Dhamaal-4 : ધમાચકડી મચાવતી Ajay Devgan સ્ટારર ધમાલ-4ની રિલીઝ ડેટ કરાઈ જાહેર
- Dhamaal-4 ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે
- વર્ષ 2026ની ઈદ પર આ ફિલ્મ ધમાચકડી મચાવશે
- ધમાલ ફ્રેન્ચાઈઝ બોલિવૂડની સફળ ફ્રેન્ચાઈઝ પૈકીની એક છે
Dhamaal-4 : આજે બોલિવૂડમાં અજય દેવગણ (Ajay Devgn) ફ્રેન્ચાઈઝ ફિલ્મોનો સુપર સ્ટાર ગણાય છે. અજય દેવગણ સીંઘમ, ગોલમાલ, દ્રશ્યમ, રેડ અને ધમાલ જેવી ફ્રેન્ચાઈઝને સફળતા અપાવી ચૂક્યો છે. હવે ધમાલ ફ્રેન્ચાઈઝનો ચોથો પાર્ટ કે જેમાં અજય દેવગણ ઉપરાંત રીતેશ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરી જેવા ધૂરંધર કોમેડી સ્ટારે અભિનય કર્યો છે. આ ચોથા પાર્ટની રિલીઝ ડેટને લોક કરી દેવામાં આવી છે. વર્ષ 2026ની ઈદ પર આ ફિલ્મ વર્લ્ડવાઈડ થીયેટરમાં રજૂ કરવામાં આવશે. દર્શકોમાં રિલીઝ ડેટ જાહેર થવાથી ઉત્સાહ વ્યાપી ગયો છે.
તરણ આદર્શે કર્યુ ટ્વિટ
અગ્રણી ફિલ્મ ક્રિટિક તરણ આદર્શ (Taran Adarsh)એ ફિલ્મની રિલીઝ તારીખની જાહેરાત કરી છે. તરણે સ્ટાર કાસ્ટની તસવીર શેર કરીને કેપ્શન આપ્યું છે કે, Dhamaal-4 2026ની ઈદના અવસર પર સિનેમાઘરોમાં આવશે. તેમણે લખ્યું કે, અજય દેવગણ, રિતેશ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરીના અભિનયથી સજ્જ ધમાલ 4 2026ની ઈદ પર રિલીઝ થશે. તરણ આદર્શે કરેલ ટ્વિટ બાદ દર્શકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે કારણ કે ધમાલ ફ્રેન્ચાઈઝ સપરિવાર માણી શકાય તેવું નિર્દોષ હાસ્ય પીરસતી ફિલ્મો રજૂ કરે છે.
View this post on Instagram
આ પણ વાંચોઃ MI-8 : ટ્રોમ ક્રુઝની 'મચઅવેટેડ' ફિલ્મને રિલીઝ અગાઉ 'મચકોડ'...!!!
અગાઉના ત્રણેય પાર્ટ હિટ
વર્ષ 2007માં ધમાલ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થતા જ દર્શકો વધાવી લીધી હતી. ધમાલ ફ્રેન્ચાઈઝનો પાર્ટ-1 બોક્સ ઓફિસ પર સકસેસ રહ્યો હતો. તેથી જ ફિલ્મના ડાયરેક્ટર ઈન્દર કુમારે આ ફિલ્મની સીકવલ બનાવવાનું નક્કી કર્યુ. વર્ષ 2011માં ધમાલ-2 (Double Dhamaal) આવી જે પણ હિટ રહી. વર્ષ 2019માં ધમાલ-3 (Total Dhamaal) આવી હતી. આ ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ સકસેસ રહી હતી. તેમજ દર્શકો ઉપરાંત ક્રિટિક્સે પણ આ ફિલ્મો વખાણી હતી. તેથી હવે ફિલ્મનો 4 પાર્ટ બનવાનું નક્કી જ હતું. જેનું તાબડતોબ શૂટિંગ શરુ થઈ ગયું અને રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે.
View this post on Instagram
ધમાલ-4ની સ્ટાર કાસ્ટ
'ધમાલ 4'માં અજય દેવગન, રિતેશ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરી, સંજય મિશ્રા, સંજીદા શેખ, અંજલિ આનંદ, રવિ કિશન જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન ઈન્દર કુમાર કરી રહ્યા છે. ભૂષણ કુમાર, ઈન્દર કુમાર અને અજય દેવગન સાથે મળીને આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Amir Khan ની કોની સાથેની મુલાકાત ફિલ્મ સીતારે જમીન પર માટે બની ગઈ મુસીબત ?