Akshaye Khanna ના ફેન ક્લબમાં Shilpa Shetty નો ઉમેરો, ખુશીમાં ઝૂમી ઉઠી
બોલીવુડમાં હાલ ધૂરંધર મુવી કમાલ-ધમાલ મચાવી રહી છે. આ મુવીએ જુના અનેક દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મના રેકોર્ડ તોડી નાંખ્યા છે. આ ફિલ્મમાં તમામ અભિનેતાઓના કામની સરાહના થઇ રહી છે. પરંતુ ટ્રેન્ડમાં અક્ષય ખન્નાની એન્ટ્રી છે. લોકો આ એન્ટ્રીથી એટલા પ્રભાવિત થયા છે કે, તેના જેવી એક્ટીંગ કરીને રીલો બનાવી રહ્યા છે. હવે આ ટ્રેન્ડમાં શિલ્પા શેટ્ટીનો ઉમેરો થયો છે.
Advertisement
- હાલ ધૂરંધર ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે
- ફિલ્મમાં અક્ષય ખન્નાની એન્ટ્રીની સ્ટાઇલ અને સોંગ ભારે ટ્રેન્ડમાં છે
- આ ટ્રેન્ડમાં હવે શિલ્પા શેટ્ટી જોડાઇ છે, અને વીડિયો બનાવીને ખુશી જાહેર કરી છે
Shilpa Shetty Added As Akshaye Khanna Fan : ફિલ્મ 'ધૂરંધર'નું 'FA9LA' ગીત વાયરલ થયું છે, તે બાદ હવે લોકો અક્ષય ખન્નાના ડાન્સ મૂવ્સની નકલ કરી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થયા પછી, આ ગીત અને અક્ષય ખન્નાના ડાન્સ મૂવ્સ વાયરલ થયા છે. હવે, શિલ્પા શેટ્ટી આ ટ્રેન્ડમાં જોડાઈ ગઈ છે, તેણે ચાહકો સાથે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે વાયરલ સોંગ પર ડાન્સ મૂવ્સ કરે છે. શિલ્પાએ પણ અક્ષય ખન્નાની જેમ ખભા અને હાથથી ડાન્સ મુવ્ઝ કર્યા છે. ચાહકોએ આ વીડિયો પર પ્રેમ વરસાવ્યો છે, અને તેના ડાન્સ મૂવ્સની પ્રશંસા કરી છે.

