Dharmendra Family: ધર્મેન્દ્રની 2 પત્નીઓ, 6 સંતાનો અને 13 પૌત્રો, કોણ છે 'હી-મેન'ના વારસ?
- અભિનેતા ધર્મેન્દ્રના નિધનની અફવા ખોટી (Dharmendra Family Tree)
- અભિનેતા ધર્મેન્દ્રના નિધનની અફવાઓ ખોટી સાબિત થઈ.
- હેમા માલિની અને ઈશા દેઓલે કહ્યું - ધર્મેન્દ્ર સ્વસ્થ છે.
- શ્વાસની તકલીફને કારણે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ.
- પરિવારે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી શ્રદ્ધાંજલિ પર રોક લગાવી.
Dharmendra Family Tree : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના ચાહકો માટે એક મોટા રાહતના સમાચાર છે. તાજેતરમાં તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ અહેવાલો અનુસાર તેઓ હવે વેન્ટિલેટર (Ventilator) પર નથી અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.
ધર્મેન્દ્રના પત્ની હેમા માલિની અને પુત્રી ઈશા દેઓલે (Esha Deol) પુષ્ટિ કરી છે કે અભિનેતા હવે સ્વસ્થ છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. પત્ની અને પુત્રીએ ધર્મેન્દ્રના નિધનના અહેવાલોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે અને લોકોને આ પ્રકારના ખોટા સમાચાર (Fake News) ન ફેલાવવાની અપીલ કરી છે.
તમને જણાવી દઈએ કે આજે એટલે કે 11 નવેમ્બર 2025 (મંગળવાર) ની સવારથી જ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે 89 વર્ષીય લેજેન્ડરી એક્ટર ધર્મેન્દ્રનું નિધન થયું છે. જોકે, અભિનેતાની પુત્રી ઈશા દેઓલ અને પત્ની હેમા માલિનીએ (Hema Malini) આ મૃત્યુના સમાચારોને તદ્દન ખોટા ગણાવ્યા છે.
ધર્મેન્દ્રની ખરાબ તબિયતનું સત્ય શું છે? – Dharmendra Health Update
અભિનેતા ધર્મેન્દ્રની હાલત છેલ્લા કેટલાક દિવસોથી નાજુક બની રહી હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ (Breach Candy Hospital) માં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, આજે વહેલી સવારથી એવી અફવા ફેલાઈ હતી કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન ધર્મેન્દ્રનું નિધન થયું છે.
આ સમાચાર સામે આવ્યા બાદ સામાન્ય લોકોથી લઈને બોલિવૂડના કલાકારો સુધી અનેક લોકોએ સોશિયલ મીડિયા પર અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું હતું. જોકે, તરત જ ધર્મેન્દ્રની પુત્રી ઈશા દેઓલ અને બીજા પત્ની હેમા માલિનીએ આ મોતની ખબરને (Dharmendra Death Rumour) તદ્દન ખોટી ગણાવી હતી.
View this post on Instagram
ચાલો જાણીએ ધર્મેન્દ્રના વિશાળ પરિવાર વિશે:
બે લગ્ન અને મોટો પરિવાર – Dharmendra Family Tree
ધર્મેન્દ્રએ પોતાના જીવનમાં બે લગ્ન કર્યા છે. પ્રથમ લગ્ન પ્રકાશ કૌર (Prakash Kaur) સાથે અને બીજા લગ્ન અભિનેત્રી અને રાજકારણી હેમા માલિની સાથે. અભિનેતાને કુલ 6 સંતાનો અને 13 પૌત્રો-પૌત્રીઓ છે.
- પ્રથમ પત્ની – પ્રકાશ કૌર ધર્મેન્દ્રના પ્રથમ લગ્ન ત્યારે થયા હતા જ્યારે તેમની ઉંમર માત્ર 19 વર્ષ હતી અને તેઓ ફિલ્મોમાં આવ્યા ન હતા. પ્રકાશ કૌરથી તેમને ચાર સંતાનો છે: સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા દેઓલ અને અજીતા દેઓલ.
- બીજા પત્ની – હેમા માલિની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી ધર્મેન્દ્રની મુલાકાત અભિનેત્રી હેમા માલિની સાથે થઈ. બંને વચ્ચે નિકટતા વધી અને 1970ના દાયકામાં તેમણે લગ્ન કર્યા. આ લગ્ન ત્યારે ખૂબ ચર્ચામાં રહ્યા હતા કારણ કે ધર્મેન્દ્ર પહેલાથી જ પરિણીત હતા.
એવું કહેવાતું હતું કે પ્રકાશ કૌરે ધર્મેન્દ્રને છૂટાછેડા આપવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ ધર્મેન્દ્ર અને હેમાએ કથિત રીતે ધર્મ પરિવર્તન (Conversion) કરીને લગ્ન કર્યા હતા. જોકે, 2004માં ધર્મેન્દ્રએ આ અહેવાલોને માત્ર અફવા ગણાવી હતી.
ધર્મેન્દ્ર પોતાનો મોટાભાગનો સમય તેમના લોનાવાલા સ્થિત ફાર્મહાઉસ પર વિતાવે છે, જ્યારે તેમના બંને પત્નીઓ અલગ-અલગ ઘરોમાં રહે છે. હેમા માલિની અને ધર્મેન્દ્રને બે પુત્રીઓ છે: ઈશા દેઓલ અને અહાના દેઓલ.
ધર્મેન્દ્રના સંતાનો અને પૌત્રો-પૌત્રીઓ પર એક નજર:
- સની દેઓલ (Sunny Deol): સની દેઓલે લિન્ડા દેઓલ (ઉર્ફે પૂજા દેઓલ) સાથે લગ્ન કર્યા છે. તેમને બે પુત્રો છે – કરણ દેઓલ અને રાજવીર દેઓલ. કરણ દેઓલે જૂન 2023માં દ્રિશા આચાર્ય સાથે લગ્ન કર્યા હતા.
- બોબી દેઓલ (Bobby Deol): બોબી દેઓલે 1996માં તાન્યા આહુજા દેઓલ સાથે લગ્ન કર્યા, જે બિઝનેસવુમન અને ઇન્ટિરિયર ડિઝાઇનર છે. તેમને બે પુત્રો છે – આર્યમન દેઓલ અને ધરમ દેઓલ.
- વિજેતા દેઓલ: વિજેતા દેઓલે વિવેક ગિલ સાથે લગ્ન કર્યા છે. તેમને બે સંતાનો છે – સાહિલ ગિલ અને પ્રેરણા ગિલ.
- અજીતા દેઓલ: અજીતા દેઓલે શિક્ષણ અને તબીબી ક્ષેત્રે કારકિર્દી પસંદ કરી. તેઓ હાલમાં કેલિફોર્નિયા, યુએસએમાં રહે છે.
- ઈશા દેઓલ: ઈશા દેઓલે બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે પુત્રીઓ છે. તાજેતરમાં તેમના છૂટાછેડા થયા છે.
- અહાના દેઓલ: અહાનાએ વૈભવ વોહરા સાથે લગ્ન કર્યા છે અને તેમને ત્રણ સંતાનો છે.
ધર્મેન્દ્રને 'હી-મેન ઓફ બોલિવૂડ' (He-Man of Bollywood) તરીકે ઓળખવામાં આવે છે. 300થી વધુ ફિલ્મોમાં કામ કરનાર આ મહાન અભિનેતાના ચાહકો તેમના સ્વસ્થ થવાના સમાચારથી રાહત અનુભવી રહ્યા છે.
આ પણ વાંચો :Dharmendra Net Worth: ખંડાલામાં ફાર્મહાઉસ... મુંબઈમાં ઘર, 'શોલે'ના વીરુ પાસે જાણો કેટલી છે સંપત્તિ


