સોશિયલ મીડિયા પર છવાઈ ‘Cockroach Janta Party’, લાખો લોકો સાથે સેલિબ્રિટીઓ પણ થયા ફેન
- સોશિયલ મીડિયા પર છવાઈ Cockroach Janta Party
- Instagram પર વાયરલ થયું કોકરોચ પેજ
- સેલિબ્રિટીઓએ ફોલો કર્યું વાયરલ પેજ
- અનુરાગ કશ્યપ પણ જોડાયા કોકરોચ પાર્ટી સાથે
Cockroach Janta Party : આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ Instagram પર એક અનોખું અને ચર્ચાસ્પદ પેજ (Cockroach Janta Party) ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. “કોકરોચ જનતા પાર્ટી” (Cockroach Janta Party) નામનું આ પેજ તેની અનોખી પેરોડી શૈલી (Parody Style), રાજકીય વ્યંગ (Political Satire), ડાર્ક હ્યુમર (Dark Humor) અને વિચિત્ર ચૂંટણી પોસ્ટરોને કારણે ભારે ચર્ચામાં આવ્યું છે. માત્ર સામાન્ય યુઝર્સ જ નહીં, પરંતુ હવે મનોરંજન જગત (Entertainment Industry) ના અનેક જાણીતા સેલિબ્રિટીઓ પણ આ પેજને ફોલો કરી રહ્યા છે.
આ પેજની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના ફોલોઅર્સની સંખ્યા આશરે 16 મિલિયનથી વધુ પહોંચી ગઈ છે. થોડા જ સમયમાં આ એકાઉન્ટ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ ટોપિક બની ગયું છે.
આખરે ‘Cockroach Janta Party’ની શરૂઆત કેવી રીતે થઈ?
આ સમગ્ર વિવાદ અને વાયરલ ટ્રેન્ડની શરૂઆત કોર્ટમાં થયેલી એક ટિપ્પણીથી થઈ હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) Surya Kant એ એક કેસની સુનાવણી દરમિયાન કેટલીક કડક ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું, "...પહેલેથી જ કેટલાક લોકો સિસ્ટમ પર હુમલો કરે છે, અને તમે તેમની સાથે જોડાવા માંગો છો." કેટલાક યુવાનો વંદો જેવા હોય છે જેમને કોઈ રોજગાર મળતો નથી... તેમાંથી કેટલાક મીડિયામાં જાય છે, કેટલાક સોશિયલ મીડિયામાં જાય છે, કેટલાક RTI કાર્યકર્તા બને છે, અને પછી તેઓ બધા પર હુમલો કરવાનું શરૂ કરે છે. ઘણા યુવાનો અને સોશિયલ મીડિયા યુઝર્સે આ ટિપ્પણીનો વિરોધ કર્યો હતો. બાદમાં જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટતા કરી હતી કે તેમની ટિપ્પણી સામાન્ય યુવાનો માટે નહોતી, પરંતુ નકલી ડિગ્રી અને ખોટા દાવા કરનાર લોકો માટે હતી. જોકે, ત્યાં સુધીમાં આ મુદ્દો સોશિયલ મીડિયા પર વાયરલ બની ગયો હતો.
આ પણ વાંચો : Cockroach Janta Party પર એક્શન! X એકાઉન્ટ ભારતમાં Ban
પેરોડી પેજ બન્યું સોશિયલ મીડિયા સેન્સેશન - Cockroach Janta Party
આ ઘટનાના થોડા સમય બાદ “Cockroach Janta Party” નામનું પેરોડી પેજ શરૂ થયું. આ પેજ પર શેર થતી રાજકીય મીમ્સ (Political Memes), ચૂંટણી પોસ્ટરો અને વ્યંગાત્મક કન્ટેન્ટે લોકોને ખૂબ આકર્ષ્યા. ખાસ કરીને યુવાનોમાં આ પેજ ખૂબ લોકપ્રિય બન્યું છે.
અનુરાગ કશ્યપ સહિત અનેક સેલિબ્રિટીઓ જોડાયા
આ પેજને ફોલો કરનારાઓમાં સૌથી ચર્ચિત નામ ફિલ્મ નિર્માતા Anurag Kashyap નું રહ્યું. પોતાના બિન્દાસ અને રાજકીય મુદ્દાઓ પર ખુલ્લી વાત કરવા માટે જાણીતા અનુરાગ કશ્યપ આ પેજ સાથે જોડાતા જ સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ સર્જાયો હતો. તેમજ Fatima Sana Shaikh, Sonakshi Sinha અને Dia Mirza જેવી બોલિવૂડ અભિનેત્રીઓએ પણ આ પેજને ફોલો કર્યું છે. ઉપરાંત Raghav Juyal પણ આ યાદીમાં સામેલ છે.
ટીવી સ્ટાર્સ અને ઇન્ફ્લુએન્સર્સનો પણ સપોર્ટ
માત્ર બોલિવૂડ જ નહીં, પરંતુ ટીવી અને સોશિયલ મીડિયા જગતના ઘણા જાણીતા ચહેરાઓ પણ આ ટ્રેન્ડનો ભાગ બન્યા છે. Nagma Mirajkar, Falaq Naaz, Apoorva Mukhija અને Sheezan Khan જેવા ઇન્ફ્લુએન્સર્સ અને કલાકારો આ પેજને ફોલો કરી રહ્યા છે. તે સિવાય પોતાની અનોખી સ્ટાઇલ માટે જાણીતી Urfi Javed અને ટીવી અભિનેતા Abhishek Nigam પણ આ વાયરલ ટ્રેન્ડ સાથે જોડાયા છે.
સોશિયલ મીડિયા પર લાંબો સમય ટ્રેન્ડમાં રહી શકે છે પેજ
સોશિયલ મીડિયા પર વધતી લોકપ્રિયતા અને સેલિબ્રિટીઓના સપોર્ટને જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે “કોકરોચ જનતા પાર્ટી” ટૂંક સમયમાં ગાયબ થનાર ટ્રેન્ડ નથી. રાજકીય વ્યંગ અને મીમ સંસ્કૃતિ (Meme Culture) ને પસંદ કરનાર યુવાનોમાં આ પેજ સતત લોકપ્રિય બની રહ્યું છે અને આગામી દિવસોમાં તેની ચર્ચા વધુ વધે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : CJP Party : ઇન્ટરનેટમાં વાયરલ પાર્ટી પાછળ કોનું ભેજું ? જાણો વિગતવાર


