Dhurandhar નું Box Office પર ધમાકેદાર પરફોર્મન્સ, રૂ. 500 કરોડના ક્લબમાં એન્ટ્રી
- ધૂરંધર ફિલ્મને બોક્સ ઓફિસ પર મોટી સફળતા મળી
- 16 માં દિવસે ફિલ્મનું કલેક્શન રૂ. 500 કરોડને પાર કરી ગયું
- ધૂરંધર સૌથી ઝડપી રૂ. 500 કરોડના ક્લબમાં એન્ટ્રી લેનાર ફિલ્મ બની
- અગાઉ અનેક મોટા સ્ટારના બનાવેલા રેકોર્ડ તોડી નાંખ્યા
Dhurandhar Film Enter Into Rs. 500 Crore Club : આદિત્ય ધારની ફિલ્મ "ધુરંધર" એ રામ ગોપાલ વર્માથી લઈને અક્ષય કુમાર જેવા મોટા નામોના સુધી ચાહના મેળવી છે, અને દરરોજ કોઈને કોઈ મોટું નામ ફિલ્મ વિશે લાંબી પોસ્ટ લખીને પોતાનો રાજીપો વ્યક્ત કરી રહ્યા છે. સામાન્ય માણસો તો શરૂઆતથી જ આ ફિલ્મ પર પ્રેમ વરસાવી રહ્યા છે. જેના કારણે ધૂરંધર ફિલ્મે તેના 16 માં દિવસે 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આજે, ફિલ્મે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે, અને આ રેસમાં આગળ આવીને તેણે ઘણા મોટા નામોની ફિલ્મોના રેકોર્ડ તોડીને ભુક્કા કરી નાખ્યા છે.
View this post on Instagram
આંકડો હજી વધુ ઉંચો જશે
"ધુરંધર" એ પહેલા અઠવાડિયામાં રૂ. 207.25 કરોડ કલેક્શન કર્યા. બીજા અઠવાડિયામાં, આ કલેક્શન વધીને રૂ. 253.25 કરોડ થયું. "અવતાર: ફાયર એન્ડ એશ" જેવી મોટી ફિલ્મ રિલીઝ થઈ હોવા છતાં, તે 15મા દિવસે રૂ. 22.5 કરોડ કલેક્શન કરવામાં સફળ રહી હતી. આજે, 16 માં દિવસે સાંજે 7 - 10 વાગ્યા સુધીમાં, ફિલ્મે રૂ. 21.86 કરોડની કમાણી કરી છે, જેથી ફિલ્મનીની કુલ કમાણી રૂ. 504 કરોડ પર પહોંચી ગઈ છે. SACNILK પર ઉપલબ્ધ લેટેસ્ટ ડેટા અંતિમ નથી, અને તેમાં ફેરફાર થઈ શકે છે.
રૂ. 500 કરોડ કમાનારી બીજી ફિલ્મ બની
'ધુરંધર' રૂ. 500 કરોડ કમાનારી ભારતીય ફિલ્મોની યાદીમાં બીજા ક્રમે છે, અને બોલીવુડ ફિલ્મોની યાદીમાં પ્રથમ ક્રમે છે. SACNILK અનુસાર, સૌથી ઝડપી રૂ. 500 કરોડ કમાનારી ફિલ્મોની યાદી નીચે આપેલ છે.
ફિલ્મનું નામ - બોક્સ ઓફિસ કલેક્શન રૂપિયામાં (દિવસ)
- પુષ્પા - 2 - 552.1 કરોડ (11 દિવસ)
- ધૂરંધર - 502.88 કરોડ (16 દિવસ) હજી કમાણી અપડેટ થઇ રહી છે
- જવાન - 505 કરોડ (18 દિવસ)
- સ્ત્રી - 2 - 503.25 કરોડ (22 દિવસ)
- છાવા - 503.3 કરોડ (23 દિવસ)
- ગદર - 2 - 501.17 કરોડ (24 દિવસ)
- પઠાણ - 500.05 કરોડ (28 દિવસ)
- બાહુબલી - 500.13 કરોડ (34 દિવસ)
- એનિમલ - 500.15 કરોડ (39 દિવસ)
આ પણ વાંચો ---- વર્ષ 2026 માં મોટા બજેટની આ ફિલ્મોની રિલીઝને લઇને દર્શકો આતુર !


