Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Disha Vakani Father Death : 'દયાબેન' ના પિતા અને પીઢ અભિનેતા ભીમ વાકાણીનું અવસાન

લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ દિશા વાકાણી (દયાબેન) ના પિતા અને પીઢ કલાકાર ભીમ વાકાણીનું નિધન થયું છે. તેઓ જાણીતા ગુજરાતી થિયેટર આર્ટિસ્ટ હતા અને તેમણે 'લગાન' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. પિતાના અવસાનથી વાકાણી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને ચાહકો સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.
disha vakani father death    દયાબેન  ના પિતા અને પીઢ અભિનેતા ભીમ વાકાણીનું અવસાન
Advertisement
  • દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું નિધન!
  • 'તારક મહેતા' ની દયાબેન પર તૂટ્યો દુઃખનો પહાડ
  • દિગ્ગજ ગુજરાતી થિયેટર આર્ટિસ્ટ ભીમ વાકાણીએ લીધા અંતિમ શ્વાસ
  • આમિર ખાનની 'લગાન' અને શાહરૂખની 'સ્વદેશ' માં કરી હતી એક્ટિંગ
  • 'તારક મહેતા' શોમાં માવજી છેડાના પાત્રથી થયા હતા લોકપ્રિય

Disha Vakani Father Death : ટેલિવિઝનના લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) દ્વારા ઘરે-ઘરે જાણીતા બનેલા અભિનેત્રી દિશા વાકાણી (Disha Vakani) ના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. દિશા વાકાણીના પિતા અને જાણીતા ગુજરાતી થિયેટર આર્ટિસ્ટ (Gujarati Theatre Artist) ભીમ વાકાણીનું નિધન થયું છે. હંમેશા હસતી-હસાવતી દિશા વાકાણી પિતાના જવાથી ગમગીન છે અને ચાહકો પણ આ સમાચારથી શોકમાં ગરકાવ થઈ ગયા છે.

Advertisement

Disha Vakani Father Death : કોણ હતા ભીમ વાકાણી?

દિશા વાકાણીના પિતા ભીમ વાકાણી (Bhim Vakani) માત્ર એક પિતા જ નહીં, પરંતુ દિશાના ગુરુ પણ હતા. તેઓ વર્ષોથી મનોરંજન જગત (Showbiz) સાથે જોડાયેલા હતા. ભીમ વાકાણીએ આમિર ખાનની ફિલ્મ 'લગાન' (Lagaan), શાહરૂખ ખાનની 'સ્વદેશ' (Swades) અને માધુરી દીક્ષિતની 'લજ્જા' (Lajja) જેવી મોટી બોલિવૂડ ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ ભજવ્યા હતા. એટલું જ નહીં, તેમણે પોતાની દીકરીના હિટ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના એપિસોડ નંબર 1320 માં ચંપકલાલના મિત્ર 'માવજી છેડા' તરીકે યાદગાર ભૂમિકા ભજવી હતી.

Advertisement

દિશાને અભિનયના પાઠ ભણાવ્યા

ખૂબ ઓછા લોકો જાણે છે કે દિશા વાકાણીને અભિનયની દુનિયામાં લાવનાર તેમના પિતા ભીમ વાકાણી જ હતા. નાની ઉંમરમાં પિતાએ જ દિશાને થિયેટરમાં એન્ટ્રી અપાવી હતી. દિશાએ ચાઈલ્ડ આર્ટિસ્ટ (Child Artist) તરીકે પિતા સાથે અનેક નાટકોમાં કામ કર્યું હતું. દિશાના ભાઈ મયુર વાકાણી (Mayur Vakani), જે શોમાં સુંદલાલનો રોલ કરે છે, તે પણ આ કલાના વારસાને આગળ ધપાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી વર્ષ 2017 થી 'તારક મહેતા' શોથી દૂર છે. મયુર પડિયા સાથે લગ્ન અને સંતાનોના ઉછેર માટે તેમણે બ્રેક લીધો હતો. પિતાના અવસાનના આ દુઃખદ સમયે સોશિયલ મીડિયા પર ચાહકો અને કલાકારો ભીમ વાકાણીને શ્રદ્ધાંજલિ (Tribute) અર્પી રહ્યા છે.

આ પણ વાંચો : 'ધુરંધર 2' એ રચ્યો ઈતિહાસ! વિરાટ કોહલીએ કહ્યું- 'આવો અનુભવ ક્યારેય નથી થયો'

Tags :
Advertisement

.

×