Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

શું આ બાળકી બનશે આગામી ઈન્ટરનેટ સેન્સેશન? મોનાલિસા જેવો લુક જોઈ સૌ દંગ

મહાકુંભ 2025માં જે રીતે મોનાલિસાએ કરોડોના દિલ જીત્યા હતા, બરાબર તેવી જ માસૂમિયત હવે માઘ મેળામાં જોવા મળી છે. સંગમ તટે માળા વેચતી એક નાનકડી બાળકી તેના હૂબહૂ મોનાલિસા જેવા ચહેરા અને કાતિલ સ્મિતને કારણે રાતોરાત ચર્ચામાં આવી છે. આ બાળકીના ડાન્સ વીડિયોએ ઈન્ટરનેટ પર તોફાન મચાવ્યું છે. લોકો તેને 'છોટી મોનાલિસા' કહી રહ્યા છે, પરંતુ તેની પાછળની અસલી કહાની શું છે?
શું આ બાળકી બનશે આગામી ઈન્ટરનેટ સેન્સેશન  મોનાલિસા જેવો લુક જોઈ સૌ દંગ
Advertisement
  • Magh Mela Chhoti Monalisa ની એન્ટ્રી: ઈન્ટરનેટ પર મચી ધૂમ
  • પ્રયાગરાજ માઘ મેળામાં વાયરલ ગર્લ મોનાલિસા જેવી જ માસૂમ બાળકી મળી
  • માળા વેચતી બાળકીના હૂબહૂ લુક અને સાદગી જોઈને શ્રદ્ધાળુઓ થયા દંગ
  • સોશિયલ મીડિયા પર બાળકીના ડાન્સ વીડિયોએ રાતોરાત મચાવી ભારે સનસનાટી
  • યુઝર્સે બાળકીને 'છોટી મોનાલિસા' કહીને પ્રેમ અને લાઈક્સનો કર્યો વરસાદ

 Magh Mela Chhoti Monalisa : પ્રયાગરાજમાં આયોજિત માઘ મેળો 2026 અત્યારે માત્ર શ્રદ્ધાળુઓની ભીડ માટે જ નહીં, પરંતુ એક માસૂમ બાળકીને કારણે પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મહાકુંભ 2025માં પોતાની ભૂરી આંખો અને સાદગીથી રાતોરાત સ્ટાર બનેલી મોનાલિસા (Monalisa) તો તમને યાદ જ હશે. હવે બરાબર તેના જેવી જ દેખાતી એક બાળકી માઘ મેળામાં જોવા મળી છે, જેને લોકો પ્રેમથી 'છોટી મોનાલિસા' કહી રહ્યા છે.

પ્રયાગરાજના પવિત્ર સંગમ તટ પર લાખો લોકો સ્નાન માટે ઉમટી રહ્યા છે. આ ભીડ વચ્ચે માળા વેચતી એક નાનકડી બાળકીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ બાળકીની આંખો, ચહેરાની બનાવટ અને તેની અદભૂત માસૂમિયત હૂબહૂ મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા જેવી જ છે. તેની કુદરતી સ્મિત જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by SHIVAM (@track_tak1)

Advertisement

Magh Mela Chhoti Monalisa : ડાન્સ વીડિયો થયો વાયરલ

માત્ર લુક્સ જ નહીં, પરંતુ આ બાળકીના ટેલેન્ટે પણ લોકોને પ્રભાવિત કર્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર તેનો એક ડાન્સ વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં 'છોટી મોનાલિસા' પૂરા આત્મવિશ્વાસ સાથે ઠુમકા લગાવતી જોવા મળે છે. તેની એનર્જી અને એક્સપ્રેશન્સ જોઈને નેટીઝન્સ તેના પર ફિદા થઈ ગયા છે.

Magh Mela Chhoti Monalisa : મોનાલિસાની કાર્બન કોપી

વીડિયો વાયરલ થતા જ યુઝર્સે કોમેન્ટ્સનો વરસાદ કર્યો છે. કોઈ તેને 'મોનાલિસાની કાર્બન કોપી' કહી રહ્યું છે, તો કોઈ તેને ભવિષ્યની મોટી સ્ટાર ગણાવી રહ્યું છે. જે રીતે 2025માં અસલી મોનાલિસાને ફિલ્મો અને બ્રાન્ડ પ્રમોશનની ઓફર મળી હતી, તેવી જ રીતે આ બાળકી પણ આગામી ઈન્ટરનેટ સેન્સેશન બનવા તરફ આગળ વધી રહી છે.

કુદરતી સૌંદર્ય અને આત્મવિશ્વાસનો સંગમ

આ બાળકીમાં કોઈ બનાવટ નથી, તેની સાદગી જ તેની સૌથી મોટી ઓળખ બની છે. ગરીબ પરિવારની હોવા છતાં તેના ચહેરા પરનો આત્મવિશ્વાસ લાખો લોકોને પ્રેરણા આપી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે શું આ 'છોટી મોનાલિસા' પણ અસલી મોનાલિસાની જેમ ગ્લેમર વર્લ્ડમાં પોતાની ઓળખ બનાવી શકશે?

આ પણ વાંચો : જીવતા જીવ 12 લાખની કબર! 80 વર્ષના વૃદ્ધે કેમ મર્યા પહેલા જ તૈયાર કરી લીધું 'મોતનું ઘર'?

Tags :
Advertisement

.

×