Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Atlee ના ઘરે લક્ષ્મી પધારી! બીજી વાર પિતા બનેલા 'જવાન' ડિરેક્ટરે શેર કરી દીકરીની ક્યુટ પોસ્ટ

ભારતીય ફિલ્મ જગતના પ્રખ્યાત ડિરેક્ટર એટલી કુમાર અને પ્રિયાના ઘરે Atlee Daughter Birth ના સમાચારથી ખુશીનો માહોલ છે. દંપતીએ દીકરીના જન્મની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર એક ક્યુટ પોસ્ટ દ્વારા કરી છે. તેમનો મોટો દીકરો મીર હવે નાની બહેનનું સ્વાગત કરવા માટે તૈયાર છે. આ સમાચાર સાંભળીને સેલેબ્સ અને ચાહકો અભિનંદન પાઠવી રહ્યા છે.
atlee ના ઘરે લક્ષ્મી પધારી  બીજી વાર પિતા બનેલા  જવાન  ડિરેક્ટરે શેર કરી દીકરીની ક્યુટ પોસ્ટ
Advertisement
  • ડિરેક્ટર એટલી અને પ્રિયા બીજી વાર માતા-પિતા બન્યા (Atlee Daughter Birth)
  • ઇન્સ્ટાગ્રામ પર ક્યુટ પોસ્ટ શેર કરી દીકરીના આગમનની આપી જાણકારી
  • મોટો ભાઈ મીર રમકડાની કાર પર બેસી નાની બહેનને વધાવવા તૈયાર
  • જાન્યુઆરી 2026 માં કપલે બીજી પ્રેગ્નન્સીની કરી હતી જાહેરાત
  • સોશિયલ મીડિયા પર બોલિવૂડ અને સાઉથ સેલેબ્સ દ્વારા શુભેચ્છાઓનો ધોધ

ભારતીય સિનેમાના જાણીતા ફિલ્મમેકર એટલી કુમાર [Atlee Kumar] અને તેમની પત્ની પ્રિયા એટલી કુમાર ફરી એકવાર માતા-પિતા બની ગયા છે. એટલી અને પ્રિયાના ઘરે દીકરીનો જન્મ (Atlee Daughter Birth) થયો છે. આ કપલે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર પોસ્ટ શેર કરીને ફેન્સ સાથે આ ખુશખબર શેર કર્યા છે. આ જાણકારી મળતા જ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ ગયો છે. સેલેબ્સથી લઈને ફેન્સ સુધી દરેક આ કપલની ખુશીમાં સહભાગી થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Atlee Kumar (@atlee47)

Advertisement

Atlee Daughter Birth : મોટા ભાઈ મીરે કર્યું બહેનનું સ્વાગત

એટલી અને પ્રિયાએ જે પોસ્ટ શેર કરી છે, તેમાં એક સુંદર સ્કેચ જોવા મળી રહ્યો છે. જેમાં ‘મોટો ભાઈ મીર’ [Big Brother Meer] લખેલું છે. આ સ્કેચમાં તેમનો દીકરો મીર રમકડાની કાર પર બેઠો હોય તેવું દેખાય છે અને તે પોતાની નાની બહેનના આવવાની ખુશી મનાવી રહ્યો છે. નોંધનીય છે કે, જાન્યુઆરી 2026માં આ કપલે બીજી પ્રેગ્નન્સી (Pregnancy) ના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ત્યારે પ્રિયાએ કેપ્શનમાં લખ્યું હતું કે તેમનું ઘર નવા સભ્યના આવવાથી ખુશીઓથી ભરાઈ જશે.

Advertisement

દસ વર્ષ પહેલા થયા હતા લગ્ન

ફિલ્મમેકર એટલી કુમાર અને પ્રિયાએ વર્ષ 2014માં લગ્ન [Marriage] કર્યા હતા. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ તેઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા. લગ્નના 8 વર્ષ બાદ એટલે કે 31 જાન્યુઆરી 2023ના રોજ તેમના પ્રથમ સંતાન તરીકે પુત્ર મીરનો જન્મ થયો હતો. હવે વર્ષ 2026માં ફરી એકવાર આ દંપતીના ઘરે દીકરીના રૂપે લક્ષ્મી પધારી છે. 'જવાન' [Jawan Movie] જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર એટલી અત્યારે પર્સનલ લાઈફમાં ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : કુંભની ‘વાયરલ ગર્લ’ Monalisa Bhosale બનશે માતા! લગ્નના વિવાદમાં પ્રેગ્નન્સીની એન્ટ્રીથી પોલીસ પણ મૂંઝાઈ!

Tags :
Advertisement

.

×