Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Dhurandhar Box Office Record : બોક્સ ઓફિસ પર ધુરંધરની સુનામી, 2025ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ

રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' બોક્સ ઓફિસ પર સુનામી બનીને ત્રાટકી છે. માત્ર 18 દિવસમાં આ ફિલ્મે વર્લ્ડવાઈડ 877 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે દેશમાં કમાણીનો આંકડો 600 કરોડને પાર પહોંચી ગયો છે. 'ધુરંધરે' સાઉથની 'કાંતારા ચેપ્ટર-1' (850 કરોડ) ના રેકોર્ડને તોડી 2025ની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. હવે 'એનિમલ' અને 'બજરંગી ભાઈજાન' જેવી ફિલ્મોના ઓલ-ટાઇમ રેકોર્ડ પણ ખતરામાં જણાય છે.
dhurandhar box office record   બોક્સ ઓફિસ પર ધુરંધરની સુનામી  2025ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ
Advertisement
  • 18 દિવસમાં વર્લ્ડવાઇડ ક્લેક્શન 877 કરોડ પહોંચ્યું (Dhurandhar Box Office Record)
  • દેશમાં ધુરંધરની કમાણીનો આંકડો 600 કરોડને પાર
  • ધુરંધરે સાઉથની ફિલ્મ કાંતારા ચેપ્ટર-1ને પાછળ છોડી
  • કાંતારા ચેપ્ટર-1નું ટોટલ કલેક્શન 850 કરોડ હતું
  • એનિમલ, બજરંગી ભાઈજાનના રેકૉર્ડ પણ ખતરામાં!

Dhurandhar Box Office Record : બોક્સ ઓફિસ પર રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' હવે એક અટકાવી ન શકાય તેવી સુનામી બની ગઈ છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ સ્પા વન થ્રિલર ફિલ્મ દરરોજ નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. રિલીઝના માત્ર 18 દિવસમાં જ ફિલ્મે વર્લ્ડવાઈડ 877 કરોડ રૂપિયાનું અધધ કલેક્શન કરી લીધું છે. આ સાથે જ ભારતમાં પણ ફિલ્મની કમાણીનો આંકડો 600 કરોડને પાર પહોંચી ગયો છે, જે કોઈ પણ હિન્દી ફિલ્મ માટે ગર્વની વાત છે.

કાંતારા ચેપ્ટર-1 ને પછાડી બની વર્ષની સૌથી મોટી ફિલ્મ

'ધુરંધર' એ સાઉથની મચવેટેડ ફિલ્મ 'કાંતારા ચેપ્ટર-1' ને કમાણીના મામલે પાછળ છોડી દીધી છે. નોંધનીય છે કે 'કાંતારા ચેપ્ટર-1' નું કુલ કલેક્શન અંદાજે 850 કરોડ રૂપિયા હતું, જેને રણવીર સિંહની ફિલ્મે માત્ર 18 દિવસમાં જ પાર કરી દીધું છે. આ સફળતા સાથે 'ધુરંધર' 2025ની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Advertisement

એનિમલ અને બજરંગી ભાઈજાનના રેકૉર્ડ હવે ખતરામાં

ફિલ્મની ઝડપ જોતા હવે બોલીવુડની ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મો જેવી કે 'એનિમલ' (915 કરોડ) અને 'બજરંગી ભાઈજાન' (918 કરોડ) ના રેકોર્ડ પણ જોખમમાં જણાય છે. ટ્રેડ એક્સપર્ટ્સનું માનવું છે કે જે રીતે 'ધુરંધર' આગળ વધી રહી છે, તે ટૂંક સમયમાં જ 900 કરોડની ક્લબમાં સામેલ થઈને આ દિગ્ગજ ફિલ્મોને પાછળ છોડી દેશે.

સ્લીપર હિટથી ગ્લોબલ બ્લોકબસ્ટર સુધીની સફર 

ફિલ્મમાં રણવીર સિંહ 'હમઝા' નામના એજન્ટની ભૂમિકામાં છે. અક્ષય ખન્ના, સંજય દત્ત અને અર્જુન રામપાલ જેવી મજબૂત સ્ટારકાસ્ટને કારણે ફિલ્મે માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ શાનદાર દેખાવ કર્યો છે. નિર્માતાઓએ પહેલાથી જ જાહેરાત કરી છે કે આ ફિલ્મનો 'પાર્ટ 2' માર્ચ 2026 માં રિલીઝ થશે.

આ પણ વાંચો : ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ 'લાલો' હવે હિન્દીમાં ધૂમ મચાવશે, રિલીઝ ડેટ જાહેર!

Tags :
Advertisement

.

×