આજે ધર્મેન્દ્રનો 90મો જન્મદિવસ, પુત્ર સની અને પુત્રી ઈશાએ 'હીમેન'ને આપી આ રીતે શ્રદ્ધાંજલિ
- આજે 8 ડિસેમ્બર, બોલિવૂડ દિગ્ગજ ધર્મેન્દ્રનો 90મો જન્મદિવસ (Dharmendra 90th Birthday)
- પુત્ર સની દેઓલે પહાડો વચ્ચેનો તેમનો એક અનસીન વીડિયો શેર કર્યો
- સનીએ લખ્યું: "પપ્પા હંમેશા મારી સાથે છે, મારી અંદર છે. મિસ યુ."
- પુત્રી ઈશા દેઓલે પણ જૂની તસવીરો સાથે હૃદયસ્પર્શી ભાવુક સંદેશ આપ્યો
- ફેન્સ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપીને ધર્મેન્દ્રને યાદ કરી રહ્યા છે
Dharmendra 90th Birthday : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનો આજે, 8 ડિસેમ્બરના રોજ જન્મદિવસ છે. જો તેઓ આપણી વચ્ચે હોત તો તેમનો 90મો જન્મદિવસ ઉજવી રહ્યા હોત. તેમના જન્મદિવસના આ ખાસ અવસરે તેમના ચાહકો, પરિવારજનો અને નજીકના લોકો તેમને યાદ કરીને ભાવુક થઈ રહ્યા છે.
પુત્રી ઈશા દેઓલની હૃદયસ્પર્શી પોસ્ટ (Dharmendra 90th Birthday)
ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી ઈશા દેઓલે સવારે જ પિતાને યાદ કરીને એક ખાસ પોસ્ટ લખી હતી. ઈશાએ ધર્મેન્દ્ર સાથેની કેટલીક જૂની અને પ્રેમાળ તસવીરો શેર કરી અને ખૂબ જ હૃદયસ્પર્શી સંદેશ આપ્યો. તેમણે લખ્યું, “મારા વ્હાલા પપ્પાને... આપણું એ વચન, સૌથી મજબૂત બંધન... દરેક જન્મમાં, દરેક લોકમાં, તેનાથી પણ પર... આપણે હંમેશા સાથે છીએ પપ્પા. સ્વર્ગ હોય કે ધરતી, આપણે એક છીએ. અત્યારે મેં તમને ખૂબ જ પ્રેમથી, ખૂબ જ નાજુક રીતે મારા હૃદયની સૌથી અંદર છુપાવી દીધા છે... જેથી આ જન્મમાં હંમેશા સાથે લઈને ચાલી શકું.”
સની દેઓલે પહાડો વચ્ચેનો અનસીન વીડિયો કર્યો શેર
બહેન ઈશા પછી હવે પુત્ર સની દેઓલે પણ પિતા ધર્મેન્દ્રને યાદ કર્યા છે. સની દેઓલે સોશિયલ મીડિયા પર સ્વર્ગસ્થ અભિનેતાનો એક અત્યાર સુધી ન જોયેલો વીડિયો શેર કરીને ભાવુક શ્રદ્ધાંજલિ આપી છે.
સની દેઓલે શેર કરેલા આ સુંદર વીડિયોમાં પિતા-પુત્ર પહાડો વચ્ચે શાંતિપૂર્ણ દૃશ્યોનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોના કેપ્શનમાં સની દેઓલે લખ્યું, “આજે મારા પપ્પાનો જન્મદિવસ છે. પપ્પા હંમેશા મારી સાથે છે, મારી અંદર છે. લવ યુ પપ્પા. મિસ યુ.”
ફેન્સ દ્વારા શ્રદ્ધાંજલિ અને ભાવુક પ્રતિક્રિયાઓ
સની દેઓલની આ ભાવુક પોસ્ટ જોઈને ફેન્સની આંખો પણ ભીની થઈ ગઈ હતી. કોમેન્ટ સેક્શનમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રતિક્રિયાઓ આપી. એક ચાહકે લખ્યું, “પાપાજીને આજે તેમની 90મી વર્ષગાંઠ પર ખૂબ યાદ કરી રહ્યા છીએ”, તો અન્ય એક યુઝરે કહ્યું કે, “તેઓ હંમેશા આપણા દિલમાં જીવંત રહેશે.” બંને ભાઈ-બહેનની આ પોસ્ટ્સે ફરી એકવાર ધર્મેન્દ્રની યાદોને તાજી કરી દીધી છે.
આ પણ વાંચો : Kinjal Dave Engagement: ગુજરાતી સિંગર કિંજલ દવેએ છાનામાના કરી લીધી સગાઈ, જાણો કોણ છે ધ્રુવીન શાહ?