ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પિતાને જોતા જ ક્રિષ્ણા શ્રોફ દોડીને ગળે વળગી, રીયીલીટી શોમાં ઇમોશન ઉમેરાયા

Krishna Shroff Reality Show : અનોખી શૈલીમાં સ્વાગત કર્યું, શોમાં હાજર દરેક મહિલા દ્વારા જેકી શ્રોફના હૂંફાળા-મૈત્રીપૂર્ણ વર્તનની પ્રશંસા કરી
08:40 PM Sep 25, 2025 IST | PARTH PANDYA
Krishna Shroff Reality Show : અનોખી શૈલીમાં સ્વાગત કર્યું, શોમાં હાજર દરેક મહિલા દ્વારા જેકી શ્રોફના હૂંફાળા-મૈત્રીપૂર્ણ વર્તનની પ્રશંસા કરી

Krishna Shroff Reality Show : "છોરિયાં ચલી ગાંવ" (Reality Show - Chhoriyan Chali Gaon) શો તેની દેશી શૈલી, સરળ કન્ટેન્ટ, ગ્રામીણ જીવનના પડકારો અને ગ્રામીણ જીવન દર્શાવતા સેલિબ્રિટી સ્પર્ધકો માટે જાણીતો છે. આ જ કારણ છે કે, આ શો દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તાજેતરના એપિસોડમાં, સ્પર્ધકોએ બામુલિયાની મહિલાઓને મુંબઈની ગ્લેમરસ દુનિયાનો પરિચય કરાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો, તેમને વ્યસ્ત શહેરી જીવનની એક અનોખી ઝલક આપી હતી. નિર્માતાઓએ એક વિડિઓ શેર કર્યો છે, જેમાં જેકી શ્રોફ (Jackie Shroff) તેની પુત્રી કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) અને તેના સહ-સ્પર્ધકો, તેમજ શોના ખાસ મહેમાનો સાથે વાતચીત કરતા જોવા મળે છે.

જેકી શ્રોફની આશ્ચર્યજનક એન્ટ્રીએ દિલ જીતી લીધા

"છોરિયાં ચલી ગાંવ" ના સેટ પર જેકી શ્રોફને જોઈને (Jackie Shroff) બધી મહિલાઓ ખુશ થઈ ગઈ હતી. તેણે પોતાની પુત્રીને ગળે લગાવતા પહેલા તેની અનોખી શૈલીમાં બધાનું સ્વાગત કર્યું હતું. શોમાં હાજર દરેક મહિલા દ્વારા જેકી શ્રોફના હૂંફાળા અને મૈત્રીપૂર્ણ વર્તનની પ્રશંસા કરવામાં આવી હતી. વાતચીત દરમિયાન, અભિનેતાએ તેમની પુત્રીની સંભાળ રાખવા બદલ તેમનો આભાર પણ માન્યો હતો.

ગળે લગાવ્યા પછી કૃષ્ણા ભાવુક થઈ જાય છે

વાયરલ વિડિઓમાં જેકી શ્રોફ (Jackie Shroff) પ્રવેશ કરતો દેખાય છે, અને કૃષ્ણા શ્રોફ તેને જોઈને ભાવુક થઈ જાય છે. તે તેના પિતાને ગળે લગાવવા દોડે છે. જેકી પણ તેની પુત્રી પર પ્રેમ વરસાવતો જોવા મળે છે.

અંજુમ ફકીહ શોમાંથી બહાર થઈ ગઈ છે

સ્પર્ધકો વચ્ચેની સ્પર્ધા વધુને વધુ રસપ્રદ બની રહી છે. તાજેતરના એપિસોડમાં, ચાહકો અને દર્શકો એ જાણીને ચોંકી ગયા કે અંજુમ ફકીહને શોમાંથી બહાર કરી દેવામાં આવી છે. ટીવી અભિનેત્રી "તેરે શહેર મેં," "એક થા રાજા એક થી રાની," અને "કુંડલી ભાગ્ય" જેવા શોમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે. તેની માંદગી હોવા છતાં, અંજુમે તેનું કાર્ય શાનદાર રીતે ભજવ્યું હતું, પરંતુ તેમ છતાં તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

છોરિયાં ચલી ગાંવ વિશે

રણવિજય સિંઘા આ શોનું હોસ્ટિંગ કરી રહ્યા છે, આ શોને મધ્યપ્રદેશના એક દૂરના ગામમાં ફિલ્માવવામાં આવ્યો છે અને તેના અનોખા ખ્યાલ માટે સમાચારમાં રહ્યો છે. આ સિઝનમાં અનિતા હસનંદાની, ઈશા માલવિયા, ઐશ્વર્યા ખરે, કૃષ્ણા શ્રોફ, રિયા સુખેજ, રમીત સંધુ, સુરભી મેહરા, સમૃદ્ધિ મેહરા અને એરિકા પેકાર્ડ સહિતની કલાકારો છે.

આ પણ વાંચો -----  આર્યન ખાનની વેબ સીરીઝ પર સમીર વાનખેડેનો મોટો હુમલો: ₹2 કરોડનો કેસ દાખલ

Tags :
ChhoriyanChaliGaonDaughterKrishnaShroffGujaratFirstgujaratfirstnewsGujaratiNewsJackieShroffSurpriseRealityShowVideoViral
Next Article