Dhurandhar 3 ફિલ્મ બનાવવા અંગે Rakesh Bedi ની મોટી ભવિષ્યવાણી
- Dhurandhar 3 ને લઇને રાકેશ બેદી ઉર્ફે જમીલનું મોટું નિવેદન
- આદિત્ય ધર પાસે મજબૂત કહાની હશે, તો ત્રીજા ભાગ ઉપર કામ કરશે
- ધૂરંધર ફિલ્મના બે ભાગની સફળતાથી બોક્સ ઓફીસ પર રેકોર્ડ તૂટ્યા
Dhurandhar 3 : રણવીર સિંહ અભિનીત ફિલ્મ "ધુરંધર 2" ની (Dhurandhar 2 - Ranveer Singh Film) ઐતિહાસિક બોક્સ ઓફિસ સફળતાએ (Box Office - Success) ત્રીજા ભાગની અટકળોને વેગ આપ્યો છે. ફિલ્મમાં પોતાના અભિનયથી છાપ છોડી ગયેલા પીઢ અભિનેતા રાકેશ બેદીએ (Rakesh Bedi) હવે આ અટકળોનો જવાબ આપ્યો છે. રાકેશે ચાહકોના ઉત્સાહ અને ફિલ્મના ભવિષ્ય વિશે ચાલી રહેલી ચર્ચાઓ વિશે સ્પષ્ટતાથી વાત કરી છે. ચાલો જાણીએ કે "ધુરંધર 2" ના જમીલ જમાલી ઉર્ફે રાકેશ બેદીએ ફિલ્મના ત્રીજા ભાગ અંગે શું મોટી ભવિષ્યવાણી કરી છે.
આ પણ વાંચો ---------------- Akshay Kumar નો પુત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવામાં નીરસ, પિતાએ કર્યો મોટો ખુલાસો
Dhurandhar 3, કહાની ખેંચવી જરૂરી નથી
રાકેશ બેદીએ મીડિયા સાથેની વાતમાં સ્પષ્ટતા કરી કે, આદિત્ય ધર (Film Director - Aditya Dhar) ફક્ત સિક્વલ બનાવવા માટે ફિલ્મો બનાવતા નથી. તે કદાચ આ પ્રકરણને બંધ કરીને નવા પ્રોજેક્ટ પર આગળ વધવા માંગે છે. જ્યાં સુધી તેની પાસે એક મજબૂત કહાની ન હોય, ત્યાં સુધી તે ત્રીજા ભાગ પર કામ શરૂ કરશે નહીં. રાકેશ બેદી માને છે કે, જાસૂસ (જમીલ) તેના વતન પરત ફરવાથી કહાનીનો યોગ્ય નિષ્કર્ષ છે. તે માને છે કે, બળજબરીથી કહાનીને લાંબી-લચક ખેંચવાથી તેની મૌલિકતા ઓછી થઈ શકે છે.
કમાણીના રેકોર્ડ તોડ્યા
રણવીર સિંહ અભિનીત આ ફ્રેન્ચાઇઝી ફિલ્મ દ્વારા મળેલી બોક્સ ઓફિસ સફળતા ખરેખર ઐતિહાસિક છે. "ધુરંધર" માત્ર એક જાસૂસ ફિલ્મ તરીકે ઉભરી આવી નથી, પરંતુ તે ભારતીય સિનેમાની સૌથી મોટી વ્યાપારી સફળતાની વાર્તાઓમાંની એક પણ બની છે. ડિસેમ્બર 2025 માં રિલીઝ થયેલી "ધુરંધર" એ વિશ્વભરમાં આશરે રૂ. 1,307 કરોડની કમાણી કરી હતી. "ધુરંધર 2" એ વિશ્વભરમાં રૂ. 1,750 કરોડને વટાવી ગયા છે. હજી પણ વૈેશ્વિક કક્ષાએ ફિલ્મની આવક ચાલુ જ છે.
આ પણ વાંચો ---------------- Badshah Controversy : સિંગર નિકિતા ગાંધીએ રેપરને ટાર્ગેટ કરનારાઓને આપ્યો જડબાતોડ જવાબ; VIDEO


