'મહાકુંભ'ની Monalisaને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની શા માટે કરાઈ ધરપરડ ??? જાણો વિગતવાર
- મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની ધરપકડ
- સનોજ મિશ્રાની જામીન અરજી ફગાવાયા બાદ કરાઈ ધરપકડ
- બળાત્કાર, હુમલો, ગર્ભપાત અને ધમકીની કલમો હેઠળ નોંધાઈ હતી FIR
Mumbai: મહાકુંભથી વાયરલ થયેલી મોનાલિસાને મુંબઈ લાવીને અભિનેત્રી બનાવનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની પોલીસે ધરપકડ કરી છે. બળાત્કાર કેસમાં દિલ્હી હાઈકોર્ટે સનોજ મિશ્રાની જામીન અરજી ફગાવી દીધી અને પછી તેમની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીના નબી કરીમ પોલીસે દિગ્દર્શકની ધરપકડ કરી છે.
6 માર્ચ 2024ના રોજ નોંધાઈ હતી FIR
6 માર્ચ 2024ના રોજ 28 વર્ષીય મહિલાએ બળાત્કાર, હુમલો, ગર્ભપાત અને ધમકીની કલમો હેઠળ FIR નોંધાવી હતી. ફરિયાદ મુજબ આરોપી સનોજ મિશ્રા છેલ્લા 4 વર્ષથી મુંબઈમાં તેની સાથે લિવ-ઈન-રિલેશનશિપમાં હતો. દિગ્દર્શક પર પીડિતાને 3 વખત ગર્ભપાત કરાવવા માટે દબાણ કરવાનો પણ આરોપ છે.
આ પણ વાંચોઃ ઈદ પર ફેન્સને Kapil Sharmaની સ્પે. ઈદી, 'કિસ કિસ કો પ્યાર કરું 2'નો ફર્સ્ટ લુક શેર કર્યો
ઝાંસીની મહિલાએ શું કરી હતી ફરિયાદ ?
દિગ્દર્શક સનોજ મિશ્રા પર એક નાના શહેરની એક છોકરી પર ઘણી વખત બળાત્કાર કરવાનો આરોપ છે. જે હિરોઈન બનવા માંગતી હતી. પીડિતાએ જણાવ્યું છે કે તે ઝાંસીમાં રહેતી હતી અને વર્ષ 2020માં તે ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ દ્વારા ડિરેક્ટરને મળી હતી. થોડી વાર વાત કર્યા પછી, સનોજ મિશ્રાએ 17 જૂન, 2021 ના રોજ તેણીને ફોન કર્યો અને કહ્યું કે તે ઝાંસી રેલ્વે સ્ટેશન પર છે. જ્યારે છોકરીએ તેને મળવાનો ઈનકાર કર્યો, ત્યારે મિશ્રાએ તેણીને જીવથી મારી નાખવાની ધમકી આપી. ડરના કારણે છોકરી મિશ્રાને મળવા ગઈ. બીજા દિવસે ફરીથી તેણીને ફોન કર્યો અને આત્મહત્યાની ધમકી આપી અને રેલ્વે સ્ટેશન પર બોલાવી.
છેલ્લા 4 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં
18 ફેબ્રુઆરી 2025ના રોજ પણ સનોજ પીડિતાને એક હોટલમાં લઈ ગયો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને બાદમાં લગ્નનું વચન ન નિભાવ્યું. તપાસ દરમિયાન, મુઝફ્ફરનગરમાંથી ગર્ભપાત સંબંધિત તબીબી વિગતો પણ એકત્રિત કરવામાં આવી છે. હવે સનોજ મિશ્રાની મુંબઈમાં મહિલા સાથે છેલ્લા 4 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા, 3 વખત ગર્ભપાત કરાવવા માટે દબાણ કરવા અને લગ્નના વચનનો ભંગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Sikandar Review: ચાહકોને ખુશ કરવા માટે ન તો મજબૂત વાર્તા કે ન તો મનોરંજન, સલમાન ઈદી આપવામાં નિષ્ફળ ગયો