌતેલાએએ આખી બાજી પલટી નાખી છે. કરોડો રૂપિયાના બજેટ ધરાવતી ફિલ્મો પણ ટૂંકી પડે તેટલો ખર્ચો આ સુંદરીએ પોતાના માત્ર એક જ દિવસના લુક પાછળ કરી નાખ્યો છે. આ આંકડો બોલિવૂડ (Bollywood) ના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ગણવામાં આવી રહ્યો છે.

Cannes 2026 Urvashi Rautela_GUJARAT 01

Cannes 2026 Urvashi Rautela: અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો 1300 કરોડનો ઐતિહાસિક લુક

આ અતિ વૈભવી લુક પાછળ બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) નું નામ જોડાયેલું છે. આ સુંદરીના આખા લુકની કુલ અંદાજિત કિંમત 155.9 મિલિયન ડોલર (Dollar) એટલે કે અંદાજે 1300 કરોડ રૂપિયા કરતાં પણ વધારે આંકવામાં આવી છે. આ ફેશન દેખાવ માટે જાણીતા ડિઝાઈનર માઈકલ સિન્કો (Michael Cinco) દ્વારા એક ખાસ ગાઉન તૈયાર કરવામાં આવ્યું હતું. આ મોંઘા આઉટફિટમાં મેક્સિકન આર્ટથી પ્રેરિત મોઝેક ડિઝાઈન બનાવવામાં આવી હતી. આ અદભુત આઉટફિટની કિંમત જ માત્ર 4.8 મિલિયન ડોલર એટલે કે અંદાજે 46 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આ સાથે હાથમાં રાખવામાં આવેલું પોપટની ડિઝાઈન વાળું ખાસ ક્લચ (Clutch) પણ 50,000 ડોલરથી વધુ કિંમતનું હતું.

Cannes 2026 Urvashi Rautela: દુર્લભ હીરાની જ્વેલરીનું આકર્ષણ

આ લુક આટલો મોંઘો બનવા પાછળનું અસલી કારણ તેની સાથે પહેરવામાં આવેલી જ્વેલરી (Jewellery) છે. આ સુંદરીએ વિશ્વના સૌથી મોંઘા અને દુર્લભ હીરાના દાગીના ધારણ કર્યા હતા. જેમાં મોસાઈફ રેડ ડાયમંડ, ઓપનહાઇમર બ્લુ ડાયમંડ, ડ્રેસ્ડેન ગ્રીન ડાયમંડ અને ટિફની યલો ડાયમંડ જેવા અમૂલ્ય હીરા સામેલ હતા. આ તમામ કિંમતી હીરાની કુલ બજાર કિંમત જ 151 મિલિયન ડોલર જેટલી મોટી છે. આ તમામ બાબતો ભેગી થઈને આ આખા દેખાવને દુનિયાનો સૌથી મોંઘો ફેશન લુક બનાવે છે. આ ભારેભરખમ કિંમત ભારતની ઘણી સુપરહિટ ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન (Box Office Collection) કરતાં પણ ઘણી વધારે છે.

આ પણ વાંચો---- Premanand Maharaj ના ધામમાં પહોંચ્યા કૈલાશ ખેર, ભજન ગાતા વાહવાહી

 

Tags :
Advertisement

.

×