Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Disha Patani Dating : ટાઈગર બાદ હવે કોણ? દિશા પટણી મિસ્ટ્રી મેનનો હાથ પકડેલી જોવા મળી

બોલિવૂડના ગલિયારામાં ફરી એકવાર પ્રેમની નવી કહાની ચર્ચાઈ રહી છે. એક પ્રખ્યાત અભિનેત્રી, જેનું ભૂતકાળમાં એક સુપરસ્ટાર સાથે નામ જોડાયેલું હતું, તે હવે ઉદયપુરમાં યોજાયેલા લગ્નમાં એક પંજાબી સિંગરનો હાથ પકડેલી જોવા મળી છે. એરપોર્ટ હોય કે લગ્ન મંડપ, બંનેની નિકટતાએ ચાહકોના કાન સરવા કર્યા છે. આખરે કોણ છે આ માસ્ક પહેરેલો મિસ્ટ્રી મેન?
disha patani dating   ટાઈગર બાદ હવે કોણ  દિશા પટણી મિસ્ટ્રી મેનનો હાથ પકડેલી જોવા મળી
Advertisement
  • દિશા પટણીને મળ્યો નવો પ્રેમ? પંજાબી સિંગર સાથેનો વીડિયો વાયરલ
  • ઉદયપુરમાં નૂપુર સેનનના લગ્નમાં સિંગર તલવિંદર સાથે જોવા મળી
  • વાયરલ વીડિયોમાં દિશા પટણી સિંગરનો હાથ પકડેલી નજરે પડી
  • એરપોર્ટ પર પણ માસ્ક પહેરેલા 'મિસ્ટ્રી મેન' સાથે સ્પોટ થઈ
  • ટાઈગર શ્રોફ સાથેના બ્રેકઅપ બાદ ડેટિંગની અટકળોએ જોર પકડ્યું

Disha Patani Dating : બોલિવૂડની ગ્લેમરસ દિવા દિશા પટણી ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવી છે. એવું લાગી રહ્યું છે કે અભિનેત્રીને તેનો નવો જીવનસાથી મળી ગયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અને તસવીરો જોઈને ફેન્સ અટકળો લગાવી રહ્યા છે કે દિશા હવે પ્રખ્યાત પંજાબી સિંગર તલવિંદરને ડેટ કરી રહી છે. ઉદયપુરમાં યોજાયેલા એક હાઈ-પ્રોફાઈલ લગ્ન પ્રસંગમાં બંનેની કેમેસ્ટ્રી જોઈને બી-ટાઉનમાં નવા અફેરની ચર્ચાઓ તેજ બની છે.

દિશા પટણી અને તલવિંદરનો વીડિયો વાયરલ

તાજેતરમાં દિશા પટણી તેની ખાસ મિત્ર કૃતિ સેનનની બહેન નૂપુર સેનનના લગ્નમાં હાજરી આપવા ઉદયપુર પહોંચી હતી. નૂપુર સેનન અને સિંગર સ્ટેબિન બેનના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. આ લગ્નની અનેક તસવીરો સામે આવી છે, પરંતુ એક વીડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોમાં દિશા પટણી અને સિંગર તલવિંદર એકબીજાનો હાથ પકડેલા જોવા મળ્યા હતા. વીડિયોમાં તેઓ મૌની રોયના પતિ સૂરજ નામ્બિયાર સાથે વાતચીત કરતા નજરે પડે છે, પરંતુ જે રીતે દિશાએ તલવિંદરનો હાથ પકડ્યો હતો, તે જોઈને ડેટિંગની અફવાઓને વેગ મળ્યો છે.

Advertisement

Advertisement

Disha Patani Dating : એરપોર્ટ પર માસ્ક મેન સાથે સ્પોટ થઈ એક્ટ્રેસ

લગ્ન બાદ મુંબઈ પરત ફરતી વખતે પણ દિશા અને તલવિંદર ઉદયપુર એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સિંગર તલવિંદર હંમેશા જાહેરમાં પોતાનો ચહેરો માસ્કથી છુપાવીને રાખે છે. આ વખતે પણ તે માસ્કમાં હતો, પરંતુ એરપોર્ટ પર સિક્યુરિટી ચેકિંગ દરમિયાન તેનો ચહેરો થોડો દેખાયો હતો, જેના કારણે ચાહકોને ખાતરી થઈ ગઈ હતી કે તે તલવિંદર જ છે. થોડા સમય પહેલા દિશા ગોવામાં પણ એક મિસ્ટ્રી મેન સાથે જોવા મળી હતી, જેણે દિશાના ખભા પર હાથ રાખ્યો હતો. હવે લોકો એવું માની રહ્યા છે કે તે મિસ્ટ્રી મેન બીજું કોઈ નહીં પણ તલવિંદર જ હતો.

ટાઈગર શ્રોફ સાથે બ્રેકઅપ અને નવો સંબંધ

જોકે, અત્યાર સુધી દિશા કે તલવિંદર તરફથી તેમના સંબંધો અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. દિશા પટણી અગાઉ બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ સાથે રિલેશનશિપમાં હતી. બંને બી-ટાઉનના સૌથી લોકપ્રિય કપલ ગણાતા હતા, પરંતુ રિપોર્ટ્સ અનુસાર 2022માં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. બ્રેકઅપ બાદ પણ દિશા ટાઈગરના પરિવાર, ખાસ કરીને તેની બહેન ક્રિષ્ના શ્રોફ અને માતા આયેશા શ્રોફ સાથે સારું બોન્ડિંગ ધરાવે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશા છેલ્લે તમિલ ફિલ્મ 'કંગુવા'માં જોવા મળી હતી.

આ પણ વાંચો : Splitsvilla 16 Sadaf Shankar : નામ સદફ, સરનેમ શંકર? જાણો કોણ છે આ શિવભક્ત અફઘાની મોડલ

Tags :
Advertisement

.

×