દિલ્હી HC એ માનહાનિ કેસમાં Shah Rukh Khan ને સમન્સ મોકલ્યું!
- માનહાનિ કેસમાં Shah Rukh Khan ને સમન્સ
- દિલ્હી HCએ માનહાનિ કેસમાં સમન્સ મોકલ્યું
- ગૌરી ખાન, નેટફ્લિક્સને પણ સમન્સ મોકલ્યું
- NCBના પૂર્વ અધિકારી વાનખેડે કરી છે અરજી
- ફિલ્મમાં છબી ખરાબ કરવાનો લગાવ્યો આરોપ
- 30 ઓક્ટોબરે હાઈકોર્ટમાં વધુ સુનાવણી થશે
Shah Rukh Khan defamation case : બોલિવૂડના 'કિંગ ખાન' શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને તેમનું પ્રોડક્શન હાઉસ ફરી એકવાર કાયદાકીય વિવાદમાં ફસાયા છે. દિલ્હી હાઈકોર્ટે અભિનેતા શાહરૂખ ખાન, તેમની પત્ની ગૌરી ખાનની કંપની Red Chillies Entertainment, અને OTT પ્લેટફોર્મ Netflix સામે માનહાનિના કેસમાં સમન્સ જારી કર્યા છે. આ મામલો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના પૂર્વ અધિકારી સમીર વાનખેડે (Sameer Wankhede) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સાથે સંબંધિત છે.
માનહાનિનો આરોપ અને કેસની વિગતો
દિલ્હી હાઈકોર્ટે બુધવારે સમીર વાનખેડેની અરજી પર સુનાવણી હાથ ધરી હતી અને તમામ પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે. વાનખેડેએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે 18 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી વેબ સિરીઝ "ધ બેડ્સ ઓફ બોલિવૂડ" માં તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવામાં આવી છે. આ વેબ સિરીઝ શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા બનાવવામાં આવી છે અને તે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. વાનખેડેનો મુખ્ય દાવો છે કે સિરીઝમાં એક પાત્રને NCB અધિકારી તરીકે દર્શાવવામાં આવ્યું છે, અને આ પાત્રના દ્રશ્યો સીધી રીતે તેમને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. તેમનું કહેવું છે કે ભલે તેમનું નામ કે ઓળખ સીધી રીતે ઉપયોગમાં ન લેવાઈ હોય, પરંતુ દર્શકો માટે એ સ્પષ્ટ છે કે આ પાત્ર તેમના ભૂતકાળના કેસો અને તેમની જાહેર છબી પરથી પ્રેરિત છે.
Shah Rukh Khan પાસેથી વાનખેડેની શું છે માંગણી?
પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડેએ કોર્ટ સમક્ષ વેબ સિરીઝના કન્ટેન્ટને બદનક્ષીભરી જાહેર કરવા અને તેમની છબીને થયેલા નુકસાન બદલ ₹2 કરોડનું નુકસાન (વળતર) ચૂકવવાની માંગ કરી છે. તેમનો દાવો છે કે શો પ્રસારિત થયા બાદ તેમને સોશિયલ મીડિયા પર અનેક અપમાનજનક પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડ્યો છે, જેનાથી તેમની જાહેર છબી અને વ્યાવસાયિક પ્રામાણિકતાને ભારે નુકસાન પહોંચ્યું છે. વાનખેડેના મતે, આ શો માત્ર ખોટો નથી, પરંતુ તેમની મહેનત અને પ્રમાણિકતા પર પણ ગંભીર સવાલો ઉઠાવે છે.
કાયદાકીય દ્રષ્ટિકોણ
માનહાનિની અરજીમાં વાનખેડેએ એક મહત્વનો કાયદાકીય મુદ્દો ઉઠાવ્યો છે અને "કોઈપણ સર્જનાત્મક અથવા ફિલ્મી કલ્પનાના આડમાં વ્યક્તિની છબી સાથે છેડછાડ કરી શકાતી નથી." તેથી આ કેસ ભારતમાં સર્જનાત્મક અભિવ્યક્તિની સ્વતંત્રતા (Creative Freedom) અને વ્યક્તિના સન્માન તથા પ્રતિષ્ઠાના અધિકાર (Right to Dignity) વચ્ચેના સંતુલનનો એક ઉત્તમ ઉદાહરણ બનશે. જો કે નિર્માતાઓ ઘણીવાર દાવો કરે છે કે પાત્રો કાલ્પનિક છે અથવા 'પ્રેરિત' છે, પણ જો તે સ્પષ્ટ રીતે કોઈ જીવિત વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તો તે કાયદાકીય રીતે માનહાનિ બની શકે છે. કોર્ટે તમામ પક્ષોને 7 દિવસની અંદર જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો : બિગ બોસ કન્નડનું ઘર કરાયું સીલ, શોના સ્ટુડિયો સંકુલને તાત્કાલિક બંધ કરવાનો અપાયો આદેશ