Dhurandhar-2 અને Rahul Gandhi નું કનેક્શન સામે આવતા ઉત્સુકતા !
- Dhurandhar-2 ફિલ્મમા ટીઝરમાં Rahul Gandhi નું નામ દેખાતા કૌતુક સર્જાયુ
- દેશના સંસદના વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીનું નામ ખુબ જાણીતું છે
- Dhurandhar ફિલ્મનો બીજો ભાગ 19 માર્ચે રિલીઝ થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે
Dhurandhar-2 Rahul Gandhi Connection : તાજેતરમાં 'Dhuirandhar-2'નું ટીઝર રિલીઝ થયું છે, અને ફિલ્મના ક્રેડિટ્સમાં Rahul Gandhi નું નામ જોવા મળતા બધા દર્શકોની ઉત્સુકતામાં વધારો કર્યો છે. એક્શન થ્રિલર મૂવી Dhurandhar નો પહેલો ભાગ બોલિવૂડ અને OTT પર ખુબ સફળ રહ્યો છે. અને તેના બીજા ભાગને લઇને લોકોમાં ભારે ઇંતેજારી છે, ત્યારે રાહુલ ગાંધીનું નામ વાંચવા મળતા લોકો વિચારતા થઇ ગયા છે. જો કે, સુત્રોના જણાવ્યા અનુસાર, આપણા દેશની સંસદના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી છે, જે ખુબ જાણીતા છે, પરંતુ તેમને આ ફિલ્મ જોડે કોઇ લેવા દેવા નથી.
View this post on Instagram
અનેક ફિલ્મો અને વેબ સિરીઝ બનાવી (Dhurandhar-2 Rahul Gandhi Connection)
રાહુલ ગાંધીનું નામ 'ધૂરંધર-2' સાથે જોડવામાં આવી રહ્યું છે. હકીકતમાં, તેઓ આ સુપર હિટ ફિલ્મના બીજા ભાગના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે, અને તેમનું પૂરું નામ રાહુલ એચ. ગાંધી છે. તેમણે ધ ફેમિલી મેન, ફરઝી, મુંબઈ ડાયરીઝ, વેદા, બ્લેન્ક, સિનેમા મંડી, બ્લર, લકી ભાસ્કર અને ધધૂરંધર ફ્રેન્ચાઇઝ સહિત અનેક ફિલ્મો અને વેબ સિરીઝનું નિર્માણ કર્યું છે.
આ પણ વાંચો ------ દહેજને 'દાન' નું રૂપાળું નામ આપીને છટ્ક્યાં? 71 લાખ સ્વીકારતા વીડિયો જોઈને તમે ચોંકી જશો!
થિયેટરો અને OTT પર ધૂમ મચાવી (Dhurandhar-2 Rahul Gandhi Connection)
દિગ્દર્શક આદિત્ય ધરની ફિલ્મ 'ધૂરંધર'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. લોકો તેને જોવા માટે થિયેટરોમાં ઉમટી પડ્યા હતા. ફિલ્મ હજુ પણ થિયેટરો અને OTT પર ધૂમ મચાવી રહી છે. દરમિયાન, બીજા ભાગનું ટીઝર રિલીઝ થયું છે. આ ફિલ્મ આ વર્ષે 19 માર્ચે રિલીઝ થશે.
રણવીર સિંહ, હમઝા બની શકે છે
મંગળવારે રિલીઝ થયેલા 'ધૂરંધર 2'ના ટીઝરમાં તેની કહાનીની ઝલક જોવા મળી હતી. તેમાં રણવીર સિંહને હમઝા તરીકે અને લ્યારીમાં તેના સત્તામાં ઉદયને દર્શાવવામાં આવ્યો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રહેમાન ડાકૈતની ભૂમિકા ભજવનાર અક્ષય ખન્ના પણ ભાગ 2 માં જોવા મળી શકે છે.
આ પણ વાંચો ------ Arjun Kapoor Mother Post: "તમને જલ્દી મળીશ", શું અર્જુન કોઈ ખોટું પગલું ભરશે? ચાહકોમાં ફફડાટ


