Covid 19: અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ, પોસ્ટ કરીને આપી જાણકારી
- અભિનેત્રી શિલ્પા શિરોડકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
- સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી આપી
- આ અભિનેત્રી બિગ બોસ 18 માં જોવા મળી હતી
Shilpa Shirodkar: બિગ બોસ' ફેમ Shilpa Shirodkar ની તબિયત સારી નથી. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને જણાવ્યું કે તેણે કોરોના માટે ટેસ્ટ કરાવ્યો હતો અને ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે બિગ બોસ 18ની ભૂતપૂર્વ સ્પર્ધક અને અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોનાની ઝપેટમાં આવી છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. શિલ્પાએ પોસ્ટમાં લખ્યું, 'નમસ્તે! મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તમે લોકો સુરક્ષિત રહો અને માસ્ક પહેરો. આ પોસ્ટ આવતાની સાથે જ ચાહકો શિલ્પાના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે
અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આપી માહિતી
તેમણે લખ્યું છે, "નમસ્તે દોસ્તો! મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તમે બધા સાવધ રહેજો અને માસ્ક પહેરતા રહેજો." લોકો તેમના આ પોસ્ટ પર કોમેન્ટ કરીને તેમના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. કેટલાક લોકો તો આ વાતથી આશ્ચર્યચકિત છે કે આજેય કોરોના થતો હોય છે! #ShilpaShirodkar
સોનાક્ષી સિન્હાનો કમેન્ટ
શિલ્પાના પોસ્ટ પર બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ કમેન્ટ કરી લખ્યું, "હે ભગવાન!!! તું ધ્યાન રાખ શિલ્પા... ઝડપથી સાજી થા." એ જવાબમાં શિલ્પા શિરોડકરે લખ્યું, "થૅન્ક યુ સોનાક્ષી. તું પણ તારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજે."અભિનેત્રી ઈંદિરા કૃષ્ણાએ લખ્યું, "ધ્યાન રાખજે. ઝડપથી સારું થશે" આ પર શિલ્પાએ દિલવાળું ઇમોજી મુક્યું છે.
View this post on Instagram
આ પણ વાંચો -Urvashi Rautela એ શું જાણી જોઈને કાન્સના રેડ કાર્પેટ પર ફાટેલો ડ્રેસ પહેર્યો?
સિંગાપુરમાં ફરી વધી રહ્યા છે કોરોના કેસ
સિંગાપુરના આરોગ્ય વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં ફરીથી કોરોના કેસો વધતા જઈ રહ્યા છે. જોકે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં જે વેરિઅન્ટ ફેલાઈ રહ્યો છે તે પહેલાના વેરિઅન્ટ્સ કરતાં વધુ સંક્રમક નથી.આરોગ્ય મંત્રાલય (MOH) અને ચેપજનક રોગોની સંસ્થા (CDA) દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, 27 એપ્રિલથી 3 મે 2025 વચ્ચે લગભગ 14,200 નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે તે પહેલાંના અઠવાડિયે આ આંકડો લગભગ 11,100 હતો