Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Apoorva Mukhija એ કાંડામાંથી નાડાછડી કાપતા વિવાદ, લોકોએ 'હિંદુ વિરોધી' ગણાવી

Apoorva Mukhija એ પાર્ટી માટે રક્ષાસુત્ર કાપતા લોકોમાં ભારે રોષનો સામનો કરવો પડી રહ્યો છે, વીડિયોમાં, અપૂર્વાએ તેના કાંડામાં બાંધવામાં આવેલા પવિત્ર રક્ષાસુત્ર-નાડાછડીનો દોરો કાપી નાખ્યો હતો. સાથે સાથે તેણીએ એમ પણ કહ્યું કે, "મહારાજે મને કહ્યું હતું કે, આ રક્ષાસુત્ર-નાડાછડી ક્યારે કાપતા નહીં. પરંતુ જો કોઈ મારી અને મારા કોચેલાના સાથીઓ વચ્ચે આવી શકે છે, તો તે હું છું."
apoorva mukhija એ કાંડામાંથી નાડાછડી કાપતા વિવાદ  લોકોએ  હિંદુ વિરોધી  ગણાવી
Advertisement
  • Apoorva Mukhija એ પાર્ટી માટે રક્ષાસુત્ર કાપતા લોકોમાં ભારે રોષ
  • રક્ષાસુત્ર કાપવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વખોડાયો
  • અપૂર્વા અવાર-નવાર ચર્ચામાં રહેવા માટે કોઇને કોઇ રીતે વિવાદ સર્જતી રહે છે

Apoorva Mukhija : "ધ રેબેલ કિડ," ઉર્ફે અપૂર્વ મુખિજા (The Rebel Kid - Apoorva Mukhija), ફરી એકવાર ટીકાનો ભોગ બની છે. તાજેતરમાં, તેણીએ કોચેલા માટે તૈયાર થતી વખતે પોતાના કાંડામાંથી પવિત્ર નાડાછડી / રક્ષાસુત્રનો દોરો કાપી નાખતો (Kalava Cut - Controversy) એક વીડિયો પોસ્ટ કર્યો છે. "ધ રેબેલ કિડ" તરીકે ઓળખાતી ઇન્ફ્લુએન્સર અપૂર્વ મુખિજા ફરી એકવાર વિવાદના કારણે ભારે આકરી ટીકાનો સામનો કરી રહી છે. તાજેતરમાં, અપૂર્વાએ કોચેલાની ઉજવણી માટે તૈયાર થતી એક વિડિઓ શેર કરી છે.

Apoorva Mukhija, એક મોટી "ભૂલ" કરી દીધી

આ વિડિઓમાં, અપૂર્વ મુખિજા ચાહકોને જણાવે છે કે, તેણીએ તેના કોચેલા માટે પોતાના કપડાં તૈયાર કર્યા છે, અને તે માચે કેવી રીતે તૈયાર થઈ રહી છે. જો કે, તેણીને સુંદર દેખાવા માટે, એક મોટી "ભૂલ" કરી દીધી હતી. વીડિયોમાં, અપૂર્વાએ તેના કાંડામાં બાંધવામાં આવેલા પવિત્ર રક્ષાસુત્ર-નાડાછડીનો દોરો કાપી નાખ્યો હતો. સાથે સાથે તેણીએ એમ પણ કહ્યું કે, "મહારાજે મને કહ્યું હતું કે, આ રક્ષાસુત્ર-નાડાછડી ક્યારે કાપતા નહીં. પરંતુ જો કોઈ મારી અને મારા કોચેલાના સાથીઓ વચ્ચે આવી શકે છે, તો તે હું છું."

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Apoorva (@the.rebel.kid)

Advertisement

આ પણ વાંચો ----------- Ramayana Film માં રામજીના પાત્ર માટે રણબીરની પસંદગીની વાહવાહી !

Apoorva Mukhija, હું મરીશ નહીં

અપૂર્વ મુખિજાએ આગળ કહ્યું, "રક્ષાસુત્ર-નાડાછડી કાપી નાંખવામાં આવી છે, મને આશા છે કે હું મરીશ નહીં." હવે, સોશિયલ મીડિયા પર ઘણા નેટીઝન્સ દ્વારા તેણીના આ હિન્દુ વિરોધી કૃત્યને પસંદ કરવામાં આવી રહ્યું નથી, અને તેઓ તેની ખૂબ ટીકા કરી રહ્યા છે.

છોકરીએ દરેક વસ્તુની મજાક બનાવી

એક યુઝરે લખ્યું, "રક્ષાસુત્ર-નાડાછડી કાપવામાં આવ્યો છે, હવે આગળનો વિડીયો હશે - હું કોચેલાની હોસ્પિટલમાં કેવી રીતે ગઇ." બીજા યુઝરે લખ્યું, "કોઈ પણ પોશાક પવિત્ર દોરો કાપવા યોગ્ય નથી." ત્રીજા વ્યક્તિએ કોમેન્ટમાં તેને "હિંદુ વિરોધી" ગણાવ્યું છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો કહી રહ્યા છે કે, "અપૂર્વાએ આવું કૃત્ય માત્ર ઇન્ટરનેટ પર ધ્યાન ખેંચવા માટે આ કર્યું છે." અન્યએ લખ્યું, "મુક્ત વિચારવાળી છોકરીએ દરેક વસ્તુની મજાક બનાવી છે." એકંદરે લોકો અપૂર્વ પર ખૂબ ગુસ્સે હોવાનું જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો ----------- Virat Kohli ની એક લાઇકથી જર્મન ઇન્ફ્લુએન્સર ચર્ચિત ચહેરો બની !

Tags :
Advertisement

.

×