Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

"હવે શક્કલ ન બતાવતા", બંગાળમાં Mamata Banerjee ની હાર પર 'ગોપી વહુ' Devoleena Bhattacharjee એ કર્યા પ્રહાર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 (Devoleena Bhattacharjee Bengal Election) માં ભાજપની ઐતિહાસિક જીત બાદ અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જીએ મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા છે. દેવોલીનાએ સોશિયલ મીડિયા પર બંગાળના શાસનને 'ખરાબ સપનું' ગણાવી પરિવર્તનને આવકાર્યું હતું. રાજ્યમાં ભાજપે 206 બેઠકો સાથે બહુમતી મેળવી છે, જ્યારે મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી પરાજિત થતા સત્તા પરિવર્તનનો નવો યુગ શરૂ થયો છે.
 હવે શક્કલ ન બતાવતા   બંગાળમાં  mamata banerjee ની હાર પર  ગોપી વહુ  devoleena bhattacharjee એ કર્યા પ્રહાર
Advertisement
  • બંગાળમાં સત્તા પલટો: મમતાની હાર અને દેવોલીનાની વિવાદાસ્પદ પોસ્ટ
  • ભાજપે 206 બેઠકો સાથે બંગાળમાં ઐતિહાસિક જીત મેળવી
  • મમતા બેનર્જી પોતાની જ બેઠક ભવાનીપુર પરથી પરાજિત
  • અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર
  • દેવોલીનાએ કહ્યું- "બંગાળનું સૌથી ખરાબ સપનું હવે પૂરું થયું"
  • સોશિયલ મીડિયા પર દેવોલીનાની પોસ્ટ બની ચર્ચાનો વિષય

Devoleena Bhattacharjee Bengal Election : ટેલિવિઝન અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjee Bengal Election) તેના બેબાક નિવેદનો માટે જાણીતી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 (West Bengal Assembly Election 2026) ના પરિણામો બાદ તેણે સોશિયલ મીડિયા પર જે પ્રતિક્રિયા આપી છે, તેણે ઈન્ટરનેટ પર નવી ચર્ચા જગાવી છે. દેવોલીનાએ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહાર કર્યા છે.

"રાજકારણમાં સૌથી વધુ નફરત જો કોઈને કરી હોય તો તે આ છે"

દેવોલીનાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, "જો મેં ક્યારેય કોઈ રાજનેતાને નફરત કરી હોય, તો તે આ જ છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) અને તેમની ટોળી કરતા પણ વધુ. હકીકતમાં, મને લાગે છે કે રાહુલ ગાંધી એક સારા માણસ છે અને તેમનું સેન્સ ઓફ હ્યુમર પણ સરસ છે." વધુમાં તેણે મમતા બેનર્જી (Mamata Banerjee) તરફ ઈશારો કરતા લખ્યું, "ટાટા! હવે બંગાળમાં તમારી શક્કલ ક્યારેય નહીં દેખાય. પશ્ચિમ બંગાળે આટલા વર્ષો સુધી જે ખરાબ સપનું જોયું છે, તે હવે પૂરું થયું છે. હવે કોઈ 'રૂમ્બા-તુમ્બા-ઝુમ્બા' નહીં કરે, હવે તો બસ 'ઢિંચકા-ચિકા' ચાલશે!"

Advertisement

Advertisement

બંગાળમાં ભાજપનું ભગવું વાવાઝોડું

પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 ના પરિણામોએ રાજ્યના રાજકારણમાં નવા યુગની શરૂઆત કરી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ પહેલીવાર બંગાળની સત્તા કબજે કરી છે અને 206 બેઠકો સાથે પ્રચંડ બહુમતી હાંસલ કરી છે. બીજી તરફ, 15 વર્ષ સુધી શાસન કરનાર મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) માત્ર 81 બેઠકો પર સમેટાઈ ગઈ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ખુદ મમતા બેનર્જી પોતાની ભવાનીપુર બેઠક પરથી ભાજપના નેતા શુભેન્દુ અધિકારી (Suvendu Adhikari) સામે હારી ગયા છે.

આ  પણ વાંચો : ઈશા અંબાણીની સોનેરી સાડી, કરણ જોહરનું ડેબ્યૂ અને નતાશા પૂનાવાલાનો ફ્યુચરિસ્ટિક લુક Met Gala 2026 માં છવાયો

Tags :
Advertisement

.

×