Dhanashree Verma : નસીબમાં સારું લખ્યું...,શું છૂટાછેડા બાદ ફરી પ્રેમમાં પડશે આ અભિનેત્રી
- કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા ફરી ચર્ચામાં
- ધનશ્રી હવે પ્રેમની શોધમાં પણ છે
- ધનશ્રીએ એક ઈન્ટરવ્યુમાં કર્યો ખુલાસો
Dhanashree Verma : હાલમાં જ કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા (dhanashree verma)અને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલના (yuzvendra chahal)છૂટાછેડા થયા છે. છૂટાછેડા બાદ યુઝવેન્દ્ર ચહલ તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. સાથે જ એવી અફવાઓ પણ છે કે તે આરજે મહવાશને ડેટ કરી રહ્યો છે. ધનશ્રી વર્મા પણ તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જોકે, તે હવે પ્રેમની શોધમાં પણ છે. ધનશ્રીએ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે.
પ્રેમમાં ડૂબવા તૈયાર છે ધનશ્રી વર્મા
ધનશ્રી વર્માએ તેના કરિયર અને પ્રેમ અંગે વાતચીત કરી હતી. ધનશ્રી વર્માને પૂછવામાં આવ્યું કે શું તે ફરીથી પ્રેમ કરવા તૈયાર છે કે પછી તેના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વિચારી રહી છે? તેના જવાબમાં અભિનેત્રીએ જવાબ આપ્યો હતો કે, છૂટાછેડા બાદ તે ફરીથી પ્રેમ કરવા તૈયાર છે.
હું મારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરું છું: ધનશ્રી વર્મા
વાતચીતમાં ધનશ્રી વર્માએ કહ્યું હતું કે, 'હું હંમેશા મારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરું છું. પછી તે ભલે ડેન્ટિસ્ટ તરીકે મારું કામ હોય કે ફિલ્મ કે ટીવી ઈન્ડસ્ટ્રીમાં હોય. જ્યારે મે ડાંસિંગમાં પોતાનું કરિયર બદલ્યું તો પોતાની ડાન્સ એકેડમી ખોલી, કોરિયોગ્રાફી શરૂ કરી, વાયરલ વીડિયો બનાવ્યા હતા. તેથી હું જે પણ કામ કરૂં છું કે, કાળજીપૂર્વક કરું તો જ આ થઈ શકે.
પ્લાન કરીને પ્રેમ ન કરી શકું
તમે અગાઉથી નક્કી કરી શકતા નથી કે હું આજથી એક વર્ષ પછી પ્રેમમાં પડીશ. પ્રેમ એક ખૂબ જ અલગ વસ્તુ છે. મારા માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે હું મારા જીવનમાં આગળ શું કરવા માંગુ છું. અત્યારે હું મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું. હું મારી જાતને શ્રેષ્ઠ રીતે રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું.' ફરીથી પ્રેમ કરવા પર ધનશ્રી વર્માએ જવાબ આપ્યો હતો કે, નસીબમાં સારી વસ્તુઓ લખાયેલી હોય તો કેમ નહીં? જીવનમાં પ્રેમ કોણ નથી ઇચ્છતું? હાલમાં હું મારા કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું.'