Chhava Film: છાવા'એ પુષ્પા 2ને પણ પાછળ છોડી, બોક્સઓફિસ પર કરી તગડી કમાણી!
- છાવા'એ પુષ્પા 2ને પણ પાછળ છોડી દીધી
- વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાનો આંકડો પાર
- છાવા'એ ઓફિસ પર જોરદાર કમાણી કરી
Chhava Film:વિક્કી કૌશલ(Vicky kaushal), રશ્મિકા અને અક્ષય ખન્નાની ફિલ્મ 'છાવા' બોક્સ (chhava collection)ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ગયા મહિને 14 ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે બધી અટકળો ખોટી સાબિત કરી દીધી છે. આ ફિલ્મે વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. હવે આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર પણ ઇતિહાસ રચવા તરફ ઝડપથી આગળ વધી રહી છે. છાવાએ સલમાન ખાન અને શાહરૂખ ખાનની ઘણી ફિલ્મોને પાછળ છોડી દીધી છે અને તેણે તેના ત્રીજા શનિવારે 'પુષ્પા 2' જેવી બ્લોક બસ્ટર ફિલ્મને પણ પાછળ છોડી દીધી છે.
400 કરોડને પાર કમાણી
છાવાએ ત્રીજા અઠવાડિયામાં પણ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી હતી. શુક્રવારે આ ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર 13 કરોડ રૂપિયાની કમાણી કરી. શનિવારે તેની કમાણીમાં ફરી ઉછાળો જોવા મળ્યો. એક મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મે 16માં દિવસે 21 કરોડ રૂપિયાની જોરદાર કમાણી કરી છે. આ સાથે ફિલ્મની સ્થાનિક બોક્સ ઓફિસ પર કમાણી રૂ. 444 કરોડ પહોંચી ગઈ છે.
આ પણ વાંચો -Shweta Tiwari એ કર્યા ત્રીજા લગ્ન? એક્ટ્રેસની નવી તસવીરોએ મચાવી ધૂમ
‘પુષ્પા 2’ પણ પાછળ રહી ગઈ
છાવા એક મીડિયમ બજેટની ફિલ્મ છે. આવી સ્થિતિમાં તેનો આટલો બમ્પર બિઝનેસ કરવો એ બધાને આશ્ચર્યચકિત કરે છે. આ ફિલ્મે ત્રીજા શનિવારે કમાણીની બાબતમાં અલ્લુ અર્જુનની ઓલટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પા 2' ને પણ પાછળ છોડી દીધી. 'પુષ્પા 2' એ ત્રીજા શનિવારે (17મા દિવસે) હિન્દીમાં 20 કરોડનો વ્યવસાય કર્યો હતો જ્યારે 'છાવા' તેનાથી એક કરોડ વધુ કમાણી કરવામાં સફળ રહી. જોકે, પુષ્પા 2 એ તેના ત્રીજા શનિવારે બધી ભાષાઓમાં 24.75 કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો હતો.
આ પણ વાંચો -Shah Rukh Khan 'મન્નત' છોડીને આ વિસ્તારમાં થયો સેટલ, જાણો ખાસ વાતો
છાવા વર્લ્ડવાઇડ 566 કરોડને પાર
'છાવા' ફક્ત સ્થાનિક બોક્સ ઓફિસ પર જ નહીં પણ વિદેશોમાં પણ સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મે માત્ર 15 દિવસમાં વિશ્વભરમાં 566.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. તેણે વિદેશમાં 73 કરોડ રૂપિયાની કમાણી કરી. 16 મા દિવસના આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી એટલે કે જ્યારે આ આંકડા આવશે ત્યારે કમાણીનો આંકડો વધુ મોટો હશે. લક્ષ્મણ ઉતેકર દિગ્દર્શિત 'છાવા'માં વિક્કી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં તેમણે છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અક્ષય ખન્ના મુઘલ સમ્રાટ ઔરંગઝેબની ભૂમિકા ભજવી રહ્યા છે. રશ્મિકાએ આ ફિલ્મમાં સંભાજી મહારાજની પત્ની યેસુબાઈ ભોંસલેની ભૂમિકા ભજવી છે.