Chiraiya Web Series :શું લગ્ન સંસ્થાને તોડવાનું આ નવું કાવતરું છે?
Chiraiya Web Series : 'ચિરૈયા' વેબ સિરીઝ સનાતની પરંપરા પર હુમલો છે? મેરિટલ રેપ-Marital rape ના નામે હિન્દુ લગ્ન સંસ્થાનું નકારાત્મક ચિત્રણ અને ડાબેરી એજન્ડા અંગે સવાલો ઊઠ્યા છે. સોશિયલ મીડિયા પર આ સિરીઝનો વિરોધ થઈ રહ્યો છે.
Chiraiya Web Series : ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી, પરંતુ એક પવિત્ર સંસ્કાર અને સામાજિક વ્યવસ્થાનો મજબૂત સ્તંભ છે. લોકશાહીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કલાના માધ્યમે સામાજિક કુરિવાજો પર પ્રહાર કરવો આવકાર્ય છે, પરંતુ જ્યારે કલાના ઓઠા હેઠળ કોઈ ચોક્કસ પરંપરા કે સંસ્થાને એકતરફી રીતે નિશાન બનાવવામાં આવે ત્યારે વિવાદ સર્જાય તે સ્વાભાવિક છે.
તાજેતરમાં જિઓ હોટસ્ટાર પર રિલીઝ થયેલી વેબ સિરીઝ 'ચિરૈયા' અત્યારે આવા જ એક વિવાદનું કેન્દ્ર બની છે. મેરિટલ રેપ અને મહિલાઓની સંમતિ જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દાઓને વણી લેતી આ સિરીઝે સમાજમાં બે ફાંટા પાડી દીધા છે. એક પક્ષ તેને સ્ત્રી સ્વાતંત્ર્ય અને જાગૃતિનું માધ્યમ ગણાવે છે, તો બીજો પક્ષ તેને સનાતની મૂલ્યો પર વ્યવસ્થિત પ્રહાર અને ડાબેરી એજન્ડા તરીકે જોઈ રહ્યો છે.
Chiraiya Web Series : મેરિટલ રેપ અને હિન્દુ લગ્ન સંસ્થા
'ચિરૈયા' વેબ સિરીઝમાં દિવ્યા દત્તાના પાત્ર દ્વારા હિન્દુ પરિવાર, લગ્ન-Hindu marriage અને મેરિટલ રેપ (વૈવાહિક બળાત્કાર) જેવા સંવેદનશીલ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. શું આ સનાતની સંસ્કૃતિ પર હુમલો છે કે મહિલાઓની સંમતિની જરૂરી વાત?
શશાંક શાહના નિર્દેશનમાં બનેલી અને દિવ્યા દત્તા, સંજય મિશ્રા, સરિતા જોષી, ફેઝલ રશીદ અને સિદ્ધાર્થ દ્વારા અભિનીત વેબ સિરીઝ 'ચિરૈયા' સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં છે. 6 એપિસોડની આ વેબ સિરીઝ જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ છે. જેમાં મેરિટલ રેપ, મહિલાઓની ઈચ્છા અને પિતૃસત્તા જેવા વિષયો લેવામાં આવ્યા છે. આ સિરીઝમાં દિવ્યા દત્તા (કમલેશ) એક ઓછું ભણેલી વહુ અને જેઠાણીના રોલમાં છે, જેને સંતાન નહોતું અને તેણે પોતાના દિયરને પુત્રની જેમ ઉછેર્યો હતો. જ્યારે તે દિયરના લગ્ન થાય છે, ત્યારે કમલેશનો સામનો તેની દેરાણી દ્વારા જણાવવામાં આવેલી સુહાગરાત અને શારીરિક સંબંધો સાથે જોડાયેલી વાતોથી થાય છે, ત્યારબાદ તે પોતાની દેરાણીને ન્યાય અપાવવાનું નક્કી કરે છે.
Chiraiya Web Series : ચિરૈયામાં હિન્દુ સમાજનું નકારાત્મક ચિત્રણ
"ચિરૈયા" Chiraiya સિરીઝમાં હિન્દુ લગ્ન સંસ્થાનું નકારાત્મક અને વિકૃત સ્વરૂપે ચિત્રણ કરવામાં આવ્યું છે. હિન્દુ સમાજમાં લગ્ન એ માત્ર સામાજિક કરાર નથી, પરંતુ ધાર્મિક, નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું કેન્દ્ર પણ છે જે કર્તવ્ય, ત્યાગ અને પારિવારિક સમન્વય પર આધારિત છે. આ સંસ્થા આપણા સમાજની ગતિ, નિરંતરતા અને સાંસ્કૃતિક સંરક્ષણની આધારશિલા છે. પરંતુ, "ચિરૈયા" માં આ આદર્શને વ્યવસ્થિત રીતે તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને લગ્નને એક બંધન, સંઘર્ષ અને સ્ત્રીના જીવનમાં અસંતોષના મુખ્ય સ્ત્રોત તરીકે દર્શાવવામાં આવ્યા છે.
Chiraiya Web Series : શું વૈવાહિક સંબંધોનો આ જ એક પક્ષ છે?
એક દ્રશ્યમાં જ્યારે કમલેશ અને તેની દેરાણી ઘર છોડીને ગયા પછી પાછા ફરે છે, ત્યારે દાદી સાસુ કહે છે કે "હવે મૌન તોડવું પડશે, હવે ચૂપ નથી રહેવાનું. સદીઓ સુધી મહિલાઓને પરિવારના નામે, પ્રેમના નામે, પરંપરાના નામે અને સંસ્કારોના નામે ભોળવવામાં આવી છે. હવે આ મૌન તોડવાનો સમય આવી ગયો છે." આ રીતે સમગ્ર પરિવાર અને લગ્ન નામની સંસ્થાને કઠેડામાં ઉભી કરી દેવામાં આવી છે. આ વેબ સિરીઝ માત્ર એક-બે નહીં પણ 12 ભાષાઓ જેવી કે તમિલ, મલયાલમ, કન્નડ, મરાઠી, બંગાળી, ગુજરાતી, હરિયાણવી, ભોજપુરી વગેરેમાં સ્ટ્રીમ થઈ છે.
ગંભીર અને સંવેદનશીલ વિષય ઉઠાવનારી સિરીઝ
કેટલાક લોકો તેને ગંભીર અને સંવેદનશીલ વિષય ઉઠાવનારી સિરીઝ ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે લગ્ન પછી સંબંધોમાં બળજબરી એવો વિષય છે જેને સમાજ સામે લાવવો જરૂરી છે. ચિરૈયા જણાવે છે કે લગ્ન એ કોઈ 'લાયસન્સ' નથી અને મૌનને સંમતિ ન સમજવી જોઈએ. આ સિરીઝ સમાજને સવાલ કરે છે કે જો સ્ત્રી સાથે લગ્ન પછી પતિ બળજબરી કરે તો શું તે અપરાધ નથી?
બીજી તરફ, કેટલાક લોકો તેને 'એન્ટી-મેન પ્રોપેગન્ડા' =Anti-man propagandaકહીને ટીકા કરી રહ્યા છે. 'X' પર યુવાનો લખી રહ્યા છે કે છોકરીઓને લગ્ન પહેલા ૧૦ બોયફ્રેન્ડ રાખવામાં કોઈ વાંધો નથી, પણ પતિ સંબંધ બનાવે તો મેરિટલ રેપ! આજે એ વાત પર પણ ચિંતા કરવાની જરૂર છે કે લગ્ન, પરિવાર અને સંબંધોને લઈને આપણે કેટલા નબળા થઈ ગયા છીએ. આ વિષય પર કાયદો બનાવવાની તરફેણ કરતી આ સિરીઝ લગ્ન સંસ્થાને જે રીતે રજૂ કરી રહી છે, તેનાથી યુવક-યુવતીઓના મનમાં એક અલગ જ છબી ઊભી થશે. લગ્ન અને વૈવાહિક સંબંધો પર પ્રહાર કરતા મેરિટલ રેપને સ્થાપિત કરવા માટે ખોટા આંકડા રજૂ કરીને આ સિરીઝ વાહવાહી લૂંટી રહી છે.
ડાબેરી એજન્ડાથી ભરેલી છે 'ચિરૈયા'
ગાઝિયાબાદમાં મહાકાલી વાહિનીના સદસ્ય ડો. ઉદિતા ત્યાગીએ આ અંગે વાંધો ઉઠાવતા કહ્યું કે, વેબ સિરીઝ ચિરૈયામાં ડાબેરી એજન્ડા બતાવવામાં આવ્યો છે. મેરિટલ રેપને સોસાયટીમાં પુશ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, જે કોઈ વિશેષ ધર્મ સાથે જોડાયેલું નથી, તે દરેક ધર્મની મહિલાઓ માટે છે. પરંતુ, આમાં સનાતની લગ્ન અને સનાતની પાત્રો જ બતાવવામાં આવ્યા છે. આ સિરીઝમાં જે રીતે સમગ્ર ઘટનાક્રમ રજૂ કરીને સમાજ, લગ્ન અને પુરુષોને કઠેડામાં ઉભા કરવામાં આવ્યા છે, તેવું દરેક ઘરમાં હોતું નથી. ન તો દરેક ઘરમાં પુરુષ માટે સ્ત્રી માત્ર શારીરિક સુખનું રમકડું હોય છે. સ્ત્રી પોતાની સંમતિ અને જવાબદારી સાથે અનેક ભૂમિકાઓ ભજવતા ખુશ પણ રહે છે અને સન્માન પણ મેળવે છે.
પરિવારને મહિલા ઉત્પીડનનું કેન્દ્ર ગણાવતી સિરીઝ
કહેવાનો અર્થ એ છે કે સિરીઝ પરિવારને મહિલાઓના ઉત્પીડનનું કેન્દ્ર ગણાવે છે. જાતીય હિંસાના જે દ્રશ્યો છે તેમાં કેટલી સચ્ચાઈ છે તે વિશે વાત કરવાની જરૂર છે. આ સિરીઝ વૈવાહિક સંબંધોનું વિકૃત સામાન્યીકરણ રજૂ કરે છે. એવું પણ નથી કે આ બિલકુલ શક્ય નથી. કેટલાક ઘરોમાં કે મહિલાઓના જીવનમાં આવી દુખદ ઘટનાઓ હોઈ શકે છે, પરંતુ જે રીતે તેનું સામાન્યીકરણ કરીને પુરુષો, લગ્ન અને પરિવારને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે, તેના કારણે આ સમગ્ર સિરીઝમાં ડાબેરી એજન્ડા દેખાઈ રહ્યો છે. જે ફરીથી 'ફેમિનિઝમ'ના બહાને દેશના યુવાનોને સંસ્કૃતિ, સમાજ, લગ્ન અને પરિવારથી દૂર કરવા માટે ઉભો કરવામાં આવ્યો છે. આ સિરીઝ પરિવાર સંસ્થાનું અવમૂલ્યન કરે છે અને પારિવારિક મૂલ્યોને વ્યક્તિગત સ્વતંત્રતાના વિરોધી તરીકે રજૂ કરે છે.
નકારાત્મક ચિત્રણથી લગ્ન પ્રત્યે વધતો અવિશ્વાસ
સતત નકારાત્મક ચિત્રણથી સમાજના યુવા વર્ગમાં લગ્ન પ્રત્યે અવિશ્વાસ વધી શકે છે. સિરીઝ પર જે વિવાદ થયો તેનો તેને ફાયદો પણ મળ્યો છે, કારણ કે આજે 'વિવાદ' એક માર્કેટિંગ ટૂલ બની ગયો છે. આજે એ વિચારવાની અને ચિંતન કરવાની જરૂર છે કે ઓટીટી પ્લેટફોર્મ્સ દ્વારા પીરસવામાં આવતું આવું કન્ટેન્ટ આપણા દેશના સામાજિક માળખાને, સંસ્કૃતિને અને સંવેદનશીલતાને કેટલી હદે પોખલી કરી રહ્યું છે.
આ પણ વાંચો : કુંભની ‘વાયરલ ગર્લ’ Monalisa Bhosale બનશે માતા! લગ્નના વિવાદમાં પ્રેગ્નન્સીની એન્ટ્રીથી પોલીસ પણ મૂંઝાઈ!


