Disha Patani fitness : જાણો સ્લીમ ફિગરમાં રહેતી દિશા પાટની ફિટ રહેવા શું કરે છે? ચેતન ભગતે ખોલ્યા રાજ
- દિશા પાટનીની ફીટનેસના રાજ ચેતન ભગતે ખોલ્યા (Disha Patani fitness )
- એક ઈન્ટરવ્યૂમાં ચેતન ભગતે જણાવ્યુ દિશાનો વર્કઆઉટ પ્લાન
- અભિનેત્રી આખો દિવસ માત્ર એક જ વાર ભોજન લે છે
- દિશા પાટની તેના ફિટનેસ રૂટિનનું કડક પાલન કરે છે
Disha Patani fitness : બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી દિશા પાટની, જે તેની શાનદાર ફિટનેસ માટે જાણીતી છે, તાજેતરમાં ચર્ચામાં છે. તેમના ઘરે થયેલા હુમલાને કારણે તેમના ચાહકો ચિંતિત છે. જોકે, દિશા હંમેશા પોતાની ફિટનેસને લઈને સજાગ રહે છે અને સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના વર્કઆઉટ વીડિયો શેર કરતી રહે છે.
તેમની આ ફિટનેસની પ્રશંસા જાણીતા લેખક અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ચેતન ભગત પણ કરી ચૂક્યા છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે દિશાની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તે ફિટનેસ માટે અત્યંત શિસ્તબદ્ધ જીવનશૈલીનું પાલન કરે છે.
ચેતન ભગતે એક વેબસાઇટ સાથેના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, દિશા પાટનીની 'દિવસમાં એક જ વાર ભોજન' લેવાની આદત અને મીઠાઈઓથી દૂર રહેવું એ તેમના અસાધારણ અનુશાસનને દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે અભિનેત્રી આખો દિવસ માત્ર એક જ વાર ભોજન લે છે. ભલે શૂટિંગ સેટ પર ગમે તેટલી સ્વાદિષ્ટ મીઠાઈઓ હોય, તે તેનાથી પ્રભાવિત થતી નથી.
કડક રુટિનનું પાલન કરે છે દિશા
દિશા પાટની તેના ફિટનેસ રૂટિનનું કડક પાલન કરે છે. તેની ડાયટમાં ખૂબ મહેનત હોય છે. તે દિવસમાં એક જ વાર ભોજન લે છે અને તે ભોજનમાં તમામ જરૂરી પોષક તત્વોનો સમાવેશ થાય છે. ચેતન ભગતે વધુમાં જણાવ્યું કે દિશા પાટનીની ફિટનેસની જેટલી પ્રશંસા થાય છે, તેની પાછળ તેનું કડક અનુશાસન રહેલું છે.
શૂટિંગ બાદ પણ કરે છે વર્કઆઉટ (Disha Patani fitness )
તેમણે કહ્યું કે તે ગમે તેટલા મોડા શૂટિંગ પૂર્ણ કરે, તે પછી તે વર્કઆઉટ કરવા જરૂર જાય છે. આ બાબત દરેક વ્યક્તિ માટે પ્રેરણાદાયક છે અને બધાએ તેમાંથી શીખવું જોઈએ. દિશાની આ મહેનત અને સમર્પણ તેના દેખાવમાં સ્પષ્ટપણે જોવા મળે છે, જે તેને બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક બનાવે છે. તેમનું આ કડક રૂટિન દર્શાવે છે કે સફળતા માટે અનુશાસન કેટલું જરૂરી છે.
આ પણ વાંચો : તાન્યા મિત્તલના કથિત પૂર્વ બોયફ્રેન્ડ બલરાજ સિંહની ધરપકડ, જાણો શું છે કારણ?