Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ફેમસ YouTubers Ranveer Allahabadia અને સમય રૈના સામે ફરિયાદ દાખલ

'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં વધુ એક  વિવાદ રણવીર અલ્લાહબાદિયા, સમય રૈના સામે ફરિયાદ મહારાષ્ટ્ર મહિલા આયોગમાં ફરિયાદ દાખલ YouTubers: ફેમસ યુટ્યુબર (YouTubers)અને પોડકાસ્ટ હોસ્ટ રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahabadia)ને કોમેડિયન સમય રૈનાના શો 'ઇન્ડીયાઝ ગોટ લેટેન્ટ' પર કરવામાં આવેલી એક અશ્લીલ...
ફેમસ youtubers ranveer allahabadia અને સમય રૈના સામે ફરિયાદ દાખલ
Advertisement
  • 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં વધુ એક  વિવાદ
  • રણવીર અલ્લાહબાદિયા, સમય રૈના સામે ફરિયાદ
  • મહારાષ્ટ્ર મહિલા આયોગમાં ફરિયાદ દાખલ

YouTubers: ફેમસ યુટ્યુબર (YouTubers)અને પોડકાસ્ટ હોસ્ટ રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahabadia)ને કોમેડિયન સમય રૈનાના શો 'ઇન્ડીયાઝ ગોટ લેટેન્ટ' પર કરવામાં આવેલી એક અશ્લીલ ( India Got Latent controversy)મજાક કરવાની ભારે પડી ગઈ છે. જેને લઈને હવે તેની ખૂબ ટીકા થઇ રહી છે. મામલો એટલો બધો આગળ વધી ગયો કે રણવીર સહિત ઘણાં લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેન લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, 'કોઈપણ નિયમ તોડશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.'

Advertisement

આ કારણે રૈના અને રણવીર અલ્હાબાદિયા ખરાબ સમયમાં

સમયના શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' ની વાયરલ ક્લિપમાં રણવીર (Ranveer Allahabadia) એક સ્પર્ધકને તેના માતાપિતાના 'જાતીય સંબંધો' વિશે અયોગ્ય પ્રશ્નો પૂછતો જોવા મળ્યો ત્યારે વિવાદ શરૂ થયો. આ અંગે ટિપ્પણી કરતાં, અપૂર્વા અને સમયે પણ સમાન પ્રશ્નો પૂછ્યા. આ એપિસોડનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ લોકોએ 'અશ્લીલતા'ને પ્રોત્સાહન આપવા બદલ તેની ટીકા કરવાનું શરૂ કરી દીધું અને શોના પેનલ સભ્યોને ટ્રોલ કરી રહ્યા છે. ANI અનુસાર, શોમાં અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ તેમની વિરુદ્ધ મુંબઈ પોલીસ કમિશનર અને મહારાષ્ટ્ર મહિલા આયોગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

આ પણ  વાંચો-શું તમે મરી જશો? હુમલા બાદ તૈમુરે લોહીથી લથબથ સૈફને પુછી હતી આ વાત

આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર ટીકા અને ટિપ્પણી કરી રહ્યા છે.

આ પણ  વાંચો-બેંગ્લોરના રસ્તાઓ પર Live પરફોર્મ કરી રહ્યા હતા Ed Sheeran, થોડીવારમાં પોલીસ આવી અને શો બંધ કરાવ્યો

શું હતો સમગ્ર મામલો?

હકીકતમાં કોમેડિયન સમય રૈનાના શો 'ઇન્ડીયાઝ ગોટ લેટેન્ટ'માં હાજર રણવીર અલ્હાબાદિયાએ એક સ્પર્ધકને તેના માતા-પિતાના અંગત જીવન સાથે જોડાયેલો એક સવાલ પૂછ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો હતો. જેને લઈને લોકો તરત જ ગુસ્સે ભરાયા ગયા હતા અને લોકોએ સમય અને રણવીર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ કેસમાં હવે રણવીર અલ્હાબાદિયા, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અપૂર્વ માખીજા ઉર્ફે રેબેલ કીડ, કોમેડિયન સમય રૈના અને શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' ના આયોજકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ  વાંચો-શું તમે મરી જશો? હુમલા બાદ તૈમુરે લોહીથી લથબથ સૈફને પુછી હતી આ વાત

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?

હવે આ મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, 'મને પણ આ અંગે માહિતી મળી છે. જો કે, મેં તે જોયું નથી. મને ખબર પડી છે કે તેમાં એવા નિવેદનો આપવામાં આવ્યા છે કે જેમાં અશ્લીલતા હતી, જે બિલકુલ ખોટું છે. વાણી સ્વાતંત્ર્ય દરેક માટે છે પણ જ્યારે આપણે બીજાની સ્વતંત્રતા પર અતિક્રમણ કરીએ છીએ ત્યારે આપણી સ્વતંત્રતા સમાપ્ત થઇ જાય છે. આ બરાબર નથી. દરેકની પોતાની મર્યાદા હોય છે, અમે અશ્લીલતા માટે પણ નિયમો નક્કી કર્યા છે. જો કોઈ તેમને ઓળંગશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.'

Tags :
Advertisement

.

×