Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Death anniversary: 36 ભાષાઓ, હજારો ગીતો અને ગિનિસ રેકોર્ડ… લતા મંગેશકરનો અમર સંગીત સફર

ભારતની સૌથી લોકપ્રિય ગાયિકા લગા મંગેશકરની આજે પુણ્યતિથિ છે. લતા મંગેશકરે તેમની કલા એટલેકે તેમના સિંગિગને જીવન બનાવ્યું હતું. બાળપણથી લઈને મૃત્યુ સુધી તેમણે અઢળક ગીતો ગાયા છે. ત્યારે આજે તેમની પુણ્યતિથિ પર તેના વિશે કેટલાક રસપ્રદ કિસ્સાઓ જાણીએ.
death anniversary  36 ભાષાઓ  હજારો ગીતો અને ગિનિસ રેકોર્ડ… લતા મંગેશકરનો અમર સંગીત સફર
Advertisement
  • Death anniversary: લતા મંગેશકરની આજે પુણ્યતિથિ
  • 36 ભાષાઓમાં ગુંજેલો એક જ અવાજ…
  • લતા મંગેશકરના સૂર સદીઓ સુધી ગૂંજતા રહેશે
  • લગ જા ગલે’થી ‘રૈના બીતી જાયે’ સુધી… લતા મંગેશકરના કાલાતીત સૂર

Death anniversary: આજે ભારતની "બુલબુલ ઓફ ઈન્ડિયા" (Bulbul of India) એટલે કે, લતા મંગેશકર (Lata Mangeshkar) ની પુણ્યતિથિ છે. આ સુપ્રસિદ્ધ ગાયિકાને આ દુનિયા છોડ્યાને ચાર વર્ષ થઈ ગયા છે, પરંતુ તેમના ગીતોના સૂર અમર છે. લતા મંગેશકરનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Guinness Book of World Records) માં નોંધાયું હતું. અને તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા.

Death anniversary 01_GUJARAT_FIRST

Advertisement

Death anniversary: અમર અવાજ

લતા મંગેશકર ભારતીય સંગીતનો એક અમર અવાજ છે. જેમના નામથી જ સૂર, સમર્પણ અને ભક્તિનો અનુભવ થાય છે. તેમને ફક્ત ગાયિકા (Singer) કહેવું પૂરતું નથી. કારણ કે તેમણે ભારતીય સિનેમા (Indian cinema) અને સંગીત (Music) સંસ્કૃતિનો આત્મા મૂર્તિમંત કર્યો છે.

Advertisement

Death anniversary: લતા મંગેશકરનો જન્મ

ચાર દાયકાથી વધુ સમય સુધી, તેમણે પોતાના અવાજથી લાખો હૃદયને સ્પર્શી લીધા, માત્ર એક પેઢી પર નહીં પરંતુ પેઢીઓ પર કાયમી છાપ છોડી. 28 સપ્ટેમ્બર, 1929 ના રોજ ઇન્દોરમાં લગા મંગેશકરનો જન્મ થયો હતો. તેમનું સાચું નામ હેમા મંગેશકર હતું.

Death anniversary 02_GUJARAT_FIRST

Death anniversary: નાની ઉંમરથી સંગીતની દુનિયામાં એન્ટ્રી

લતા મંગેશકર (હેમા) ખૂબ જ નાની ઉંમરે સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો. મુશ્કેલ શરૂઆતના સમયગાળા પછી, તેમણે 1940 ના દાયકામાં પ્લેબેક સિંગિંગ (Playback singing) માં પોતાને સ્થાપિત કર્યા. ત્યારબાદ તેમણે હિન્દી (Hindi), મરાઠી (Marathi), બંગાળી (Bengali), તમિલ (Tamil), તેલુગુ (Telugu), ઉર્દૂ (Urdu) અને અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં ગાયું હતું. એવું કહેવાય છે કે તેમણે તેમની કારકિર્દીમાં 25 હજારથી વધુ ગીતો રેકોર્ડ કર્યા હતા. જે પોતે જ એક સીમાચિહ્નરૂપ છે.

આ પણ વાંચો--- Govinda Attack : 'વહેલી સવારે અભિનેતા પર હુમલો.!', મેનેજરે વટાણા વેર્યા

Death anniversary: લગા મંગેશકરનો રેકોર્ડ

લતા મંગેશકરે 36 ભારતીય ભાષાઓ સાથે અનેક વિદેશી ભાષાઓ (Foreign languages)માં ગીત ગાયા હતા. જેનો તેમણે એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. સૌથી વધુ રેકોર્ડ કરાયેલા ગીતો ધરાવતી ગાયિકા તરીકે તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું હતું. પરંતુ તેમનો રેકોર્ડ પાછળથી તેમની બહેન આશા ભોંસલે (Asha Bhosle) એ તોડી નાખ્યો.

Death anniversary_GUJARAT_FIRST

Death anniversary: લતાના સદાબહાર ગીતો

લતા મંગેશકરને "ભારતની બુલબુલ" તરીકે ઓળખવામાં આવે છે. તેમનો અવાજ એટલો વિશિષ્ટ હતો કે દરેક ઉંમરના લોકો તેમની સાથે જોડાયેલા હોવાનો અનુભવ કરતા હતા. જ્યારે બુલબુલના શ્રેષ્ઠ ગીતોની વાત આવે છે, ત્યારે "લગ જા ગલે" સૌથી પહેલા ધ્યાનમાં આવે છે.

"વો કૌન થી" ફિલ્મના "લગ જા ગલે" થી વધુ પ્રખ્યાત ભારતીય ગીત ભાગ્યે જ કોઈ હશે. મદન મોહન, જેમની પ્રેરણા (Inspiration) લતા હતી, તેમણે 1964 ની ફિલ્મ "વો કૌન થી" માટે સંગીત આપ્યું હતું. ઘણા ગાયકોએ આ ક્લાસિક ગીત (Classic song) ગાવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ કોઈએ લતા જેવી લાગણીને પકડી નથી.

લતા મંગેશકરના કાલાતીત ગીતોમાં "આજ ફિર જીને કી તમન્ના" (ફિલ્મ Guide) નો સમાવેશ થાય છે. આ ગીત આજે પણ શેરીના ખૂણે-ખૂણે ગુંજતું સાંભળી શકાય છે.

રૈના બીતી જાયે (પ્રેમ અમર પ્રેમ): લતા મંગેશકર દ્વારા ગવાયેલું આ ગીત અમર છે. આજે પણ, તે સૂર સાંભળીને હૃદયમાં શાંતિની અનુભૂતિ થાય છે. એકવાર તમે તેને સાંભળશો, તો તમે વારંવાર તેને સાંભળવાની ઈચ્છા થશે.

આ પણ વાંચો---  Rajpal Yadav Surrenders : બોલિવૂડના અભિનેતાનું Tihar Jail માં સમર્પણ

Tags :
Advertisement

.

×