Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tamannaah Bhatia એ વિજય વર્મા સાથેના બ્રેકઅપની આપી હિન્ટ?

તમન્ના ભાટિયા અને વિજય વર્માને  લઈને આવ્યા સમાચાર તમન્ના અને વિજયના નજીકના સૂત્રએ ખુલાસો કર્યો બંને લગભગ એક અઠવાડિયા પહેલા અલગ થઈ ગયા Tamannaah Bhatia:બોલીવુડના પાવર કપલ તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) અને વિજય વર્માના (Vijay Verma)લગ્નની ફેન્સ આતુરતાથી રાહ...
tamannaah bhatia એ વિજય વર્મા સાથેના બ્રેકઅપની આપી હિન્ટ
Advertisement
  • તમન્ના ભાટિયા અને વિજય વર્માને  લઈને આવ્યા સમાચાર
  • તમન્ના અને વિજયના નજીકના સૂત્રએ ખુલાસો કર્યો
  • બંને લગભગ એક અઠવાડિયા પહેલા અલગ થઈ ગયા

Tamannaah Bhatia:બોલીવુડના પાવર કપલ તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) અને વિજય વર્માના (Vijay Verma)લગ્નની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હાલમાં તેમના કથિત બ્રેકઅપના સમાચારે બધાને હેરાન કરી દીધા છે. મીડિયા રિપોર્ટ મુજબ તમન્ના અને વિજયના નજીકના સૂત્રએ ખુલાસો કર્યો કે બંને લગભગ એક અઠવાડિયા પહેલા અલગ થઈ ગયા હતા.

Advertisement

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પોસ્ટ

તમન્ના ભાટિયાની એક જૂની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ જોયા પછી, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે શું 'લસ્ટ સ્ટોરી' એક્ટ્રેસે વિજય વર્મા સાથે બ્રેકઅપની હિન્ટ આપી દીધી? એક્ટ્રેસની આ પોસ્ટ ફેન્સનું ધ્યાન ખેંચી રહી છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -આ અભિનેત્રી Gold Smuggling કરતા પકડાઈ, 14.80 કિલો સોનું જપ્ત કરાયું

તમન્ના ભાટિયાએ શેર કરી પોસ્ટ

તમન્ના ભાટિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. લગભગ એક મહિના પહેલા, 29 જાન્યુઆરીના રોજ, એકટ્રેસે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેને પ્રેમ અને રુચિનો ઉલ્લેખ કર્યો હતો. તમન્નાએ પોસ્ટમાં લખ્યું હતું કે, 'હું ખરેખર માનું છું કે પ્રેમ શોધવાનું રહસ્ય પ્રેમમાં છે.' રસ લેવાનું રહસ્ય રસ રાખવાનું છે. બીજામાં સુંદરતા શોધવાનું રહસ્ય બીજામાં સુંદરતા શોધવાનું છે અને મિત્રો બનાવવાનું રહસ્ય મિત્રો બનવાનું છે.

આ પણ  વાંચો -Bollywood: આલિયા, પ્રિયંકા અને કંગના સાથે જોવા મળશે! ફેન્સને મળશે મોટી ભેટ

એક્ટ્રેસે બ્રેકઅપને લઈને આપી હિન્ટ?

તમન્ના ભાટિયા અને વિજય વર્માના કથિત બ્રેકઅપની અફવાઓ વચ્ચે, એક્ટ્રેસની આ ક્રિપ્ટિક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને જોઈને ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે તમન્નાએ એક મહિના પહેલા જ બ્રેકઅપનો સંકેત આપ્યો હશે. તે સમયે, કોઈએ એક્ટ્રેસની આ પોસ્ટ પર વધુ ધ્યાન આપ્યું ન હતું. પરંતુ જેમ જેમ તેમના બ્રેકઅપના સમાચાર સામે આવી રહ્યા છે, તેમ તેમ આ જૂની ક્રિપ્ટિક પોસ્ટ ફેન્સનું ધ્યાન ખેંચી રહી છે.

નજીકના સૂત્રએ શું કહ્યું?

મીડિયા રિપોર્ટ મુજબ તમન્ના ભાટિયા અને વિજય વર્માના નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે બંને થોડા અઠવાડિયા પહેલા અલગ થઈ ગયા હતા. પરંતુ બંને સારી મિત્રતા સાથે આગળ વધવાની યોજના બનાવી રહ્યા છે. હાલમાં, તમન્ના અને વિજય પોતપોતાના પ્રોજેક્ટ્સમાં બિઝી છે. આ સમાચારે બધાને ચોંકાવી દીધા.તમન્ના ભાટિયા અને વિજય વર્મા વચ્ચેના સંબંધોના સમાચાર 2023 માં સામે આવ્યા હતા. બંનેએ ફિલ્મ 'લસ્ટ સ્ટોરીઝ 2' માટે શૂટિંગ કર્યું હતું. આ સમય દરમિયાન, તેમના અફેરની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. ગયા વર્ષે ડિસેમ્બર, 2024 માં, સમાચાર આવ્યા હતા કે બંને લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.

Tags :
Advertisement

.

×