બોલિવૂડના ઓરિજિનલ એક્શન સ્ટાર અજય દેવગનની ધમાકેદાર વાપસી
અજય દેવગન અને સૈન્યની વર્દીનો સમન્વય હંમેશા ભારતીય સિનેમાના ચાહકો માટે રોમાંચની ગેરંટી રહ્યો છે. ડાયરેક્ટર નીરજ યાદવના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'ચૌહાણ' નું અઢી મિનિટ લાંબુ પ્રમોશનલ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ વિડીયોની શરૂઆત કાશ્મીર ખીણમાં થતી હિંસક પથ્થરબાજીના હાઈ-વોલ્ટેજ દ્રશ્યોથી થાય છે . બેકગ્રાઉન્ડમાં અજય દેવગનનો પાવરફુલ અવાજ સંભળાય છે, જે નરેશન દ્વારા જણાવે છે કે છેલ્લા 75 વર્ષથી કાશ્મીરની વણસેલી પરિસ્થિતિએ ભારતીય સૈનિકોના જીવનને સતત મુશ્કેલીમાં મૂક્યું છે.
આગામી વર્ષની સૌથી મોટી ફિલ્મ બનવાના સંકેત
આ અનાઉન્સમેન્ટ વીડિયોને તદ્દન માસ-ભૌકાલ શૈલીમાં શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક પથ્થરબાજ લાઉડસ્પીકર દ્વારા તેના સાથીઓને દર શુક્રવારે (જુમ્મે) પથ્થરબાજી કરવા માટે ઉશ્કેરતો જોવા મળે છે. બરાબર તે જ સમયે વાર્તામાં અજય દેવગનની દમદાર એન્ટ્રી થાય છે, જે આ એક્શન ફિલ્મને આગામી વર્ષની સૌથી મોટી ફિલ્મ બનાવવાનો સંકેત આપે છે.
જુમ્મા ચુમ્મા ગીત સાથે અજય દેવગનનો ડેવિલ માસ્ક અવતાર
ફિલ્મમાં અજય દેવગનની એન્ટ્રીનો સીન અદભુત અને જોરદાર સરપ્રાઈઝથી ભરેલો છે. તે એક પોર્ટેબલ મ્યુઝિક સિસ્ટમ સાથે ચાલીને આવે છે, જેના પર અમિતાભ બચ્ચનનું આઇકોનિક ગીત 'જુમ્મા ચુમ્મા' વાગી રહ્યું હોય છે. ભારતીય સેનાની વર્દી પહેરેલા અજય દેવગન પૂરા સ્વેગ સાથે આગળ વધે છે અને શાંતિથી પોતાના હાથની ઘડિયાળ ખોલે છે.
વીડિયોમાં અજયનો ચહેરો જાહેર કરાયો નથી
જોકે, ચાહકોની ઉત્સુકતા વધારવા માટે મેકર્સે આ વિડીયોમાં અજયનો આખો ચહેરો જાહેર કર્યો નથી. તેમના અડધા ચહેરા પર એક વિશિષ્ટ 'ડેવિલ માસ્ક' બંધાયેલો જોવા મળે છે. પરંતુ અજય દેવગનની તીક્ષ્ણ અને ઇન્ટેન્સ આંખો જોઈને જ ફેન્સ તેમને સરળતાથી ઓળખી લે છે. ફિલ્મ રિલીઝ થવામાં હજુ ઘણો સમય બાકી છે, પરંતુ આ અનાઉન્સમેન્ટ વિડીયોએ અત્યારથી જ ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે.
20 વર્ષ પછી આર્મી યુનિફોર્મમાં ધમાકો અને ફિલ્મની ઓફિશિયલ રિલીઝ ડેટની સંપૂર્ણ વિગતો
અજય દેવગનના કરિયરની વાત કરીએ તો તે અંદાજે 20 વર્ષના લાંબા સમયગાળા પછી ફરી એકવાર ઇન્ડિયન આર્મીના યુનિફોર્મમાં સ્ક્રીન પર દેખાશે . આ પહેલા તેમણે વર્ષ 2005 માં આવેલી ફિલ્મ 'ટેંગો ચાર્લી' માં આર્મી ઓફિસરની વર્દી પહેરી હતી. ત્યારબાદ તેમણે 'સિંઘમ' સિરીઝમાં પોલીસ ઓફિસર અને 'ભુજ' ફિલ્મમાં એરફોર્સ ઓફિસરના પાત્રો ભજવ્યા છે, પરંતુ આર્મી લાઈફનો આ ક્રેઝ લાંબા સમય પછી જોવા મળશે.
સુપર હીટ ફિલ્મો આપનાર છે પ્રોડ્યૂસર
આ પાવરફુલ દેશભક્તિ ફિલ્મને સુપરહિટ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' જેવી ફિલ્મો આપનાર જાણીતા પ્રોડક્શન હાઉસ જિયો સ્ટુડિયોઝે પ્રોડ્યુસ કરી છે. પ્રોડ્યુસર્સની યાદીમાં આનંદ એલ રાય અને જ્યોતિ દેશપાંડે જેવા મોટા નામો સામેલ છે. મેકર્સ દ્વારા આ પાવરફુલ માસ એક્શન ફિલ્મ માટે 1 ઓક્ટોબર 2027રિલીઝ ડેટ ફાઈનલ કરવામાં આવી છે. કાશ્મીરની પૃષ્ઠભૂમિ અને સૈનિકોના સંઘર્ષની આ વાર્તા બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સર્જે તેવી પૂરી સંભાવના છે.
આ પણ વાંચો : Mirzapur The Movie Teaser : મિર્ઝાપુર ફિલ્મનું ધમાકેદાર ટીઝર રિલીઝ, કાલીન-મુન્ના અને ગુડ્ડુ ભૈયાનો કાળો કેર