Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mumbai : રોહિત શેટ્ટીના ઘરની બહાર 4 રાઉન્ડ ફાયરિંગ, પોલીસ અને ફોરેન્સિક ટીમે હાથ ધરી તપાસ

Mumbai : પ્રખ્યાત બોલિવૂડ દિગ્દર્શક રોહિત શેટ્ટીના જુહુમાં આવેલા ઘરની બહાર ગોળીબાર થયો હોવાનું સામે આવી રહ્યું છે. મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ તાત્કાલિક ધોરણે સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
mumbai   રોહિત શેટ્ટીના ઘરની બહાર 4 રાઉન્ડ ફાયરિંગ  પોલીસ અને ફોરેન્સિક ટીમે હાથ ધરી તપાસ
Advertisement
  • Mumbai : રોહિત શેટ્ટીના ઘરની બહાર 4 રાઉન્ડ ફાયરિંગ
  • ફાયરિંગનો અવાજ સાંભળતા જ પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યાં
  • પોલીસે CCTVના આધારે હાથ ધરી તપાસ

Mumbai : પ્રખ્યાત બોલિવૂડ દિગ્દર્શક રોહિત શેટ્ટીના જુહુમાં આવેલા ઘરની બહાર ગોળીબાર થયો હોવાનું સામે આવી રહ્યું છે. મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ તાત્કાલિક ધોરણે સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રોહિત શેટ્ટીના ઘરની બહાર ચાર રાઉન્ડ ગોળીબારનો અવાજ સંભળાયો હતો, જેના કારણે સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક કાર્યવાહીના ભાગ રુપે ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

Mumbai : રોહિત શેટ્ટીના ઘર બહાર થયું ફાયરિંગ

ઉલ્લેખનીય છે કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, ઝોનલ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફોરેન્સિક ટીમોએ ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે.

Advertisement

પ્રાપ્તથતી વિગતો અનુસાર મુંબઈ પોલીસ કમિશનરે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, "બિલ્ડિંગમાં ગોળીબાર થયો છે. અમે ગુનેગારોને ઓળખવા માટે તમામ સંભવિત પાસાઓની તપાસ કરી રહ્યા છીએ."

Advertisement

પોલીસે હાથ ધરી તપાસ

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર Rohit Shettyના ઘરની બહાર થયેલા ગોળીબારમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. રોહિત શેટ્ટીના જુહુ સ્થિત ઘરની બહારનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. પોલીસ હુમલાખોરોને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.

હાલમાં, પોલીસે આ કેસમાં કોઈ સત્તાવાર તારણો શેર કર્યા નથી અને કહ્યું છે કે તપાસ પૂર્ણ થયા પછી જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે. રોહિત શેટ્ટી કે તેના પરિવાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા અંગે પહેલાથી જ ચિંતાઓ છે. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે શું આ કોઈ ગેંગ ધમકીનો ભાગ હતો કે તેની પાછળ કોઈ અન્ય હેતુ હતો.

આ પણ વાંચો ------ Grammy Award માં 5 વખત નિષ્ફળતા છતાં મેદાને આવ્યું લોકપ્રિય Band

Tags :
Advertisement

.

×